સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૪

અમે કેમ પોતાનું બાઇબલ બહાર પાડ્યું?

અમે કેમ પોતાનું બાઇબલ બહાર પાડ્યું?

કૉંગૉ (કિન્શાસા)

રુવાન્ડા

ત્રીજી કે ચોથી સદીની સીમાક્સ હસ્તપ્રતમાં ઈશ્વરનું નામ “યહોવા” ગીતશાસ્ત્ર ૬૯:૩૧માં જોવા મળે છે

યહોવાના સાક્ષીઓ તરીકે અમે વર્ષોથી અલગ-અલગ બાઇબલ અનુવાદ વાપરતા, છાપતા અને એનું વિતરણ કરતા હતા. પરંતુ, એવા બાઇબલની જરૂર હતી જેને વાંચીને બધા લોકો “સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત” કરી શકે. ઈશ્વર એ જ ચાહે છે. (૧ તીમોથી ૨:૩, ૪) એટલે, ૧૯૫૦થી અમે સરળ અંગ્રેજીમાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલના ભાગો બહાર પાડવાનું શરૂ કર્યું. આજ સુધીમાં, ૧૩૦થી વધારે ભાષાઓમાં એનું ભાષાંતર કરવામાં આવ્યું છે. મૂળ લખાણોને વળગી રહેવા ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. *

સહેલાઈથી સમજી શકાય એવા બાઇબલની જરૂરિયાત ઊભી થઈ. શા માટે? ઘણાં બાઇબલમાં જૂના અને અઘરા શબ્દો હતા. તેમ જ, સમયની સાથે ભાષા બદલાતી રહે છે. એ ઉપરાંત, મૂળ લખાણની નજીક હોય એવી હસ્તપ્રતો આજે મળી આવી છે. એની મદદથી બાઇબલ સમયની હિબ્રૂ, અરામી અને ગ્રીક ભાષાની વધુ સારી સમજણ મળી છે.

ઈશ્વરના સંદેશની સુમેળમાં હોય એવા બાઇબલની જરૂર પડી. બાઇબલ અનુવાદકોએ ભાષાંતર કરતી વખતે મૂળ લખાણને વળગી રહેવું જોઈએ. જ્યારે કે અનુવાદકોએ મોટા ભાગના બાઇબલમાંથી ઈશ્વરનું નામ “યહોવા” સાવ કાઢી નાખ્યું છે.

ઈશ્વરને મહિમા આપે એવા બાઇબલની જરૂરિયાત ઊભી થઈ. (૨ શમૂએલ ૨૩:૨) બાઇબલની સૌથી જૂની હસ્તપ્રતોમાં ૭,૦૦૦થી વધારે વખત ઈશ્વરનું નામ “યહોવા” હતું. નીચે આપેલા હસ્તપ્રતના ચિત્રમાં એક દાખલો બતાવવામાં આવ્યો છે. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલમાં ઈશ્વરનું નામ એની ખરી જગ્યાએ પાછું મૂકવામાં આવ્યું છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) એ બાઇબલ માટે સંશોધન કરવા વર્ષોથી જે મહેનત કરવામાં આવી છે, એનું સારું પરિણામ આવ્યું છે. એમાં ઈશ્વરના ખરા વિચારો સહેલાઈથી સમજી શકાય છે અને એ વાંચવામાં આનંદ આવે છે. તમારી ભાષામાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન હોય કે ન હોય, છતાં પણ દરરોજ બાઇબલ વાંચવાનું તમને ઉત્તેજન આપીએ છીએ.—યહોશુઆ ૧:૮; ગીતશાસ્ત્ર ૧:૨, ૩.

  • શા માટે નવા બાઇબલની જરૂર પડી?

  • ઈશ્વરની ઇચ્છા જાણવા આપણે દરરોજ શું કરવું જોઈએ?

^ ફકરો. 3 ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલ ગુજરાતીમાં નથી. પણ બીજી અનેક ભાષાઓમાં છે, જેનો તમે લાભ લઈ શકો.