સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલનો—સંદેશો એક ઝલક

બાઇબલનો—સંદેશો એક ઝલક
  1. ૧. યહોવાએ આદમ અને હવાને બનાવ્યા. સુંદર ધરતી પર અમર જીવનનો મોકો આપ્યો. શેતાને જૂઠું બોલીને યહોવાનું નામ બદનામ કર્યું. યહોવાના રાજ સામે વાંધો ઉઠાવ્યો. આદમ અને હવાએ પણ શેતાન સાથે જોડાઈને પાપ કર્યું. હાથે કરીને મરણ લાવ્યા. ત્યારથી તેઓના વંશમાંથી આવેલા સર્વ મનુષ્યમાં પાપ અને મરણ આવ્યું

  2. ૨. યહોવાએ ત્રણેય દુશ્મનોને સજા ફરમાવી. પણ તેમણે એક સંતાન કે તારણહારનું વચન આપ્યું. તે શેતાનનો નાશ કરશે. મનુષ્યને પાપ અને મરણમાંથી છોડાવશે

  3. ૩. યહોવાએ ઇબ્રાહિમ અને દાઉદને વચન આપ્યું કે તેઓના વંશમાંથી સંતાન કે મસીહ આવશે. તે હંમેશ માટે રાજ કરશે

  4. ૪. યહોવાએ અમુક ભક્તો દ્વારા જણાવ્યું કે દુનિયામાંથી મસીહ પાપ અને મરણ મિટાવી દેશે. ઈશ્વરના રાજ્યમાં મસીહ અને તેમના સાથીદારો રાજ કરશે. તેઓ લડાઈનો અંત લાવશે. બીમારી અને મરણ હશે જ નહિ

  5. ૫. યહોવાએ પોતાના દીકરા ઈસુને પૃથ્વી પર મોકલ્યા. ઈસુની મસીહ તરીકે ઓળખ આપી. ઈસુએ લોકોને યહોવાના રાજ્ય વિષે શીખવ્યું. લોકો માટે પોતાનો જીવ આપી દીધો. યહોવાએ ઈસુને સ્વર્ગમાં સજીવન કર્યા

  6. ૬. યહોવાએ સ્વર્ગમાં ઈસુને રાજા બનાવ્યા. એ સમયથી દુષ્ટ જગતના દિવસો ગણાવા લાગ્યા. ધરતીના ખૂણે ખૂણે ઈશ્વરના રાજ્ય વિષે જણાવવા ઈસુ તેમના પગલે ચાલનારાઓને માર્ગદર્શન આપે છે

  7. ૭. યહોવા કહેશે ત્યારે ઈસુ ધરતી પર પણ રાજ કરશે. તે દુનિયાની બધી સરકારોને મિટાવી દેશે. આખી ધરતી સુંદર બનાવી દેશે. સુખ-શાંતિ લાવશે. માણસને પાપ અને મરણમાંથી છોડાવશે. કાયમ માટે યહોવાનું નામ પવિત્ર મનાવશે. એ સાબિત થઈ જશે કે યહોવાના રાજમાં જ સર્વનું ભલું છે