સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૬

મોટું પૂર, એમાંથી શું શીખવા મળે છે?

મોટું પૂર, એમાંથી શું શીખવા મળે છે?

ભગવાને ખરાબ લોકોનો નાશ કરી દીધો, પણ નૂહ અને તેમના કુટુંબને બચાવી લીધા. ઉત્પત્તિ ૭:૧૧, ૧૨, ૨૩

ચાળીસ દિવસ અને ચાળીસ રાત વરસાદ પડ્યો. આખી ધરતી પાણીમાં ડૂબી ગઈ. બધા ખરાબ લોકો મરી ગયા.

ખરાબ દૂતોએ માણસનું રૂપ છોડીને ફરીથી દૂતનું રૂપ લીધું. તેઓ વધારે ખરાબ કામ કરતા ગયા.

વહાણમાં હતા તેઓ બચી ગયા. સમય જતાં, નૂહ અને તેમના કુટુંબના બધા મરણ પામ્યા. પણ ભગવાન તેઓને જીવતા કરશે અને કાયમ માટે જીવવાનો મોકો આપશે.

ભગવાન ફરીથી ખરાબ લોકોનો નાશ કરશે, પણ સારા લોકોને બચાવી લેશે. માથ્થી ૨૪:૩૭-૩૯

શેતાન અને ખરાબ દૂતો હજી લોકોને ભમાવે છે.

નૂહના દિવસોની જેમ, આજે પણ ઘણા લોકો યહોવાનું સાંભળતા નથી. જલદી જ યહોવા બધા ખરાબ લોકોનો નાશ કરશે.—૨ પિતર ૨:૫, ૬.

આજે અમુક લોકો નૂહ જેવા છે. તેઓ ભગવાનનું સાંભળે છે, એ રીતે જીવે છે. એ લોકો યહોવાના સાક્ષીઓ છે.