સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઘરમાં કોઈ બંડખોર છે?

શું ઘરમાં કોઈ બંડખોર છે?

૧, ૨. (અ) યહુદી ધાર્મિક આગેવાનોના અવિશ્વાસુપણા પર ભાર મૂકવા ઈસુએ કયું દૃષ્ટાંત આપ્યું? (બ) આપણે ઈસુના દૃષ્ટાંતમાંથી નવયુવાનો વિષે કયો મુદ્દો શીખી શકીએ?

 સુએ પોતાના મરણના થોડાક દિવસ પહેલાં, યહુદી ધાર્મિક આગેવાનોના વૃંદને વિચારોત્તેજક પ્રશ્ન પૂછ્યો. તેમણે કહ્યું: “તમે શું ધારો છો? એક જણને બે દીકરા હતા; અને તેણે પહેલાની પાસે આવીને કહ્યું, કે દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર. ત્યારે તેણે ઉત્તર દીધો, કે હું નથી જવાનો; તોપણ પછીથી તે પસ્તાઈને ગયો. અને બીજાની પાસે આવીને તેણે તેમજ કહ્યું, ત્યારે તેણે ઉત્તર દીધો, સાહેબ, હું જાઉં છું, તોપણ તે ગયો નહિ. તો તે બન્‍નેમાંથી કોણે બાપની ઇચ્છા પ્રમાણે કર્યું?” યહુદી આગેવાનોએ ઉત્તર આપ્યો: “પહેલાએ.”—માત્થી ૨૧:૨૮-૩૧.

ઈસુ અહીં યહુદી આગેવાનોના અવિશ્વાસુપણા પર ભાર મૂકી રહ્યા હતા. તેઓ એ દીકરા જેવા હતા, જેણે દેવની ઇચ્છા પૂરી કરવાનું વચન આપ્યું અને પછી પોતાનું વચન પાળ્યું નહિ. પરંતુ ઘણાં માબાપ સમજશે કે ઈસુનું દૃષ્ટાંત કૌટુંબિક જીવનની સારી સમજણ પર આધારિત હતું. તેમણે આટલી સારી રીતે સમજાવ્યું તેમ, યુવાન લોકો શું વિચારી રહ્યા છે એ જાણવું અથવા તેઓ શું કરશે એ અગાઉથી કહેવું ઘણી વાર અઘરું હોય છે. એક યુવાન વ્યક્તિ પોતાની નવયુવાની દરમિયાન ઘણા કોયડા ઊભા કરી શકે અને પછી જવાબદાર, સન્માનનીય પુખ્તવયની વ્યક્તિ તરીકે મોટી થઈ શકે. આપણે તરુણવયના બંડના કોયડાની ચર્ચા કરીએ ત્યારે, એ લક્ષમાં રાખવાનું છે.

બંડખોર શું છે?

૩. શા માટે માબાપે પોતાનાં બાળકોને બંડખોર તરીકેનું લેબલ ઉતાવળે લગાવવું જોઈએ નહિ?

વખતોવખત, તમે એવા તરુણો વિષે સાંભળતા હશો જે પોતાનાં માબાપ વિરુદ્ધ સીધેસીધું બંડ પોકારતા હોય. તમે એવા કુટુંબને પણ વ્યક્તિગત રીતે ઓળખતા હશો જેમાં કોઈ તરુણને કાબૂમાં રાખવો અશક્ય હોય. જો કે, કોઈ બાળક ખરેખર બંડખોર છે કે કેમ એ જાણવું હંમેશા સહેલું હોતું નથી. વધુમાં, એ સમજવું અઘરું થઈ શકે કે શા માટે કેટલાંક બાળકો બંડ પોકારે છે અને બીજાં—અરે એ જ કુટુંબમાંથી પણ—એમ કરતાં નથી. માબાપને શંકા જાય કે તેઓનું એક બાળક સીધેસીધું બંડ પોકારવા તરફ વધી રહ્યું છે તો, તેઓએ શું કરવું જોઈએ? એનો જવાબ આપવા, આપણે પહેલાં બંડખોર શું છે એ વિષે વાત કરવી જોઈએ.

૪-૬. (અ) બંડખોર શું છે? (બ) તરુણ વખતોવખત અનાજ્ઞાંકિત બને તો માબાપે શું લક્ષમાં રાખવું જોઈએ?

