સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફોનની અસર દોસ્તી પર?

ફોનની અસર દોસ્તી પર?

આજે ફોન અને ઇન્ટરનેટથી દોસ્તોના કોન્ટેક્ટમાં રહેવું સહેલું બની ગયું છે. પછી ભલેને તેઓ દુનિયાના ગમે તે છેડે રહેતા હોય. આપણે એકબીજાને મૅસેજ કે ઈ-મેઇલ કરી શકીએ, વીડિયો કોલ કરી શકીએ. સોશિયલ મીડિયા પર ચેટ કરી શકીએ, કોમેન્ટ લખી શકીએ, વીડિયો અથવા ફોટો મોકલી શકીએ.

જોકે, મોટા ભાગે લોકો ફોન કે ઇન્ટરનેટથી દોસ્તોના કોન્ટેક્ટમાં રહે છે. તેઓમાંના . . .

  • અમુક હમદર્દી બતાવવાનું ચૂકી જાય છે.

  • અમુકને સૂનું સૂનું લાગે છે.

  • અમુક મતલબી છે.

શાનું ધ્યાન રાખવું જોઈએ?

હમદર્દી

દોસ્તને હમદર્દી કેવી રીતે બતાવી શકીએ? તેમના માટે સમય કાઢીએ અને તેમના વિશે વિચારીએ. આપણે ઘણા દોસ્તોને મૅસેજ કરીને કલાકો સોશિયલ મીડિયા પર વિતાવીએ તો, તેઓની લાગણી સમજવાનો સમય જ નહિ મળે.

આપણને ઢગલાબંધ મૅસેજ આવતા રહે અને એનો જવાબ આપવામાં ડૂબી જઈશું તો, જે દોસ્તને મદદની જરૂર છે, તેને મદદ કરવાનું ચૂકી જઈશું.

વિચારવા જેવું: તમે ફોન કે ઈ-મેઈલથી તમારા દોસ્તને કઈ રીતે હમદર્દી બતાવી શકો?—૧ પિતર ૩:૮.

સૂનું સૂનું

એક સંશોધનમાં જાણવા મળ્યું કે ઘણા લોકોને ઇન્ટરનેટ પર બીજાના ફોટા અને વીડિયો જોઈને પોતાનું જીવન સૂનું સૂનું લાગે છે. એવા લોકો વિશે સંશોધકો કહે છે કે “તેઓને લાગે છે કે પોતાનો કીમતી સમય વેડફી કાઢ્યો.”

એટલું જ નહિ, એવા લોકોને બીજાની સરખામણીમાં પોતાનું જીવન એકદમ બેકાર લાગે છે. અમુકને લાગે છે કે બીજા લોકો કેટલી મોજમજા કરે છે અને હું ફક્ત જીવવા ખાતર જીવું છું.

વિચારવા જેવું: સોશિયલ મીડિયા પર ફોટા મૂકતી વખતે કે જોતી વખતે બીજાઓ સાથે સરખામણી કેમ ન કરવી જોઈએ?—ગલાતીઓ ૬:૪.

મતલબી

એક ટીચર જણાવે છે કે તેમની સ્કૂલના અમુક બાળકો બહુ મતલબી છે. તેઓને ગરજ હોય ત્યારે જ દોસ્તી રાખે છે. કામ પતી જાય એટલે હું કોણ અને તું કોણ? તેઓ દોસ્તોને જાણે એપની જેમ વાપરે છે.

વિચારવા જેવું: તમે સોશિયલ મીડિયા પર જે કંઈ મૂકો છો, એનાથી એવું બતાવવા ચાહો છો કે તમે બીજાઓથી ચઢિયાતા છો?—ગલાતીઓ ૫:૨૬.

તમે શું કરી શકો?

જરા વિચારો તમે ફોન કેમ વાપરો છો?

યાદ રાખો કે તમે ફોનના ગુલામ નથી. ફોનથી દોસ્તો અને સગાઓ સાથે કોન્ટેક્ટમાં રહી શકો, સારા સંબંધો બાંધી શકો અને એકબીજાને મદદ આપી શકો.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘પ્રેમ પોતાનો જ લાભ જોતો નથી.’—૧ કોરીંથીઓ ૧૩:૪, ૫.

આ સૂચનોમાંથી તમને જે લાગુ પાડવાનું ગમે એના પર ટિક કરી શકો અથવા તમારું સૂચન લખી શકો.

  • મૅસેજ કે ઈ-મેઈલ મોકલવાને બદલે હું વ્યક્તિ સાથે વાત કરીશ

  • કોઈકની સાથે વાત કરતી વખતે હું ફોન બાજુ પર મૂકી દઈશ અથવા સાયલન્ટ કરી દઈશ

  • સોશિયલ મીડિયા પર ફોટાઓ જોવામાં અને મૅસેજ વાંચવામાં ઓછો સમય વાપરીશ

  • કોઈક વાત કરતું હોય ત્યારે ધ્યાનથી સાંભળીશ

  • મુશ્કેલીઓમાં હોય એવા દોસ્ત સાથે વાત કરીશ