સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૧૪

પાયોનિયરો માટે કઈ શાળાઓ છે?

પાયોનિયરો માટે કઈ શાળાઓ છે?

અમેરિકા

ગિલયડ શાળ, પૅટરસન, ન્યૂ યૉર્ક

પનામા

વર્ષોથી યહોવાના સાક્ષીઓ ઈશ્વરનું શિક્ષણ આપવા માટે જાણીતા છે. જેઓ પૂરો સમય સેવા કાર્યમાં ભાગ લે છે તેઓ માટે ખાસ શાળાઓની ગોઠવણ કરવામાં આવી છે, જેથી ‘સેવાકાર્ય પૂર્ણ કરી’ શકે.—૨ તીમોથી ૪:૫.

પાયોનિયર શાળા. એક વર્ષ નિયમિત પાયોનિયરીંગ કર્યા પછી વ્યક્તિને છ દિવસની શાળામાં જવાનું આમંત્રણ મળે છે, જે કદાચ નજીકના પ્રાર્થનાઘરમાં રાખવામાં આવે છે. આ સ્કૂલનો હેતુ છે કે પાયોનિયરને યહોવા સાથે મજબૂત સંબંધ બાંધવા, પ્રચારકાર્યમાં અસરકારક બનવા અને પૂરા સમયની સેવા ચાલુ રાખવા મદદ મળે.

રાજ્ય પ્રચારકો માટે શાળા. બે મહિનાની આ શાળાથી એવા અનુભવી પાયોનિયરોને તાલીમ મળે છે, જેઓ પોતાનું ઘર છોડીને વધારે જરૂર હોય એવા વિસ્તારોમાં પ્રચાર કરવા ચાહે છે. તેઓ મહાન પ્રચારક ઈસુ ખ્રિસ્તનું અનુકરણ કરતા આમ કહે છે: “હું આ રહ્યો; મને મોકલ.” (યશાયા ૬:૮; યોહાન ૭:૨૯) ઘરથી દૂર જવા તેઓ સાદું જીવન, અલગ પ્રકારની રહેણી-કરણી, હવામાન અને ખોરાક માટે તૈયાર હોવા જોઈએ. કદાચ નવી ભાષા શીખવી પડે. આ શાળા ૨૩થી ૬૫ વર્ષના યુગલો અને કુંવારા ભાઈ-બહેનોને યોગ્ય ગુણો કેળવવા મદદ કરે છે, જેથી તેઓ પોતાની સોંપણી પૂરી કરી શકે. તેમ જ, યહોવા અને તેમના સંગઠન દ્વારા તેઓનો વધારે ઉપયોગ થઈ શકે, એ માટે આવડત કેળવવા મદદ કરે છે.

ગિલયડ શાળા. હિબ્રૂ શબ્દ “ગિલયડ”નો અર્થ “સાક્ષી” સાથે જોડાયેલો છે. ૧૯૪૩થી આજ સુધી, ૮,૦૦૦થી વધારે તાલીમ પામેલા મિશનરીઓને “પૃથ્વીના છેડા સુધી” મોકલવામાં આવ્યા છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૭) તેઓએ આપેલી સાક્ષીનું ઘણું સારું પરિણામ આવ્યું છે. જેમ કે, મિશનરીઓ પહેલી વાર પેરુમાં ગયા ત્યારે ત્યાં કોઈ મંડળ ન હતું. પણ આજે ત્યાં ૧,૦૦૦ જેટલાં મંડળ છે. મિશનરીઓ જાપાનમાં સેવા આપવા લાગ્યા ત્યારે, ત્યાં દસથી ઓછા સાક્ષીઓ હતા. પણ આજે ત્યાં બે લાખથી પણ વધારે સાક્ષીઓ છે. પાંચ મહિનાની આ સ્કૂલમાં બાઇબલનો ઊંડો અભ્યાસ કરવામાં આવે છે. એમાં ખાસ પાયોનિયર, ફિલ્ડ મિશનરી, સરકીટ નિરીક્ષક અને શાખા કચેરીમાં સેવા આપતા ભાઈ-બહેનોને આમંત્રણ મળે છે. આખી દુનિયામાં ચાલતા સેવાકાર્યને સ્થિર અને મજબૂત કરવા તેઓને તાલીમ આપવામાં આવે છે.

  • પાયોનિયર શાળાનો હેતુ શું છે?

  • રાજ્ય પ્રચારકો માટેની શાળામાં કોણ જઈ શકે?