સાદી રીતે કહીએ તો, બંડખોર એવી વ્યક્તિ છે જે ઉચ્ચતર અધિકારીની સ્વેચ્છાએ અને સતત અવજ્ઞા કરે છે અથવા વિરોધ અને સામનો કરે છે. અલબત્ત, ‘મૂર્ખતા બાળકના હૃદય સાથે જોડાયેલી છે.’ (નીતિવચન ૨૨:૧૫) તેથી બધાં બાળકો એક યા બીજા સમયે માબાપનો કે અન્ય સત્તાનો વિરોધ કરે છે. શારીરિક અને લાગણીમય વિકાસ જેને નવયૌવન કહે છે તે દરમિયાન એ સવિશેષ સાચું છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં ફેરફાર તણાવ ઊભો કરશે, અને નવયુવાની ફેરફારનો જ સમય હોય છે. તમારો તરુણ દીકરો કે દીકરી બાળપણમાંથી નીકળી પુખ્તવયના માર્ગે ચઢી રહ્યા છે. એ કારણે, નવયુવાનીનાં વર્ષો દરમિયાન, કેટલાંક માબાપ અને બાળકોને એકબીજા સાથે મનમેળ રાખવામાં મુશ્કેલી પડે છે. ઘણી વાર માબાપ સ્વયંસ્ફૂરણાથી એ સંક્રમણ પર દાબ મૂકવા પ્રયાસ કરે છે, જ્યારે તરુણો એને ઝડપી બનાવવા માંગે છે.

બંડખોર તરુણ માબાપનાં મૂલ્યો તરફ પીઠ ફેરવે છે. તેમ છતાં, યાદ રાખો, અવજ્ઞાનાં થોડાંક કૃત્યો વ્યક્તિને બંડખોર બનાવતાં નથી. અને આત્મિક બાબતો આવે છે ત્યારે, કેટલાંક બાળકો બાઇબલ સત્યમાં શરૂઆતમાં થોડોક કે જરાય રસ બતાવતા નથી, પરંતુ તેઓ બંડખોર ન પણ હોય શકે. માબાપ તરીકે, તમારા બાળક પર લેબલ લગાવી દેવાની ઉતાવળ ન કરો.

શું બધા યુવાન લોકોના નવયુવાનીનાં વર્ષોની લાક્ષણિકતા માબાપની સત્તા વિરુદ્ધ બંડ જ હોય છે? ના, જરાય નહિ. ખરેખર, પુરાવો એવું દર્શાવતો લાગે છે કે તરુણોની એક લઘુમતી જ નવયુવાનીનું ગંભીર બંડ પોકારે છે. છતાં, એવા બાળક વિષે શું જે હઠપૂર્વક અને સતતપણે બંડ પોકારે? એવા બંડની ઉશ્કેરણી શામાંથી થાય છે?

બંડનાં કારણો

૭. કઈ રીતે શેતાની પર્યાવરણ બાળકને બંડખોર બનવા અસર પાડી શકે?

બંડનું મુખ્ય કારણ જગતનું શેતાની પર્યાવરણ છે. “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) શેતાનની સત્તામાંના જગતે એક હાનિકારક સંસ્કૃતિ વિકસાવી છે, જેની સાથે ખ્રિસ્તીઓએ લડવાનું છે. (યોહાન ૧૭:૧૫) એમાંની ઘણી ખરી સંસ્કૃતિ ભૂતકાળ કરતાં આજે વધારે અશિષ્ટ, વધુ ભયજનક, અને વધુ ખરાબ અસરોથી ભરેલી છે. (૨ તીમોથી ૩:૧-૫, ૧૩) માબાપ પોતાનાં બાળકોને શિક્ષણ, ચેતવણી, અને રક્ષણ ન આપે તો, “જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે,” તે યુવાનો પર સહેલાઈથી છવાઈ જઈ શકે. (એફેસી ૨:૨) સમોવડિયાનું દબાણ એની સાથે સંબંધિત છે. બાઇબલ કહે છેઃ “જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચન ૧૩:૨૦) તેવી જ રીતે, આ જગતના આત્મામાં તરબોળ લોકો સાથે સંગત રાખનારાઓ પર એ આત્માની અસર પડવાની શક્યતા છે. યુવાનોએ કદર કરવી હોય કે દૈવી સિદ્ધાંતોને આજ્ઞાંકિતતા જીવનના સૌથી સારા માર્ગનો પાયો છે તો, તેઓને સતત મદદની જરૂર છે.—યશાયાહ ૪૮:૧૭, ૧૮.

૮. કયા ઘટકો બાળકના પક્ષે બંડ પોકારવા તરફ દોરી લઈ જઈ શકે?

