સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં શું છે?

બાઇબલમાં શું છે?

તમે બાઇબલ જોયું હશે. કદાચ એમાંથી કંઈક વાંચ્યું પણ હશે. બીજા કોઈ પણ પુસ્તક કરતાં બાઇબલ સૌથી વધારે છપાયું છે. દુનિયાને ખૂણે ખૂણે પહોંચ્યું છે. બાઇબલે લોકોને દુઃખ-તકલીફમાં દિલાસો આપ્યો છે. રોજિંદા જીવનમાં સુખ-શાંતિથી રહેવા માર્ગદર્શન આપ્યું છે. પણ દુનિયામાં ઘણા લોકો બાઇબલ વિષે બહુ કંઈ જાણતા નથી. તમે ધાર્મિક હોવ કે નાસ્તિક, કદાચ વિચાર્યું હશે કે બાઇબલ શું જણાવે છે. એટલે બાઇબલની ઝલક આપવા આ ચોપડી તૈયાર કરવામાં આવી છે.

બાઇબલ સમજવા માટે પહેલાં એ જોઈએ કે એને કઈ રીતે ગોઠવવામાં આવ્યું છે. એ ૬૬ પુસ્તકોનું બનેલું છે. પહેલું પુસ્તક ઉત્પત્તિ. છેલ્લું પુસ્તક પ્રકટીકરણ. બાઇબલને “પવિત્ર શાસ્ત્ર” પણ કહેવાય છે.

બાઇબલ કોણે લખ્યું? બાઇબલ ‘ઈશ્વરની પ્રેરણાથી’ લખાયું છે. (૨ તિમોથી ૩:૧૬) આખું બાઇબલ લગભગ ૧,૬૦૦ વર્ષના ગાળામાં લખાયું હતું. ઈશ્વરે પોતાના વિચારો ૪૦ ભક્તો દ્વારા એમાં લખાવી લીધા. એમાંથી એક ભક્તે લખ્યું: ‘યહોવા મારી મારફતે બોલ્યા અને તેમનું વચન મારી જીભ પર હતું.’ (૨ શમુએલ ૨૩:૨) આમ, વિશ્વના માલિક યહોવા પાસેથી બાઇબલ આવ્યું છે. યહોવા ચાહે છે કે બધા લોકો બાઇબલમાંથી તેમના વિષે શીખે. તેમને સારી રીતે ઓળખે અને દિલથી તેમની ભક્તિ કરે.

બાઇબલ સમજવા એક મહત્ત્વની વાત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આખું બાઇબલ એક મુખ્ય વિષય પર વાત કરે છે: ‘ઈશ્વર યહોવાના રાજમાં જ સર્વનું ભલું છે. ઈશ્વર પોતાના રાજ્યથી એ સાબિત કરશે.’ બાઇબલમાં શરૂઆતથી અંત સુધી કઈ રીતે આ વિષયની વાત થાય છે એ આ ચોપડી ટૂંકમાં જણાવે છે.

તો ચાલો જોઈએ કે દુનિયામાં જાણીતા આ ધર્મગ્રંથનો સંદેશો શું છે.

^ ફકરો. 9 આ ચોપડીમાં ‘ઈ.સ. પૂર્વે’ એટલે ઈસવીસન પૂર્વે. ‘ઈ.સ.’ એટલે ઈસવીસન. બાઇબલના મહત્ત્વના બનાવો કયા વર્ષે બન્યા એ દરેક પાનની નીચે ક્રમવાર જોવા મળશે.