સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨૦

નિયામક જૂથ આજે કઈ રીતે કામ કરે છે?

નિયામક જૂથ આજે કઈ રીતે કામ કરે છે?

પહેલી સદીનું નિયામક જૂથ

નિયામક જૂથનો પત્ર વાંચે છે

પહેલી સદીમાં નિયામક જૂથ “યરૂશાલેમમાંના પ્રેરિતો તથા વડીલો”નું બનેલું હતું. તેઓ અભિષિક્ત ખ્રિસ્તી મંડળ વતી મહત્ત્વના નિર્ણયો લેતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨) શાસ્ત્રને આધારે કરેલી ચર્ચા અને ઈશ્વરની પવિત્ર શક્તિની દોરવણીને લીધે તેઓ એકમતે નિર્ણય લેતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૫) આજે પણ એવું જ કરવામાં આવે છે.

ઈશ્વર પોતાની ઇચ્છા પૂરી કરવા તેઓનો ઉપયોગ કરે છે. નિયામક જૂથમાં સેવા આપતા અભિષિક્ત ભાઈઓ હંમેશાં બાઇબલના શિક્ષણ પર પૂરું ધ્યાન આપે છે. આપણું ધાર્મિક કાર્ય આગળ ધપાવવાનો અને બાઇબલ માન્યતા વિશેના સવાલોની સમજણ આપવાનો તેઓને ઘણો અનુભવ છે. તેઓ દર અઠવાડિયે ભેગા મળીને ચર્ચા કરે છે કે દુનિયા ફરતે આપણાં ભાઈ-બહેનોને શાની જરૂર છે. પહેલી સદીની જેમ, આજે પણ પત્રો, પ્રવાસી નિરીક્ષકો કે બીજા ભાઈઓ દ્વારા બાઇબલ આધારિત માર્ગદર્શન આપવામાં આવે છે. એનાથી ઈશ્વરના લોકો એકસરખું વિચારે છે અને સંપથી ચાલે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૪, ૫) ઉપરાંત, નિયામક જૂથની દેખરેખ નીચે ઈશ્વરને લગતું શિક્ષણ તૈયાર કરવામાં આવે છે. તેઓ ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાના કામને આગળ ધપાવવા ઉત્તેજન આપે છે. તેઓની દેખરેખ નીચે મંડળના ભાઈઓને વધારે જવાબદારીઓ સોંપવામાં આવે છે.

તેઓ ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે કામ કરે છે. નિયામક જૂથ માર્ગદર્શન માટે, વિશ્વના માલિક યહોવા અને મંડળોના વડા ઈસુ તરફ મીટ માંડે છે. (૧ કોરીંથી ૧૧:૩; એફેસી ૫:૨૩) નિયામક જૂથના ભાઈઓ પોતાને ઈશ્વરભક્તોના આગેવાન ગણતા નથી. બીજા અભિષિક્તોની સાથે સાથે તેઓ પણ “હલવાન [ઈસુ] જ્યાં જાય છે” ત્યાં તેમની પાછળ ચાલે છે. (પ્રકટીકરણ ૧૪:૪) આપણે નિયામક જૂથ માટે પ્રાર્થના કરીએ છીએ, એની તેઓ કદર કરે છે.

  • પહેલી સદીનું નિયામક જૂથ શાનું બનેલું હતું?

  • આજે કઈ રીતે નિયામક જૂથ ઈશ્વરનું માર્ગદર્શન શોધે છે?