બંડનું બીજું એક કારણ ઘરનું વાતાવરણ હોય શકે. દાખલા તરીકે, માબાપમાંથી એક દારૂડિયું હોય, ડ્રગ્સનો દુરુપયોગ કરતું હોય, અથવા લગ્‍ન-સાથી પ્રત્યે હિંસક હોય તો, તરુણની જીવનની દૃષ્ટિ વિકૃત બનવાની શક્યતા છે. અરે પ્રમાણમાં શાંત ઘરોમાં પણ, બાળકને લાગે કે તેનાં માબાપને તેનામાં રસ નથી તો, બંડ ફાટી નીકળી શકે. જો કે, તરુણોનું બંડ હંમેશા બાહ્ય અસરોથી ઊભું થતું નથી. કેટલાંક બાળકો, દેવમય સિદ્ધાંતો લાગુ પાડનારાં માબાપ હોવા છતાં અને જેઓ તેઓને મહદંશે ફરતેના જગતથી રક્ષણ આપતા હોવા છતાં, માબાપનાં મૂલ્યો તરફ પોતાની પીઠ ફેરવે છે. શા માટે? કદાચ આપણા કોયડાના બીજા મૂળને કારણે—માનવ અપૂર્ણતા. પાઊલે કહ્યું: “એક માણસ [આદમ]થી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.” (રૂમી ૫:૧૨) આદમ સ્વાર્થી બંડખોર હતો, અને તેણે પોતાનાં સર્વ સંતાનોને ખરાબ વારસો આપ્યો. કેટલાક યુવાનો, તેઓના પૂર્વજની જેમ, બસ બંડ પોકારવાનું જ પસંદ કરે છે.

છૂટછાટ આપનાર એલી અને પ્રતિબંધ મૂકનાર રહાબઆમ

૯. બાળઉછેરમાં કયા અતિરેકને કારણે બાળક બંડખોર બનવા ઉશ્કેરાય શકે?

તરુણોના બંડ તરફ દોરી જનાર કંઈક બીજું, માબાપના પક્ષે બાળઉછેરની અસમતોલ દૃષ્ટિ છે. (કોલોસી ૩:૨૧) કેટલાંક કર્તવ્યનિષ્ઠ માબાપો પોતાનાં બાળકો પર આકરા પ્રતિબંધો મૂકે છે અને તેઓને શિસ્ત આપે છે. બીજાં છૂટછાટ આપનારાં હોય છે, અર્થાત્‌ પોતાનાં બિનઅનુભવી નવયુવાનોનું રક્ષણ કરે એવાં માર્ગદર્શનો આપતાં નથી. આ બે અતિરેક વચ્ચે સમતુલા જાળવવી હંમેશા સહેલું હોતું નથી. અને જુદાં જુદાં બાળકોની જુદી જુદી જરૂરિયાતો હોય છે. કોઈકને બીજા કરતાં વધારે દેખરેખની જરૂર પડી શકે. ત્યારે, બે બાઇબલ ઉદાહરણો પ્રતિબંધ કે છૂટછાટમાં અતિરેક કરવાનો ભય બતાવવામાં મદદ કરશે.

૧૦. શા માટે એલી, શક્યપણે વિશ્વાસુ પ્રમુખયાજક હોવા છતાં, એક નબળો પિતા હતો?

૧૦ પ્રાચીન ઈસ્રાએલનો પ્રમુખયાજક એલી એક પિતા હતો. તેણે ૪૦ વર્ષ સેવા કરી, નિ:શંક તે દેવના નિયમશાસ્ત્રમાં પ્રવીણ હતો. એલીએ શક્યપણે યાજકપણાની પોતાની નિયમિત ફરજો વિશ્વાસુપણે બજાવી હશે અને પોતાના દીકરાઓ હોફની અને ફીનહાસને દેવનું નિયમશાસ્ત્ર પૂરેપૂરું શીખવ્યું પણ હશે. તેમ છતાં, એલી પોતાના દીકરાઓને વધારે પડતી છૂટછાટ આપતો હતો. હોફની અને ફીનહાસ અધિકૃત યાજકો તરીકે સેવા કરતા હતા, પરંતુ તેઓ ‘નકામા માણસો’ હતા, જેઓને ફક્ત પોતાની ભૂખ અને અનૈતિક વાસના સંતોષવામાં જ રસ હતો. તોપણ, તેઓએ પવિત્ર ભૂમિ પર શરમજનક કૃત્યો કર્યાં ત્યારે, એલીમાં તેઓને પદવી પરથી દૂર કરવાની હિંમત ન હતી. તેણે તેઓને ફક્ત નામનો ઠપકો આપ્યો. એલીએ આપેલી છૂટછાટથી, તેણે દેવના કરતાં પોતાના દીકરાઓને વધારે માન આપ્યું. પરિણામે, તેના દીકરાઓએ યહોવાહની શુદ્ધ ઉપાસના વિરુદ્ધ બંડ પોકાર્યું અને એલીના આખા કુટુંબે વિપત્તિ ભોગવવી પડી.—૧ શમૂએલ ૨:૧૨-૧૭, ૨૨-૨૫, ૨૯; ૩:૧૩, ૧૪; ૪:૧૧-૨૨.

૧૧. માબાપ એલીના ખરાબ ઉદાહરણમાંથી શું શીખી શકે?

