સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની ઇચ્છા શું છે?

ઈશ્વરની ઇચ્છા શું છે?

ઈશ્વર ચાહે છે કે આપણે સુંદર પૃથ્વી પર સુખ-શાંતિથી કાયમ માટે જીવીએ.

તમને કદાચ સવાલ થશે કે ‘એવું કઈ રીતે બની શકે?’ બાઇબલ જણાવે છે કે ઈશ્વરનું રાજ્ય એ આશીર્વાદો લાવશે. એ માટે ઈશ્વર ચાહે છે કે બધા જ લોકો તેમના હેતુ વિશે અને તેમના રાજ્ય વિશે શીખે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯; યશાયા ૯:૭.

ઈશ્વર આપણું ભલું ચાહે છે.

જેમ એક પ્રેમાળ પિતા પોતાનાં બાળકોનું ભલું ચાહે છે, તેમ પ્રેમાળ ઈશ્વર આપણું ભલું ચાહે છે. તે ચાહે છે કે આપણે સુખચેનમાં કાયમ માટે જીવીએ. (યશાયા ૪૮:૧૭, ૧૮) ઈશ્વરે બાઇબલમાં વચન આપ્યું છે કે ‘જે તેમની ઇચ્છા પ્રમાણે કરશે, તે સદા રહેશે.’—૧ યોહાન ૨:૧૭.

ઈશ્વર ચાહે છે કે આપણે તેમના માર્ગમાં ચાલીએ.

બાઇબલ જણાવે છે કે ઈશ્વર ‘તેમના માર્ગ વિશે આપણને શીખવવા ચાહે છે, જેથી તેમના રસ્તામાં ચાલી શકીએ.’ (યશાયા ૨:૨, ૩) ઈશ્વરે ‘પોતાના નામથી’ ઓળખાતા લોકોને કામ સોંપ્યું છે કે તેઓ ઈશ્વરની ઇચ્છા વિશે બધાને જણાવે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪.

ઈશ્વર ચાહે છે કે આપણે એકતાથી તેમની ભક્તિ કરીએ.

યહોવાની ભક્તિ લોકોમાં ભાગલા પાડતી નથી, પણ સંપ લાવે છે. તેમના ભક્તોમાં ખરો પ્રેમ જોવા મળે છે. (યોહાન ૧૩:૩૫) કઈ રીતે યહોવા ઈશ્વરની ભક્તિ એકતાથી કરવી, એ આજે દુનિયામાં કોણ શીખવે છે? એ જાણવા તમને આ ચોપડી વાંચવાનું અમે ઉત્તેજન આપીએ છીએ.