સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨૧

બેથેલ શું છે?

બેથેલ શું છે?

આર્ટ વિભાગ, અમેરિકા

જર્મની

કેન્યા

કોલંબિયા

બેથેલ હિબ્રૂ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય ‘ઈશ્વરનું ઘર.’ (ઉત્પત્તિ ૨૮:૧૭, ૧૯) યહોવાના સાક્ષીઓ પ્રચાર કામને ટેકો આપવા અને આગળ વધારવા દુનિયા ફરતે અનેક જગ્યાએ ઑફિસો બાંધીને એનો ઉપયોગ કરે છે. આ જગ્યાઓ માટે બેથેલ શબ્દ એકદમ બંધબેસે છે. અમેરિકાના ન્યૂ યૉર્ક રાજ્યમાં આવેલા યહોવાના સાક્ષીઓના મુખ્યમથકમાં નિયામક જૂથ સેવા આપે છે. ત્યાંથી બીજા દેશોમાં આવેલી શાખા કચેરીઓની દેખરેખ રાખવામાં આવે છે. મુખ્યમથક અને શાખા કચેરીઓમાં સેવા આપતાં ભાઈ-બહેનોને “બેથેલ કુટુંબ” કહેવામાં આવે છે. ત્યાં બધા કુટુંબની જેમ સાથે રહે છે, સાથે કામ કરે છે, સાથે ખાય છે અને સાથે મળીને બાઇબલનો અભ્યાસ કરે છે.—ગીતશાસ્ત્ર ૧૩૩:૧.

એવી અજોડ જગ્યા, જ્યાં બધા રાજી-ખુશીથી ભોગ આપે છે. દરેક બેથેલમાં સેવા આપતાં ભાઈ-બહેનો તન-મનથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા અને તેમના રાજ્યનું કામ આગળ વધારવા પૂરા સમયની સેવા આપે છે. (માથ્થી ૬:૩૩) ત્યાં પગાર હોતો નથી, પણ દરેકને ખિસ્સા-ખર્ચ અને ખોરાક-રહેઠાણની સગવડ આપવામાં આવે છે. બેથેલમાં દરેકને કામ સોંપેલું હોય છે. જેમ કે, પુસ્તકો બનાવવાં (બાઇન્ડિંગ), કપડાં ધોવાં, ઈસ્ત્રી કરવી, સાફસફાઈ, સમારકામ વગેરે. તેઓ ઑફિસ, રસોડું, ડાઇનિંગ રૂમ, છાપખાનું જેવી અલગ અલગ જગ્યાએ કામ કરે છે.

ખુશખબર ફેલાવવાના કાર્યને આગળ વધારવાની જગ્યા. દરેક બેથેલનો હેતુ એ હોય છે કે વધારેને વધારે લોકો સુધી બાઇબલનું સત્ય પહોંચે. આ ચોપડી એનો એક પુરાવો છે. નિયામક જૂથના માર્ગદર્શન હેઠળ આ ચોપડી તૈયાર કરવામાં આવી. પછી કૉમ્પ્યુટર મારફતે દુનિયાભરમાં આવેલી ઘણી ભાષાંતર ટુકડીઓને મોકલવામાં આવી. એ પછી અમુક બેથેલમાં ઝડપથી છાપકામ કરતા પ્રેસમાં છાપવામાં આવી. ત્યાર બાદ એક લાખ દસ હજારથી પણ વધારે મંડળોમાં આ ચોપડી મોકલવામાં આવી. આમ, શરૂઆતથી અંત સુધી બેથેલ કુટુંબ ખુશખબર ફેલાવવાના મુખ્ય કાર્યને પૂરો ટેકો આપે છે.—માર્ક ૧૩:૧૦.

  • બેથેલમાં કોણ સેવા આપે છે? તેઓ માટે ત્યાં કેવી સગવડ કરવામાં આવી છે?

  • દરેક બેથેલમાં કયા સૌથી મહત્ત્વના કાર્યને ટેકો આપવામાં આવે છે?