૧૧ આ બનાવો બન્યા ત્યારે એલીનાં બાળકો પુખ્તવયના થઈ ચૂક્યા હતા, પરંતુ એ ઇતિહાસ શિસ્ત ન આપવાના ભય પર ભાર મૂકે છે. (સરખાવો નીતિવચન ૨૯:૨૧.) કેટલાંક માબાપ છૂટછાટને ભૂલથી પ્રેમ ગણે છે, જેથી તેઓ સ્પષ્ટ, સુમેળયુક્ત, અને વાજબી નિયમો બેસાડવામાં અને અમલ કરવામાં નિષ્ફળ જાય છે. તેઓ, દૈવી સિદ્ધાંતોનું ઉલ્લંઘન થતું હોય છે ત્યારે પણ, પ્રેમાળ શિસ્ત લાગુ પાડવાની અવગણના કરતા હોય છે. આવી છૂટછાટને કારણે, તેઓનાં બાળકો છેવટે માબાપની કે કોઈ પણ પ્રકારની સત્તાને ધ્યાન આપતા નથી.—સરખાવો સભાશિક્ષક ૮:૧૧.

૧૨. સત્તાના અમલમાં રહાબઆમે કઈ ભૂલ કરી?

૧૨ રહાબઆમ સત્તાનો ઉપયોગ કરવામાં બીજા અતિરેકનું ઉદાહરણ પૂરું પાડે છે. તે ઈસ્રાએલના સંયુક્ત રાજ્યનો છેલ્લો રાજા હતો, પરંતુ તે એક સારો રાજા ન હતો. રહાબઆમને જે દેશનો વારસો મળ્યો હતો તેના લોકો તેના પિતા સુલેમાને નાખેલા બોજાઓને કારણે અસંતુષ્ટ હતા. શું રહાબઆમે સમજણ બતાવી? ના. પ્રતિનિધિમંડળે તેને કેટલાંક જુલમી પગલાં દૂર કરવા કહ્યું ત્યારે, તે તેના વૃદ્ધ સલાહકારો તરફથી મળેલી પરિપક્વ સલાહ સાંભળવામાં નિષ્ફળ ગયો અને તેણે હુકમ કર્યો કે લોકોની ઝૂંસરી વધારે ભારે બનાવવામાં આવે. તેની ઉદ્ધતાઈએ ઉત્તરના દસ કુળોને બંડ પોકારવા ઉશ્કેર્યાં, અને રાજ્યના બે ભાગલા પડી ગયા.—૧ રાજા ૧૨:૧-૨૧; ૨ કાળવૃત્તાંત ૧૦:૧૯.

૧૩. માબાપ રહાબઆમની ભૂલ કઈ રીતે ટાળી શકે?

૧૩ માબાપ રહાબઆમના બાઇબલ અહેવાલમાંથી કેટલાક મહત્ત્વના બોધપાઠો શીખી શકે. તેઓએ પ્રાર્થનામાં ‘યહોવાહને શોધવાની’ અને બાઇબલ સિદ્ધાંતોના પ્રકાશમાં બાળઉછેરની પોતાની રીતો તપાસવાની જરૂર છે. (ગીતશાસ્ત્ર ૧૦૫:૪) “નિશ્ચે જુલમ બુદ્ધિમાન માણસને મૂર્ખ બનાવે છે,” સભાશિક્ષક ૭:૭ કહે છે. સારી રીતે વિચારીને ગોઠવેલી મર્યાદાઓ નવયુવાનોને હાનિથી બચાવે છે તે જ સમયે તેઓને વૃદ્ધિ કરવાનો અવકાશ આપે છે. પરંતુ બાળકોએ એવા વાતાવરણમાં હોવું જોઈએ નહિ જે એટલું બધું અક્કડ અને સંકુચિત હોય કે તેઓને વાજબી માત્રામાં આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ વિકસાવતા અટકાવે. માબાપ યોગ્ય છૂટછાટો અને સ્પષ્ટ જણાવાયેલી મક્કમ મર્યાદાઓ વચ્ચે સમતોલપણું રાખવાની ખંત રાખે છે ત્યારે, મોટા ભાગના તરુણોમાં બંડ પોકારવાનું વલણ ઓછું હોય છે.

પાયારૂપ જરૂરિયાતોની પૂર્તતા બંડ અટકાવી શકે

શક્ય છે કે, માબાપ બાળકોને તેઓના તરુણવયના કોયડા આંબવામાં મદદ કરે તો, તેઓ મોટા થઈને વધારે સ્થિર થશે

૧૪, ૧૫. માબાપે પોતાના બાળકનો વિકાસ કઈ દૃષ્ટિથી જોવો જોઈએ?

