સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૨

આપણા ભગવાન કોણ?

આપણા ભગવાન કોણ?

ભગવાનનું નામ યહોવા છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) આપણે તેમને જોઈ શકતા નથી, કેમ કે તે આપણી જેમ હાડ-માંસના બનેલા નથી. યહોવાને આપણા પર ખૂબ પ્રેમ છે. તે ચાહે છે કે આપણે પણ તેમને પ્રેમ કરીએ. તે એમ પણ ચાહે છે કે આપણે બધા લોકો પર પ્રેમ રાખીએ. (માથ્થી ૨૨:૩૫-૪૦) તેમણે બધું સરજન કર્યું છે, તે જ આપણા માલિક છે.

યહોવાએ સ્વર્ગમાં સૌથી પહેલા એક શક્તિશાળી દૂતનું સરજન કર્યું, જે પછી ઈસુ તરીકે ઓળખાયા. યહોવાએ બીજા દૂતો પણ બનાવ્યા.

યહોવા ભગવાને સ્વર્ગમાં બધું બનાવ્યું. યહોવા ભગવાને ધરતી પર બધું બનાવ્યું. પ્રકટીકરણ ૪:૧૧

યહોવાએ ચાંદ-તારા, ધરતી અને એમાંની બધી ચીજો બનાવી.—ઉત્પત્તિ ૧:૧.

તેમણે ધરતીની માટીમાંથી પહેલો માણસ આદમ બનાવ્યો.—ઉત્પત્તિ ૨:૭.