સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨૫

પ્રાર્થનાઘર—શા માટે અને કઈ રીતે બાંધવામાં આવે છે?

પ્રાર્થનાઘર—શા માટે અને કઈ રીતે બાંધવામાં આવે છે?

બોલિવિયા

નાઇજીરિયા, પહેલાં અને પછી

ટાહિટી

બાઇબલ શિક્ષણનો અને ઈસુના સેવાકાર્યનો મુખ્ય વિષય છે, ઈશ્વરનું રાજ્ય. પ્રાર્થનાઘરોમાં (કિંગ્ડમ હૉલ) યહોવાના સાક્ષીઓ ઈશ્વરના રાજ્ય વિશે શીખવા ભેગા થાય છે.—લુક ૮:૧.

ઈશ્વર યહોવાને ભજવાની જગ્યા. ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવા પ્રાર્થનાઘરોનો ઉપયોગ કરવામાં આવે છે. (માથ્થી ૨૪:૧૪) પ્રાર્થનાઘર કેવાં હોય છે? એ નાનાં-મોટાં અને જુદાં જુદાં પ્રકારનાં હોય છે. એનું બાંધકામ ભવ્ય નહિ, પણ સાદું હોય છે. અમુક પ્રાર્થનાઘરોમાં તો એકથી વધારે મંડળો જુદા જુદા સમયે ભેગાં મળે છે. થોડાં વર્ષોથી મંડળો ઘણાં વધી રહ્યાં છે. તેથી, હજારો પ્રાર્થનાઘરો બાંધવામાં આવ્યાં છે, એટલે કે એક દિવસમાં આશરે પાંચેક. આ કેવી રીતે શક્ય બન્યું?—માથ્થી ૧૯:૨૬.

પ્રાર્થનાઘરના બાંધકામ માટે આવતા દાનમાંથી એ બાંધવામાં આવે છે. એમાં આવતું દાન શાખા કચેરીને મોકલવામાં આવે છે. પછી જે મંડળોને પ્રાર્થનાઘર બાંધવાની કે એના સમારકામની જરૂર હોય, તેઓને શાખા કચેરી પૈસા આપે છે.

અલગ અલગ પ્રકારના સ્વયંસેવકો કોઈ પગાર વગર હૉલ બાંધે છે. ઘણા દેશોમાં પ્રાર્થનાઘર બાંધકામ જૂથ હોય છે. એમાં બાંધકામ જાણતા ભાઈ-બહેનો હોય છે. તેઓ પોતાના દેશમાં જુદી જુદી જગ્યાએ પ્રાર્થનાઘરો બાંધે છે. એ માટે તેઓ દૂર દૂરના વિસ્તારમાં પણ જાય છે. પ્રાર્થનાઘર બાંધવા તેઓ મંડળના ભાઈ-બહેનોને સાથ સહકાર આપે છે. બીજા કેટલાક દેશોમાં બાંધકામમાં નિપુણ ભાઈ-બહેનો સોંપેલા વિસ્તારમાં પ્રાર્થનાઘરોના બાંધકામ અને એના સમારકામની દેખરેખ રાખે છે. જોકે, બીજા મંડળનાં નિપુણ ભાઈ-બહેનો પગાર લીધા વિના રાજીખુશીથી સેવા આપે છે. પણ, બાંધકામમાં મોટા ભાગના સ્વયંસેવકો ત્યાંના મંડળના જ સભ્યો હોય છે. યહોવાની શક્તિ અને તેમના લોકોએ પૂરાં દિલથી કરેલા પ્રયત્નોથી આ કાર્ય સારી રીતે પાર પડે છે.—ગીતશાસ્ત્ર ૧૨૭:૧; કોલોસી ૩:૨૩.

  • અમે શા માટે પ્રાર્થનાઘરોમાં ભેગા મળીએ છીએ?

  • દુનિયાભરમાં પ્રાર્થનાઘરો બાંધવાનું કઈ રીતે શક્ય બન્યું છે?