૧૪ માબાપને પોતાનાં નાનેરાઓને શિશુ અવસ્થાથી પુખ્તવય સુધી શારીરિક વૃદ્ધિ કરતા જોઈને હર્ષ થાય છે છતાં, તેઓનું નવયુવાન બાળક બીજા પર નિર્ભરતા રાખવા પરથી યોગ્ય આત્મનિર્ભરતા તરફ જવાનું શરૂ કરે છે ત્યારે, તેઓને બેચેનીની લાગણી થઈ શકે. આ સંક્રમણ કાળ દરમિયાન, તમારી તરુણ વ્યક્તિ પ્રસંગોપાત હઠીલી કે અસહકારયુક્ત બની બેસે તો આશ્ચર્ય ન પામો. લક્ષમાં રાખો કે ખ્રિસ્તી માબાપનો ધ્યેય પરિપક્વ, સ્થિર, અને જવાબદાર ખ્રિસ્તી ઉછેરવાનો હોવો જોઈએ.—સરખાવો ૧ કોરીંથી ૧૩:૧૧; એફેસી ૪:૧૩, ૧૪.

૧૫ માબાપે પોતાના નવયુવાનની વધારે સ્વતંત્રતા માટેની કોઈ પણ વિનંતીને નકારાત્મક પ્રત્યુત્તર આપવાની ટેવ, ભલે અઘરું લાગતું હોય છતાં, બંધ કરવાની જરૂર છે. હિતકર રીતે, બાળકે એક વ્યક્તિ તરીકે મોટા થવાની જરૂર છે. ખરેખર, સરખામણીમાં નાની વયે, કેટલાક તરુણો સારી એવી મોટા વયની દૃષ્ટિ વિકસાવવા લાગે છે. દાખલા તરીકે, બાઇબલ યુવાન યોશીયાહ રાજા વિષે કહે છેઃ “તે હજી તો કિશોર અવસ્થામાં [આશરે ૧૫ વર્ષનો] હતો, એટલામાં તો તેણે પોતાના પિતા દાઊદના દેવની ઉપાસના કરવા માંડી.” એ નોંધનીય તરુણ સ્પષ્ટપણે એક જવાબદાર વ્યક્તિ હતો.—૨ કાળવૃત્તાંત ૩૪:૧-૩.

૧૬. બાળકોને વધતી જતી જવાબદારી આપવામાં આવે તેમ, તેઓએ શું સમજવાનું છે?

૧૬ તેમ છતાં, સ્વતંત્રતાની સાથે જવાબદારી આવે છે. એ માટે, તમારા પુખ્ત બની રહેલા યુવાનને તેના કેટલાક નિર્ણયો અને કૃત્યોનાં પરિણામો અનુભવવા દો. “કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે” સિદ્ધાંત, તરુણો અને પુખ્ત વયનાઓને પણ લાગુ પડે છે. (ગલાતી ૬:૭) બાળકોને હંમેશ માટે આશરો આપી શકાતો નથી. તેમ છતાં, તમારું બાળક એવું કંઈક કરવા માંગે જે સદંતર અસ્વીકાર્ય હોય તો શું? એક જવાબદાર મા/બાપ તરીકે, તમારે “ના” કહેવાનું છે. અને, તમે કારણો સમજાવો ત્યારે, કોઈ પણ રીતે તમારી ના બદલાઈને હા થવી જોઈએ નહિ. (સરખાવો માત્થી ૫:૩૭.) તથાપિ, શાંત અને વાજબી રીતે “ના” કહેવા પ્રયાસ કરો, કેમ કે “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે.”—નીતિવચન ૧૫:૧.

૧૭. તરુણોની કેટલીક જરૂરિયાતો કઈ છે જે માબાપે પૂરી કરવી જોઈએ?

૧૭ યુવાન લોકોને સુમેળયુક્ત શિસ્તની સલામતીની જરૂર છે ભલે તેઓ પ્રતિબંધો અને નિયમો સાથે હંમેશા સહમત ન પણ થતા હોય. માબાપ અમુક વખતે ઠીક લાગે એમ નિયમો વારંવાર બદલતા રહે તો ચીડ ઊભી થાય છે. વધુમાં, તરુણોને, ભીરુતા, શરમાળપણું, કે આત્મવિશ્વાસનો અભાવ આંબવામાં, જરૂર પ્રમાણે ઉત્તેજન અને મદદ મળે તો, તેઓ શક્યપણે મોટા થઈને વધુ સ્થિર બનશે. તરુણોએ મેળવેલી લાયકાતને લીધે માબાપ તેઓ પર ભરોસો કરે એની તેઓ કદર કરે છે.—સરખાવો યશાયાહ ૩૫:૩, ૪; લુક ૧૬:૧૦; ૧૯:૧૭.

૧૮. તરુણો વિષે કેટલાંક ઉત્તેજનવર્ધક સત્યો કયાં છે?

