સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૧૧

અમે કેમ મોટાં સંમેલનોમાં જઈએ છીએ?

અમે કેમ મોટાં સંમેલનોમાં જઈએ છીએ?

મેક્સિકો

જર્મની

બોટ્‌સ્વાના

નિકારાગુઆ

ઇટાલી

આ લોકો કેમ આટલા આનંદી દેખાય છે? તેઓ સંમેલનનો આનંદ માણી રહ્યા છે. બાઇબલના સમયમાં ઈશ્વરભક્તોને આજ્ઞા કરવામાં આવી હતી કે વર્ષમાં ત્રણ વાર ભક્તિ માટે ભેગા મળે. એવી જ રીતે, અમે પણ સંમેલનોમાં ભેગા થઈએ છીએ. એની અમે આતુરતાથી રાહ જોઈએ છીએ. (પુનર્નિયમ ૧૬:૧૬) દર વર્ષે ત્રણ સંમેલનો હોય છે: એક દિવસના બે સરકીટ સંમેલન અને ત્રણ દિવસનું મહાસંમેલન. એનાથી અમને શું લાભ થાય છે?

એનાથી અમારો સંપ વધે છે. ઈસ્રાએલીઓ ‘સંમેલનોમાં’ ભેગા મળીને યહોવાની ભક્તિનો આનંદ માણતા. એ જ રીતે, અમે પણ આવા ખાસ પ્રસંગોએ ભેગા મળીને ભક્તિનો આનંદ માણીએ છીએ. (ગીતશાસ્ત્ર ૨૬:૧૨; ૧૧૧:૧) આ સંમેલનોમાં બીજાં મંડળોના કે બીજા દેશોના સાક્ષી ભાઈ-બહેનોની સંગત માણવાનો સરસ મોકો મળે છે. તેમ જ, સંમેલનમાં બપોરે ભોજનના સમયે નવા નવા મિત્રો બનાવવાની સરસ તક મળે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૨) ત્યાં અમે એવો પ્રેમ અનુભવીએ છીએ, જે દુનિયાભરના ભાઈ-બહેનોને સંપમાં લાવે છે.—૧ પીતર ૨:૧૭.

એનાથી અમને ઈશ્વરભક્તિમાં આગળ વધવા મદદ મળે છે. ઈસ્રાએલીઓને શાસ્ત્રવચનોમાંથી ‘સમજણ’ આપવામાં આવી ત્યારે તેઓને લાભ થયો. (નહેમ્યા ૮:૮, ૧૨) સંમેલનોમાં બાઇબલમાંથી જે શીખવવામાં આવે છે એની અમે પણ કદર કરીએ છીએ. દરેક સંમેલનનો વિષય બાઇબલમાંથી પસંદ કરવામાં આવે છે. એમાં રસપ્રદ પ્રવચનો અને પરિસંવાદ હોય છે. અનુભવો અને દૃશ્યો પણ બતાવવામાં આવે છે. આ બધાથી અમને શીખવા મળે છે કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કઈ રીતે જીવવું. આ દુષ્ટ દુનિયામાં ભાઈ-બહેનો સફળતાથી મુશ્કેલીઓનો સામનો કરી શક્યા છે, એ અનુભવો સાંભળીને અમને ઉત્તેજન મળે છે. મહાસંમેલનમાં બાઇબલ સમયનું નાટક હોય છે. એ નાટક બાઇબલના બનાવોને જીવંત બનાવે છે અને બોધપાઠ શીખવે છે. જેઓએ યહોવાની ભક્તિ કરવાનો પાકો નિર્ણય લીધો હોય, તેઓ માટે દરેક સંમેલનમાં બાપ્તિસ્મા લેવાની ગોઠવણ કરવામાં આવે છે.

  • સંમેલન શા માટે આનંદનો પ્રસંગ હોય છે?

  • તમે સંમેલનમાં આવશો તો શો ફાયદો થશે?