સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨૨

શાખા કચેરીમાં શું કામ કરવામાં આવે છે?

શાખા કચેરીમાં શું કામ કરવામાં આવે છે?

સોલોમન ટાપુઓ

કૅનેડા

દક્ષિણ આફ્રિકા

દરેક શાખા કચેરી એક અથવા અનેક દેશોમાં પ્રચારને લગતાં કામનું ધ્યાન રાખે છે. બેથેલમાં સેવા આપતાં ભાઈ-બહેનો અનેક વિભાગમાં કામ કરે છે. જેમ કે, ભાષાંતર કરવું, સાહિત્ય છાપવું, પુસ્તકો બાંધવાં, ગોદામમાં સાહિત્ય ગોઠવવું, ઑડિયો-વીડિયો પ્રૉગામ તૈયાર કરવો કે પછી તેઓની દેખરેખમાં આવતી બીજી બાબતોનું ધ્યાન રાખવું.

શાખા સમિતિ સર્વ કાર્યની દેખરેખ રાખે છે. નિયામક જૂથે શાખા કચેરીનું ધ્યાન રાખવાનું કામ શાખા સમિતિને સોંપ્યું છે. એમાં ત્રણ કે એનાથી વધારે યોગ્ય વડીલો હોય છે. શાખા સમિતિ પોતાની દેખરેખ નીચેના દેશોમાં કેવી પ્રગતિ થઈ રહી છે, એ નિયામક જૂથને જણાવતી રહે છે. ત્યાં કોઈ મુશ્કેલીઓ ઊભી થઈ હોય તો એ પણ જણાવે છે. એ અહેવાલો પરથી નિયામક જૂથને નક્કી કરવા મદદ મળે છે કે આવતા દિવસોમાં કેવી બાબતો વિશે સાહિત્ય બહાર પાડવું અને સભા-સંમેલનો દ્વારા ભાઈ-બહેનોને શું શીખવવું. નિયામક જૂથ વતી અમુક ભાઈઓ નિયમિત રીતે બીજી શાખાઓની મુલાકાત લે છે. એ ભાઈઓ શાખા સમિતિને તેઓની જવાબદારી ઉપાડવા માટે જરૂરી માર્ગદર્શન આપે છે. (નીતિવચનો ૧૧:૧૪) શાખાની દેખરેખ હેઠળનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા ખાસ કાર્યક્રમનું આયોજન થાય છે. એમાં મુખ્યમથક પ્રતિનિધિ પ્રવચન આપે છે.

ત્યાંનાં મંડળોને મદદ પૂરી પાડવામાં આવે છે. શાખામાં જવાબદાર ભાઈઓ નવાં મંડળો સ્થાપવાની મંજૂરી આપે છે. તેમ જ, શાખાની દેખરેખ નીચેના વિસ્તારોમાં પાયોનિયરો, મિશનરીઓ અને સરકીટ નિરીક્ષકોને સેવાકાર્ય માટે જરૂરી માર્ગદર્શન આપે છે. એ ઉપરાંત તેઓ સંમેલનો, નવાં પ્રાર્થનાઘરોનું બાંધકામ અને મંડળોમાં જરૂરી સાહિત્ય પહોંચાડવાની ગોઠવણ કરે છે. શાખામાં થતા આવા કામથી વ્યવસ્થિત રીતે પ્રચારકાર્ય પૂરું કરવા મદદ મળે છે.—૧ કોરીંથી ૧૪:૩૩, ૪૦.

  • શાખા સમિતિ કઈ રીતે નિયામક જૂથને મદદ કરે છે?

  • શાખા કચેરી શાની દેખરેખ રાખે છે?