૧૮ માબાપને જાણીને રાહત થાય છે કે ઘરમાં શાંતિ, સ્થિરતા, અને પ્રેમ અસ્તિત્વ ધરાવે છે ત્યારે, સામાન્યપણે બાળકો ફૂલેફાલે છે. (એફેસી ૪:૩૧, ૩૨; યાકૂબ ૩:૧૭, ૧૮) કેમ વળી, ઘણા યુવાનિયાઓએ ઘરનું ખરાબ વાતાવરણ આંબ્યું છે અને મોટા થઈને સારા પુખ્તવયના બન્યા છે, ભલેને તેઓ દારૂડિયા, હિંસાખોરીવાળાં, કે બીજી કોઈ હાનિકારક અસરવાળાં કુટુંબોમાંથી આવતા હોય. તેથી, તમે એવું ઘર પૂરું પાડો જ્યાં તમારા તરુણોને સલામતી લાગે, અને તેઓ જાણે કે તેઓને પ્રેમ અને હેત મળશે, અને તેઓનું ધ્યાન રાખવામાં આવશે—તો, એ ટેકાની સાથે શાસ્ત્રીય સિદ્ધાંતોના સુમેળમાં વાજબી મર્યાદાઓ અને શિસ્ત હોય તેમ છતાં—બહુ જ શક્ય છે કે તેઓ એવી પુખ્તવયની વ્યક્તિઓ બનશે જેનો તમે ગર્વ લઈ શકો.—સરખાવો નીતિવચન ૨૭:૧૧.

બાળકો મુશ્કેલીમાં આવી પડે છે ત્યારે

૧૯. માબાપે બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેની તાલીમ આપવી જોઈએ તે જ સમયે, બાળકની કઈ જવાબદારી રહેલી છે?

૧૯ માબાપ તરીકે સારી કાર્યવાહી કરવાથી ફેર પડે છે. નીતિવચન ૨૨:૬ કહે છેઃ “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી ખસશે નહિ.” તોપણ, સારાં માબાપ હોવા છતાં જે બાળકોને ગંભીર કોયડા હોય છે તેઓ વિષે શું? શું એ શક્ય છે? હા. નીતિવચનના શબ્દો અન્ય કલમોના પ્રકાશમાં સમજવા જોઈએ જે બાળકની ‘સાંભળવાની’ અને માબાપની આજ્ઞા પાળવાની જવાબદારી પર ભાર મૂકે છે. (નીતિવચન ૧:૮) કૌટુંબિક એકરાગિતા રાખવી હોય તો, માબાપ અને બાળક બંનેએ શાસ્ત્રીય સિદ્ધાંતો લાગુ પાડવામાં સહકાર આપવો જ જોઈએ. માબાપ અને બાળકો ભેગા મળી કાર્ય ન કરે તો, મુશ્કેલીઓ ઊભી થશે.

૨૦. અવિચારી હોવાને કારણે બાળકો ભૂલ કરે ત્યારે, માબાપનો શાણો અભિગમ કયો હશે?

૨૦ તરુણ ભૂલ કરે અને મુશ્કેલીમાં મૂકાય ત્યારે, માબાપે કેવો પ્રત્યાઘાત પાડવો જોઈએ? તે સમયે, યુવાનિયાને વિશેષ કરીને મદદની જરૂર હોય છે. માબાપ યાદ રાખે કે તેઓ એક બિનઅનુભવી યુવાનની સાથે વ્યવહાર રાખી રહ્યા છે તો, તેઓ વધારે પડતા પ્રત્યાઘાત પાડવાની વૃત્તિ વધારે સહેલાઈથી ટાળશે. પાઊલે મંડળમાંના પરિપક્વજનોને સલાહ આપીઃ “કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો.” (ગલાતી ૬:૧) માબાપ યુવાન વ્યક્તિ સાથે, તે અવિચારી હોવાને કારણે ભૂલ કરે તો, એ જ પદ્ધતિ અનુસરી શકે. શા માટે તેની વર્તણૂક ખોટી હતી અને તે ભૂલનું પુનરાવર્તન કઈ રીતે ટાળી શકે તેની સ્પષ્ટ સમજણ આપવામાં આવે ત્યારે, માબાપે ચોખવટ કરવી જોઈએ કે ખોટી વર્તણૂક એ ખરાબ બાબત છે, યુવાન નહિ.—સરખાવો યહુદા ૨૨, ૨૩.

૨૧. ખ્રિસ્તી મંડળના ઉદાહરણનું અનુકરણ કરીને, માબાપે પોતાનાં બાળકો ગંભીર પાપ કરે તો કેવો પ્રત્યાઘાત પાડવો જોઈએ?

૨૧ યુવાનનો અપરાધ વધારે ગંભીર હોય તો શું? એ કિસ્સામાં બાળકને ખાસ મદદ અને કુશળ નિર્દેશનની જરૂર છે. મંડળનું કોઈ સભ્ય ગંભીર પાપ કરે તો, તેને પસ્તાવો કરવાનું અને મદદ માટે વડીલો પાસે જવાનું ઉત્તેજન આપવામાં આવે છે. (યાકૂબ ૫:૧૪-૧૬) તે એકવાર પસ્તાવો કરે, એટલે વડીલો તેને આત્મિક રીતે પુન:સ્થાપિત કરવા તેની સાથે કામ કરે છે. કુટુંબમાં ભૂલ કરનાર તરુણને મદદ કરવાની જવાબદારી માબાપ પર રહેલી છે, જો કે તેઓએ બાબતની ચર્ચા વડીલો સાથે કરવાની જરૂર પડી શકે. નિશ્ચે તેઓએ પોતાના બાળકે કરેલાં કોઈ પણ ગંભીર પાપને વડીલોના જૂથથી સંતાડવા પ્રયાસ કરવો જોઈએ નહિ.

