સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચિંતામાંથી રાહત મેળવો

શું તમે પણ ચિંતામાં છો?

શું તમે પણ ચિંતામાં છો?

‘અમુક હદે ચિંતા તો બધાને હોય છે. પણ હું તો એના બોજથી જાણે દબાઈ ગઈ છું. એ કંઈ એક કારણે નથી. ઘણા એવા સંજોગો છે, ઘણી એવી મુસીબતો છે. મારા પતિની માનસિક અને શારીરિક બીમારીની જ વાત કરો. તેમની તબિયત જાણે સુધરવાનું નામ જ નથી લેતી. આટ-આટલાં વર્ષોથી તેમની સંભાળ લેતાં લેતાં, હું થાકી ગઈ છું.’—જીલ. a

‘મારી પત્ની ઘર છોડીને જતી રહી. મારે એકલા હાથે બે બાળકોને મોટાં કરવાં પડ્યાં. એ કંઈ નાનીસૂની વાત નથી, ઘણું અઘરું હતું. એમાંય વળી, મારી નોકરી છૂટી ગઈ. ગાડી રિપેર કરાવવાના પણ પૈસા ન હતા. બાબતો કઈ રીતે હાથ ધરું એ જ ખબર નહોતી પડતી. સ્ટ્રેસ બહુ જ વધી ગયો. હું જાણતો હતો કે આપઘાત કરવો ખોટું છે, એટલે મેં ઈશ્વરને કહ્યું કે મારો જીવ લઈ લે.’—બેરી.

શું તમે પણ જીલ અને બેરીની જેમ ચિંતામાં છો? તમને પણ સ્ટ્રેસ કે તણાવે ઘેરી લીધા છે? જો એમ હોય, તો આ અંકના લેખોથી તમને ઘણી રાહત મળી શકે. એ લેખો ચિંતાનાં મૂળ કારણો વિશે જણાવે છે. એમાં એ પણ જણાવ્યું છે કે તણાવ અથવા સ્ટ્રેસ કઈ રીતે જોખમી બની શકે. તેમ જ, એમાંથી રાહત મેળવવા શું કરી શકીએ.

a નામ બદલવામાં આવ્યાં છે.