સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૫ શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?

૫ શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?

એ જાણવું કેમ જરૂરી છે?

એ જાણવાથી જીવન અને ઈશ્વર માટેના આપણા વિચારો બદલાઈ શકે છે.

વિચારવા જેવું

ઘણા લોકો દુઃખ-તકલીફો દૂર કરવા ચાહે છે. પણ એ તેઓના ગજા બહારની વાત છે. વિચાર કરો:

વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે, તોપણ . . .

  • સૌથી વધારે લોકો હૃદયરોગના લીધે મરણ પામે છે.

  • કેન્સરને લીધે દર વર્ષે લાખોને લાખો લોકો મરણ પામે છે.

  • ફ્રન્ટીયર્સ ઈન ઈમ્યુનોલૉજી પત્રિકામાં ડૉક્ટર ડેવિડ બ્લુમ કહે છે: “આજે ઘણી નવી નવી દવાઓ મળે છે, પણ અમુક બીમારીઓ એવી છે જેને ડૉક્ટરો મટાડી શકતા નથી. આજે લોકો નવી નવી બીમારીઓનો શિકાર બની રહ્યા છે અને જૂની બીમારીઓ ફરીથી માથું ઊંચકી રહી છે.”

અમુક દેશોમાં પૈસાની કોઈ ખોટ નથી, તોપણ . . .

  • દર વર્ષે લાખો બાળકો મરણ પામે છે. ખાસ કરીને એવાં બાળકો જે ગરીબ વિસ્તારોમાં રહે છે.

  • અબજો લોકો પાસે ટોઇલેટની સુવિધા નથી.

  • લાખો-કરોડો લોકો પાસે ચોખ્ખું પાણી નથી.

આજે માનવ અધિકાર વિશે લોકો ઘણું જાણે છે, તોપણ . . .

  • ઘણી જગ્યાએ માણસો વેચાય છે અને ખરીદવામાં આવે છે. જેઓ આ ગુના માટે જવાબદાર છે તેઓને ઘણા દેશોમાં સજા થતી નથી. એવું કેમ? સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ પ્રમાણે, અધિકારીઓ એના વિશે ‘આંખ આડા કાન કરે છે અથવા તો તેઓ કંઈ કરી શકતા નથી.’

    વધુ જાણવા

    jw.org પર ઈશ્વરનું રાજ્ય શું છે? વીડિયો જુઓ.

બાઇબલ શું કહે છે

ઈશ્વરને આપણી ચિંતા છે.

આપણાં દુઃખ-તકલીફોને ઈશ્વર સમજે છે.

‘ઈશ્વર દુઃખીઓના દુઃખને મામૂલી ગણતા નથી, તેઓથી કંટાળતા નથી; અને તેઓથી પોતાનું મોં ફેરવતા નથી; પણ જેઓ તેમને અરજ કરે છે તેઓનું તે સાંભળે છે.’ગીતશાસ્ત્ર ૨૨:૨૪.

‘તમે તમારી સર્વ ચિંતાઓ ઈશ્વર પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.’૧ પીતર ૫:૭.

દુઃખ-તકલીફો કાયમ રહેશે નહિ.

ઈશ્વરે વચન આપ્યું છે કે મનુષ્ય માટેનો પોતાનો હેતુ તે જરૂર પૂરો કરશે.

‘ઈશ્વર લોકોની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ.’પ્રકટીકરણ ૨૧:૩, ૪.

માણસને દુઃખી કરતી દરેક બાબતોને ઈશ્વર જડમૂળથી કાઢી નાખશે.

બાઇબલ જણાવે છે કે ઈશ્વર પોતાનું રાજ્ય લાવીને એમ કરશે.

‘એ શાસકોના સમયમાં આકાશના ઈશ્વર એક રાજ્યની સ્થાપના કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, અને એ રાજ્ય કાયમ રહેશે.’દાનિયેલ ૨:૪૪, કોમન લેંગ્વેજ.