૨૨. પોતાનું બાળક ગંભીર ભૂલ કરે તો માબાપ, યહોવાહનું અનુકરણ કરીને, કેવું વલણ જાળવવા પ્રયાસ કરશે?

૨૨ પોતાનાં બાળકોને સંડોવતો ગંભીર કોયડો બહુ કપરો હોય છે. લાગણીમય રીતે બેબાકળા બનેલાં માબાપને ભટકેલા સંતાનને ગુસ્સાથી ધમકાવી નાખવાનું મન થઈ શકે; પરંતુ એનાથી તો ફક્ત સંતાનની કડવાશ વધશે. લક્ષમાં રાખો કે એ યુવાન વ્યક્તિનું ભાવિ, આ કટોકટીમય સમય દરમિયાન તેની સાથે કેવો વ્યવહાર રાખવામાં આવે છે, તેના પર આધાર રાખી શકે. એ પણ યાદ રાખો કે યહોવાહના લોકો જે ખરું હતું તેમાંથી ફંટાઈ ગયા ત્યારે—ફક્ત તેઓ પસ્તાવો કરે તો—તે તેઓને માફ કરવા તૈયાર હતા. તેમના પ્રેમાળ શબ્દોને ધ્યાન આપોઃ “યહોવાહ કહે છે, આવો, આપણે વિવાદ કરીએઃ તમારાં પાપ જોકે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કીરમજના જેવાં રાતાં હોય, તોપણ તેઓ ઊન સરખાં થશે.” (યશાયાહ ૧:૧૮) માબાપ માટે કેવું સારું ઉદાહરણ!

૨૩. પોતાનાં બાળકોમાંથી કોઈ ગંભીર પાપ કરે તો, માબાપે કેવી રીતે વર્તવું જોઈએ, અને તેઓએ શું ટાળવું જોઈએ?

૨૩ તેથી, ભટકી ગયેલાને તેનો માર્ગ બદલવા ઉત્તેજન આપવા પ્રયત્ન કરો. અનુભવી માબાપ અને મંડળના વડીલો પાસેથી નક્કર સલાહ શોધો. (નીતિવચન ૧૧:૧૪) આવેશી ન બની જવા અને એવું કંઈ ન કહેવા કે ન કરવા પ્રયત્ન કરો જે તમારા બાળકને તમારી પાસે પાછું આવવું અઘરું બનાવે. બેકાબૂ ક્રોધ અને કડવાશ ટાળો. (કોલોસી ૩:૮) પડતું મૂકવા ઉતાવળા ન બનો. (૧ કોરીંથી ૧૩:૪, ૭) ખરાબ બાબતોને ધિક્કારો તે જ સમયે, તમારા બાળક પ્રત્યે કઠોર અને કડવાશવાળા બનવાનું ટાળો. સૌથી મહત્ત્વનું તો, માબાપે સારું ઉદાહરણ બેસાડવાની અને દેવમાં પોતાનો વિશ્વાસ દૃઢ રાખવાની ખંત રાખવી જોઈએ.

કૃતનિશ્ચયી બંડખોરને હાથ ધરવો

૨૪. કેટલીક વખત ખ્રિસ્તી કુટુંબમાં કઈ દિલગીરીભરી પરિસ્થિતિ ઊભી થાય છે, અને માબાપે કેવો પ્રત્યુત્તર આપવો જોઈએ?

૨૪ કેટલાક કિસ્સામાં સ્પષ્ટ બને છે કે યુવાને બંડ કરવાનો અને ખ્રિસ્તી મૂલ્યો સદંતર તરછોડવાનો ચોક્કસપણે નિર્ણય કર્યો છે. તો પછી તમારું ધ્યાન ફેરવીને બાકી રહેલાઓનું કૌટુંબિક જીવન જાળવવા કે પુન:ઘડવા કેન્દ્રિત કરવું જોઈએ. કાળજી રાખો કે તમે બીજાં બાળકોની અવગણના કરીને, તમારી બધી શક્તિ બંડખોર પર લગાવી ન દો. કુટુંબના બાકીના સભ્યોથી મુશ્કેલી સંતાડવાનો પ્રયાસ કરવાને બદલે, તેઓ સાથે યોગ્ય માત્રામાં અને પુન:ખાતરી આપતી રીતે બાબતની ચર્ચા કરો.—સરખાવો નીતિવચન ૨૦:૧૮.

