સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૧૯

વિશ્વાસુ અને સમજુ ચાકર કોણ છે?

વિશ્વાસુ અને સમજુ ચાકર કોણ છે?

ઈશ્વરના જ્ઞાનથી આપણ સર્વને લાભ થાય છે

પોતાના મરણના થોડા સમય પહેલાં, ઈસુ તેમના શિષ્યો પીતર, યાકૂબ, યોહાન અને આંદ્રિયા સાથે વાત કરતા હતા. દુષ્ટ જગતના છેલ્લા દિવસોમાં પોતે સ્વર્ગમાં રાજા બનશે એની નિશાનીઓ આપ્યા પછી, તેમણે આ મહત્ત્વનો સવાલ કર્યો: “જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાંને વખતસર ખાવાનું આપવા માટે પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ અને સમજુ ચાકર કોણ છે?” (માથ્થી ૨૪:૩, ૪૫; માર્ક ૧૩:૩, ૪) અહીં ઈસુ ખોરાકની વાત કરતા ન હતા, પણ ઈશ્વરના જ્ઞાનને ખોરાક સાથે સરખાવતા હતા. ઈસુએ પોતાના શિષ્યોને ખાતરી આપી કે પોતે તેઓના ‘ધણી’ તરીકે ચાકરને પસંદ કરશે; એ અંતના સમયમાં ધરતી પરના શિષ્યોને નિયમિત ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડશે. તો આ ચાકરમાં કોણ હશે?

ઈસુના પગલે ચાલનારા અભિષિક્તોનું એક નાનું નિયામક જૂથ છે, જે ચાકર તરીકે ઓળખાઈ આવે છે. “વિશ્વાસુ અને સમજુ ચાકર” જેવો ભાગ ભજવતું નિયામક જૂથ બીજા ઈશ્વરભક્તોને યહોવાના જ્ઞાનનો જાણે સમયસરનો ખોરાક આપતું રહે છે. આ જૂથ “યોગ્ય સમયે” આપણને ઈશ્વરની શક્તિનું માર્ગદર્શન પૂરું પાડે છે, જે માટે આપણે એના પર પૂરેપૂરા નભીએ છીએ.—લુક ૧૨:૪૨.

ઈશ્વરના ઘરનાની સંભાળ રાખે છે. (૧ તીમોથી ૩:૧૫) ઈસુએ ચાકરને આ ભારે જવાબદારી સોંપી છે: ધરતી પર યહોવાના સંગઠનની સર્વ સંપત્તિની સંભાળ રાખવી, પ્રચારકાર્ય માટે માર્ગદર્શન આપવું અને મંડળો દ્વારા આપણને શિક્ષણ પૂરું પાડવું. આપણને ઈશ્વરના જે જ્ઞાનની જરૂર છે, એ “વિશ્વાસુ અને સમજુ ચાકર” કેવી રીતે પૂરું પાડે છે? સભા-સંમેલનો અને આપણે પ્રચારમાં જે સાહિત્ય વાપરીએ છીએ એના દ્વારા.

આ ચાકર, બાઇબલ સત્યને અને ખુશખબર ફેલાવવાના કાર્યને વફાદાર રહે છે. આમ તેઓ વિશ્વાસુ છે. ઈસુ ખ્રિસ્તે સોંપેલી પૃથ્વી પરની સર્વ જવાબદારી તેઓ સમજી વિચારીને ઉપાડે છે. આમ તેઓ સમજુ છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૨) તેઓ પર યહોવાનો આશીર્વાદ છે. એટલે તેઓ પુષ્કળ સાહિત્ય દ્વારા ઈશ્વરનું શિક્ષણ પૂરું પાડે છે અને ઘણા લોકો સત્યમાં આવે છે.—યશાયા ૬૦:૨૨; ૬૫:૧૩.

  • પોતાના શિષ્યોને ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડવા ઈસુએ કોને પસંદ કર્યા છે?

  • કઈ રીતે ચાકર વિશ્વાસુ અને સમજુ છે?