સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૮

ઈસુના મરણથી આવતા આશીર્વાદો

ઈસુના મરણથી આવતા આશીર્વાદો

ઈસુ મરણ પામ્યા, જેથી આપણે કાયમ માટે જીવી શકીએ. યોહાન ૩:૧૬

ઈસુના મરણના ત્રણ દિવસ પછી, અમુક સ્ત્રીઓ તેમની કબરે ગઈ. પણ કબર તો ખાલી હતી! યહોવાએ ઈસુને જીવતા કર્યા હતા.

જીવતા થયેલા ઈસુ પોતાના અમુક શિષ્યોને મળ્યા.

યહોવાએ ઈસુને શક્તિશાળી સ્વર્ગદૂત તરીકે જીવતા કર્યા હતા. શિષ્યોએ તેમને સ્વર્ગમાં જતા જોયા.

યહોવાએ ઈસુને જીવતા કર્યા અને પોતાના રાજ્યના રાજા બનાવ્યા. દાનિયેલ ૭:૧૩, ૧૪

માનવીને પાપ અને મરણમાંથી છોડાવવા ઈસુએ જીવન આપી દીધું. (માથ્થી ૨૦:૨૮) આ રીતે યહોવાએ આપણા માટે અમર જીવનનો માર્ગ ખોલી દીધો.

યહોવાએ ઈસુને આખી ધરતીના રાજા બનાવ્યા છે. તેમની સાથે એક લાખ ચુમાળીસ હજાર ઈશ્વરભક્તો પણ રાજ કરશે. તેઓ ધરતી પરથી પસંદ થયા છે. તેઓ ગુજરી ગયા પછી સ્વર્ગમાં જીવતા કરાશે. તેઓ ઈસુ સાથે મળીને યહોવાનું રાજ્ય ચલાવશે. એ રાજ્ય સૌથી સારું હશે.—પ્રકટીકરણ ૧૪:૧-૩.

ભગવાનના રાજમાં ધરતી સુંદર બની જશે. એ સમયે લડાઈ, ગુનો, ગરીબી અને ભૂખમરો હશે જ નહિ. લોકો સુખેથી જીવશે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.