સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૬

સાથી ભાઈ-બહેનોની સંગત રાખવાથી કેવો લાભ થાય છે?

સાથી ભાઈ-બહેનોની સંગત રાખવાથી કેવો લાભ થાય છે?

માડાગાસ્કર

નૉર્વે

લેબેનન

ઇટાલી

ભલે ગીચ જંગલમાંથી જવાનું હોય કે તડકો, વરસાદ અથવા ઠંડી હોય, અમે નિયમિત રીતે અમારી સભાઓમાં જઈએ છીએ. બધાની જેમ યહોવાના સાક્ષીઓના જીવનમાં પણ તકલીફો હોય છે, આખો દિવસ કામ કરીને તેઓ પણ થાકી ગયા હોય છે. તોપણ, શા માટે તેઓ મંડળના ભાઈ-બહેનોને સભામાં મળવા આટલી મહેનત કરે છે?

એ અમારા ભલા માટે છે. પ્રેરિત પાઊલે મંડળના ભાઈ-બહેનોને જણાવ્યું કે “એકબીજાનો વિચાર કરીએ.” (હિબ્રૂ ૧૦:૨૪) એનો અર્થ થાય કે એકબીજાને સારી રીતે ઓળખવા જોઈએ. એટલે, બીજાઓનું ધ્યાન રાખવા પાઊલના શબ્દો અમને ઉત્તેજન આપે છે. મંડળના ભાઈ-બહેનોને સારી રીતે ઓળખવાથી જાણવા મળે છે કે તેઓમાંથી અમુકને અમારા જેવી જ મુશ્કેલીઓ હતી. પણ તેઓ સફળતાથી એનો સામનો કરી શક્યા છે. તેઓ અમને પણ મુશ્કેલીમાંથી બહાર આવવા મદદ કરી શકે છે.

એનાથી એકબીજાના ગાઢ મિત્રો બનીએ છીએ. અમારી સભાઓમાં બધા ભાઈ-બહેનો નામ પૂરતા જ નહિ, પણ ખાસ મિત્રો છે. કેટલીક વાર અમે સાથે મળીને સારા મનોરંજનની મજા માણીએ છીએ. આવી સંગત રાખવાથી કેવો લાભ થાય છે? અમે એકબીજાની કદર કરતા શીખીએ છીએ અને અમારા પ્રેમનું બંધન મજબૂત થાય છે. જ્યારે અમારા સાથી ભાઈ-બહેનો કોઈ મુશ્કેલીમાં હોય, ત્યારે અમે ગાઢ મિત્રો હોવાથી તરત જ મદદ કરવા પહોંચી જઈએ છીએ. (નીતિવચનો ૧૭:૧૭) મંડળના બધા ભાઈ-બહેનો સાથે સંગત રાખીને, અમે બતાવીએ છીએ કે અમે એકબીજાની કાળજી રાખીએ છીએ.—૧ કોરીંથી ૧૨:૨૫, ૨૬.

અમે તમને ઉત્તેજન આપીએ છીએ કે એવા મિત્રો પસંદ કરો, જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવે છે. આવા મિત્રો તમને યહોવાના સાક્ષીઓમાં મળશે. અમારી સાથે સંગત રાખવા કોઈ પણ બાબતને વચ્ચે ન આવવા દો.

  • સભાઓમાં ભેગા મળવાથી આપણને કેવો લાભ થાય છે?

  • મંડળની સંગત રાખવા તમે ક્યારે અમારી સભામાં આવશો?