૨૫. (અ) બાળક કૃતનિશ્ચયી બંડખોર બને તો, માબાપે ખ્રિસ્તી મંડળની ઢબ અનુસરીને, કઈ રીતે આગળ વધવું જોઈએ? (બ) પોતાનાં બાળકોમાંનું કોઈ બંડ પોકારે તો, માબાપે શું લક્ષમાં રાખવું જોઈએ?

૨૫ પ્રેષિત યોહાને મંડળમાંના સુધરી ન શકે એવા બંડખોર વિષે કહ્યું: “તેને ઘરમાં પેસવા ન દો, ને તેને ક્ષેમકુશળ ન કહો.” (૨ યોહાન ૧૦) માબાપને ખુદ પોતાનું બાળક, તે કાયદેસર પુખ્તવયનું હોય અને સદંતર બંડખોર બને તો, એવું જ પગલું ભરવાનું જરૂરી લાગી શકે. એવું પગલું અઘરું અને આંચકો આપનારું હોય શકે, તોપણ કુટુંબના બાકીનાઓને રક્ષવા માટે કેટલીક વખત એ બહુ જ જરૂરી છે. તમારા ઘરકુટુંબને તમારા રક્ષણની અને સતત દેખરેખની જરૂર છે. તેથી, વર્તણૂકની સ્પષ્ટ નક્કી કરવામાં આવેલી, તોપણ વાજબી, મર્યાદાઓ જાળવતા રહો. બીજાં બાળકો સાથે સંચાર કરો. તેઓ શાળામાં અને મંડળમાં કેવું કાર્ય કરી રહ્યાં છે તેમાં રસ લો. વળી, તેઓને જાણવા દો કે તમે બંડખોર બાળકનાં કૃત્યોને મંજૂરી આપતા નથી છતાં, તમે તેને ધિક્કારતા નથી. બાળકને બદલે ખરાબ કૃત્યને ધિક્કારો. યાકૂબના બે દીકરાના ઘાતકી કૃત્યને કારણે કુટુંબ પર સામાજિક બહિષ્કાર આવી પડ્યો ત્યારે, યાકૂબે ખુદ દીકરાઓને નહિ પણ તેઓના હિંસક ગુસ્સાને શાપ આપ્યો.—ઉત્પત્તિ ૩૪:૧-૩૧; ૪૯:૫-૭.

૨૬. પોતાનું કોઈ બાળક બંડખોર નીકળે તો, કર્તવ્યનિષ્ઠ માબાપ શામાંથી દિલાસો મેળવી શકે?

૨૬ તમારા કુટુંબમાં જે બન્યું તે માટે તમને લાગી શકે કે તમે પોતે જવાબદાર છો. પરંતુ તમે તમારાથી બને તે સર્વ પ્રાર્થનાપૂર્વક કર્યું હોય તેમ જ તમારી ક્ષમતા પ્રમાણે યહોવાહની સલાહ અનુસર્યા હો તો, પોતાની ગેરવાજબીપણે ટીકા કર્યા કરવાની જરૂર નથી. કોઈ માબાપ સંપૂર્ણ બની શકતા નથી, પરંતુ તમે સારા બનવા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો, એ હકીકતથી દિલાસો મેળવો. (સરખાવો પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૬.) કુટુંબમાં છડેચોક બંડ થાય એ હૃદયવેધક છે, પરંતુ તમને એવું થાય તો, ખાતરી રાખો કે દેવ સમજે છે અને તે પોતાના ભક્તિભાવવાળા સેવકોને કદી ત્યજશે નહિ. (ગીતશાસ્ત્ર ૨૭:૧૦) તેથી બાકી રહેલાં કોઈ પણ બાળકો માટે તમારું ઘર સલામત, આત્મિક આશ્રયસ્થાન જાળવી રાખવા કૃતનિશ્ચયી બનો.

૨૭. ઉડાઉ દીકરાનું દૃષ્ટાંત યાદ રાખીને, બંડખોર બાળકનાં માબાપ હંમેશા શાની આશા રાખી શકે?

૨૭ વધુમાં, તમારે કદી આશા ત્યજવી જોઈએ નહિ. યોગ્ય તાલીમ આપવામાં તમારા અગાઉના પ્રયત્નો ભટકી જઈ રહેલા બાળકના હૃદયને છેવટે અસર કરી શકે અને તેને પાછું ભાન કરાવી શકે. (સભાશિક્ષક ૧૧:૬) અનેક ખ્રિસ્તી કુટુંબોને તમારા જેવો જ અનુભવ થયો છે, અને કેટલાકે, ઉડાઉ દીકરાના ઈસુના દૃષ્ટાંતમાં પિતાને થયું હતું તેમ, પોતાનાં ભટકી ગયેલાં બાળકો પાછા ફરેલાં જોયાં છે. (લુક ૧૫:૧૧-૩૨) એ જ બાબત તમને પણ થઈ શકે.