સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૧

ભગવાનનું સાંભળવા શું કરવું જોઈએ?

ભગવાનનું સાંભળવા શું કરવું જોઈએ?

બાઇબલ વડે ભગવાન આપણી સાથે વાત કરે છે. ૨ તિમોથી ૩:૧૬

ભગવાને પોતાના વિચારો અમુક ભક્તોને લખવા કીધું. એ વિચારો પવિત્ર બાઇબલમાં છે. એમાં તમારા માટે જરૂરી સંદેશો છે. ભગવાન ચાહે છે કે તમે એ જાણો.

ભગવાન કાયમ આપણું ભલું ચાહે છે. તેમનું સાંભળીને આપણે સાચે જ સમજુ બનીશું.—નીતિવચનો ૧:૫.

ધરતી પર દરેક જણ બાઇબલ વાંચે, એવું ભગવાન ચાહે છે. આજે બાઇબલ ઘણી બધી ભાષાઓમાં છે.

ભગવાનનો સંદેશો જાણવો હોય તો, બાઇબલ વાંચો અને સમજો.

આખી દુનિયામાં લોકો ભગવાનનો સંદેશો સાંભળે છે. માથ્થી ૨૮:૧૯

યહોવાના સાક્ષીઓ તમને બાઇબલનો સંદેશો સમજવા મદદ કરશે.

તેઓ આખી દુનિયામાં લોકોને સાચા ભગવાન વિષે શીખવે છે.

એ શીખવા તમારે પૈસા આપવા નહિ પડે. ભગવાન વિષે શીખવા તમે યહોવાના સાક્ષીઓની સભાઓમાં પણ જઈ શકો.