સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૨૪

પાઉલ મંડળોને પત્રો લખે છે

પાઉલ મંડળોને પત્રો લખે છે

પાઉલના પત્રોથી ખ્રિસ્તી મંડળોની શ્રદ્ધા વધે છે

પહેલી સદીમાં ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ હતી. યહોવાનો મકસદ પૂરો કરવામાં એ મંડળો મહત્ત્વનો ભાગ ભજવવાના હતા. પણ એ જમાનાના ખ્રિસ્તીઓનો ખૂબ જ વિરોધ થયો. મંડળમાં પણ અંદરોઅંદર તકલીફ ઊભી થવા લાગી. તેઓ ઈશ્વરને વળગી રહે માટે સલાહ ને ઉત્તેજન આપવા ૨૧ પત્રો લખાયા હતા. એ પત્રો બાઇબલના ગ્રીક શાસ્ત્રમાં જોવા મળે છે.

રોમનથી હિબ્રૂ સુધીના ૧૪ પત્રો પાઉલે લખ્યા હતા. તેમણે અમુક વ્યક્તિ કે મંડળના નામથી એ પત્રો લખ્યા હતા. એમાં પાઉલે શાના વિષે લખ્યું એ જોઈએ.

સારા સંસ્કાર અને વાણી-વર્તન જાળવી રાખો. વ્યભિચાર જેવા પાપ કરનારને ‘ઈશ્વરના રાજ્યના આશીર્વાદો મળશે નહિ.’ (ગલાતી ૫:૧૯-૨૧; ૧ કરિંથી ૬:૯-૧૧) ઈશ્વરના ભક્તો ભલે જુદી જુદી જાતિ કે દેશના હોય, તેઓમાં સંપ હોવો જોઈએ. (રોમનો ૨:૧૧; એફેસી ૪:૧-૬) મંડળમાં એકબીજાને જરૂર પડે તેમ રાજીખુશીથી મદદ કરવી જોઈએ. (૨ કરિંથી ૯:૭) પાઉલે દિલ ઠાલવીને ‘હંમેશા પ્રાર્થના’ કરવાનું ઉત્તેજન આપ્યું. (૧ થેસ્સાલોનિકી ૫:૧૭; ૨ થેસ્સાલોનિકી ૩:૧; ફિલિપી ૪:૬, ૭) પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરીશું તો જ ઈશ્વર સાંભળશે.—હિબ્રૂ ૧૧:૬.

કુટુંબ કઈ રીતે સુખી થઈ શકે? પતિ જેમ પોતાની સંભાળ રાખે છે, તેમ પ્રેમથી પત્નીની સંભાળ રાખવી જોઈએ. પત્નીએ પણ પતિને માન આપવું જોઈએ. બાળકોએ માબાપનું માનવું જોઈએ, ઈશ્વર એ જ ચાહે છે. માબાપે પ્રેમથી બાળકોને યહોવાનું માર્ગદર્શન આપવું જોઈએ. શિખામણ આપવી જોઈએ.—એફેસી ૫:૨૨–૬:૪; કલોસી ૩:૧૮-૨૧.

ઈશ્વરનો મકસદ સમજવા મદદ. મસીહ આવ્યા ત્યાં સુધી મૂસાને આપેલા નિયમો ઇઝરાયલી લોકોનું રક્ષણ કરતા. માર્ગદર્શન આપતા. (ગલાતી ૩:૨૪) પણ ખ્રિસ્તીઓએ હવે એ નિયમો પાળવાની જરૂર નથી. એ જણાવવા પાઉલે હિબ્રૂ મંડળને પત્ર લખ્યો હતો. એ મંડળના ખ્રિસ્તીઓ અગાઉ યહુદી હતા. પાઉલે તેઓને સમજાવ્યું કે નિયમો શા માટે આપવામાં આવ્યા હતા. નિયમોમાં જે ગોઠવણ હતી એ શાને રજૂ કરે છે એ પણ સમજાવ્યું. દાખલા તરીકે, પ્રાણીઓનું બલિદાન ઈસુની કુરબાનીને રજૂ કરતું હતું. એ કુરબાનીથી મનુષ્યને પાપોની માફી મળે છે. (હિબ્રૂ ૧૦:૧-૪) આમ પાઉલે સમજાવ્યું કે ઈસુમાં કઈ રીતે ઈશ્વરનો મકસદ પૂરો થયો. ઈસુએ આપેલી કુરબાનીને લીધે મૂસાને આપેલા નિયમોની હવે જરૂર ન હતી. એટલે યહોવાએ એ નિયમો રદ કર્યા.—કલોસી ૨:૧૩-૧૭; હિબ્રૂ ૮:૧૩.

મંડળની સંભાળ રાખવા માર્ગદર્શન. મંડળમાં રાજીખુશીથી સેવા કરવા ચાહતા હોય એવા પુરુષોને જવાબદારી સોંપવામાં આવી. એ માટે તેઓએ ઈશ્વરે જણાવેલા ઊંચા ધોરણો પ્રમાણે ચાલવાનું હતું. (૧ તિમોથી ૩:૧-૧૦, ૧૨, ૧૩; તિતસ ૧:૫-૯) યહોવાના ભક્તોએ નિયમિત ભેગા મળવું જોઈએ. એકબીજાની શ્રદ્ધા મજબૂત કરવી જોઈએ. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) એ સત્સંગમાં બધાને માર્ગદર્શન અને ઉત્તેજન મળવું જોઈએ.—૧ કરિંથી ૧૪:૨૬, ૩૧.

રોમમાં પાઉલને નજરકેદમાં રાખ્યા હતા ત્યારે, તેમણે તિમોથીને બીજો પત્ર લખ્યો. પાઉલ પોતાને ન્યાય મળે એની રાહ જોતા હતા. અમુક હિંમતવાન શિષ્યોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને તેમની મુલાકાત લીધી. પાઉલ જાણતા હતા કે પોતાના જીવનની ઘડીઓ ગણાઈ રહી છે. એટલે તેમણે લખ્યું: ‘ઈશ્વરની ખાતર હું સારી લડાઈ લડ્યો છું. મેં દોડ પૂરી કરી છે. વિશ્વાસ રાખ્યો છે.’ (૨ તિમોથી ૪:૭) એવું લાગે છે કે એ પત્ર લખ્યાના થોડા સમય પછી તે શહીદ થયા. પાઉલના એ પત્રોથી આજે પણ યહોવાના ભક્તોને લાભ થાય છે.

આ માહિતી રોમનો; ૧ કરિંથી; ૨ કરિંથી; ગલાતી; એફેસી; ફિલિપી; કલોસી; ૧ થેસ્સાલોનિકી; ૨ થેસ્સાલોનિકી; ૧ તિમોથી; ૨ તિમોથી; તિતસ; ફિલેમોન; હિબ્રૂમાંથી છે.