સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૧૦

કુટુંબ તરીકે ભક્તિ એટલે શું?

કુટુંબ તરીકે ભક્તિ એટલે શું?

દક્ષિણ કોરિયા

બ્રાઝિલ

ઑસ્ટ્રેલિયા

ગિની

જૂના જમાનાથી યહોવા ચાહે છે કે દરેક કુટુંબ ભક્તિ માટે સમય કાઢવા ભેગું મળે. એનાથી તેઓની શ્રદ્ધા અને કુટુંબમાં એકબીજા સાથેનો સંબંધ મજબૂત થાય છે. (પુનર્નિયમ ૬:૬, ૭) એટલે યહોવાના સાક્ષીઓ દર અઠવાડિયે કુટુંબ તરીકે ભક્તિ કરવા સમય કાઢે છે. તેઓ કુટુંબની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને એવા વિષય પર નિરાંતે ચર્ચા કરે છે, જેથી તેઓની શ્રદ્ધા મજબૂત થાય. તમે એકલા રહેતા હો તોપણ ઈશ્વર સાથે સમય પસાર કરી શકો. એ માટે તમે બાઇબલમાંથી મનગમતો વિષય પસંદ કરીને અભ્યાસ કરી શકો.

એ સમય યહોવાની નજીક જવાનો છે. બાઇબલ કહે છે: “તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) બાઇબલમાંથી આપણે યહોવાના સ્વભાવ અને તેમનાં કાર્યો વિશે શીખીએ છીએ ત્યારે, તેમને વધારે સારી રીતે ઓળખીએ છીએ. કુટુંબ તરીકે ભક્તિ શરૂ કરવાની એક સહેલી રીત આ છે: સાથે મળીને થોડો સમય મોટેથી બાઇબલ વાંચીએ. એ માટે આપણે આપણું જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાંથી અઠવાડિયાના કાર્યક્રમ પ્રમાણે વાંચી શકીએ. કુટુંબમાં દરેકને અમુક ભાગ વાંચવા માટે કહી શકીએ. પછી બધા જણાવી શકે કે એ બાઇબલ વાંચનમાંથી પોતાને શું શીખવા મળ્યું.

એ સમય કુટુંબમાં એકબીજા સાથે સંબંધ મજબૂત કરવાનો છે. કુટુંબ તરીકે બાઇબલનો અભ્યાસ કરવાથી પતિ-પત્ની, માબાપ અને બાળકો વચ્ચેનો સંબંધ મજબૂત થાય છે. એ સમય આનંદ અને શાંતિભર્યો હોવો જોઈએ, જેની દર અઠવાડિયે આતુરતાથી બધા રાહ જોતા હોય. બાળકોની ઉંમર અને તેઓની જરૂરિયાત ધ્યાનમાં રાખીને, માબાપ યોગ્ય વિષયની ચર્ચા કરી શકે. એ માટે તેઓ ચોકીબુરજ અને સજાગ બનો! અથવા આપણી વેબસાઇટ jw.org પરથી અમુક લેખો પસંદ કરી શકે. બાળકોને શાળામાં કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય તો, એને કઈ રીતે હલ કરવી એ વિશે પણ તમે વાત કરી શકો. અથવા તમે tv.pr418.com પરથી બ્રૉડકાસ્ટિંગનો કોઈ કાર્યક્રમ સાથે મળીને જોયા પછી એની ચર્ચા કરો. અથવા સભામાં જે ગીતો ગાવાના હોઈએ એની પ્રૅક્ટિસ કરી શકો. કુટુંબ તરીકે ભક્તિ કર્યા પછી નાસ્તો પણ લઈ શકો.

દર અઠવાડિયે યહોવાની ભક્તિ માટે આવો ખાસ સમય આપવાથી, કુટુંબમાં બધા બાઇબલ અભ્યાસની મજા માણી શકશે. તમારા પ્રયત્નો પર યહોવા જરૂર આશીર્વાદ આપશે.—ગીતશાસ્ત્ર ૧:૧-૩.

  • કુટુંબ તરીકે ભક્તિ કરવા આપણે કેમ સમય કાઢવો જોઈએ?

  • કુટુંબ તરીકે ભક્તિ કરવામાં બધાને મજા આવે એ માટે માબાપ શું કરી શકે?