સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨૬

પ્રાર્થનાઘરની સાર-સંભાળ રાખવા આપણે શું કરી શકીએ?

પ્રાર્થનાઘરની સાર-સંભાળ રાખવા આપણે શું કરી શકીએ?

એસ્તોનિયા

ઝીમ્બાબ્વે

મોંગોલિયા

પોર્ટો રિકો

દરેક પ્રાર્થનાઘર પર યહોવા ઈશ્વરનું નામ હોય છે. તેથી, અમે માનીએ છીએ કે પ્રાર્થનાઘરને સ્વચ્છ, શોભતું અને સારી સ્થિતિમાં રાખવું, આપણા માટે સુંદર લહાવો છે. એમ કરવું અમારી ભક્તિનો મહત્ત્વનો ભાગ પણ છે. એમાં દરેક જણ ભાગ લઈ શકે છે.

સભા પછી સાફ-સફાઈમાં મદદ આપી શકીએ. દરેક સભા પછી ભાઈ-બહેનો પ્રાર્થનાઘરની જરૂરી સાફ-સફાઈ કરે છે. એને સ્વચ્છ રાખવા નિયમિત રીતે બરાબર સફાઈ કરવામાં આવે છે. કોઈ એક વડીલ કે સેવકાઈ ચાકર આ કામ સંભાળે છે. મોટા ભાગે સાફ-સફાઈની યાદી પ્રમાણે બધું કામ કરવામાં આવે છે. જેમ કે, ઝાડું-પોતું મારવું, વૅક્યૂમ કરવું, ધૂળ ખંખેરવી, બારીઓ અને અરીસા સાફ કરવા, ખુરશીઓ ગોઠવવી, જંતુનાશક દવાથી ટોઇલેટ સાફ કરવું, પ્રાર્થનાઘરની બહાર કે એની આસપાસની સાફ-સફાઈ કરવી, કચરાનો નિકાલ કરવો વગેરે. મંડળનાં બધાં ભાઈ-બહેનો વારાફરતી આ રીતે સાફ-સફાઈ કરે છે. આ ઉપરાંત, પ્રાર્થનાઘરને અંદર-બહારથી પૂરી રીતે સાફ-સૂફ કરવા વર્ષમાં એક દિવસ નક્કી કરવામાં આવે છે. અમે બાળકોને પણ સફાઈમાં નાનું-નાનું કામ સોંપીએ છીએ. એમ કરીને અમારી ભક્તિની જગ્યાને આદરથી જોવાનું તેઓને શીખવીએ છીએ.—સભાશિક્ષક ૫:૧.

સમારકામમાં મદદ કરી શકીએ. દર વર્ષે, પ્રાર્થનાઘરની અંદર-બહાર બરાબર તપાસ કરવામાં આવે છે. એના આધારે પ્રાર્થનાઘરનું નિયમિત સમારકામ ગોઠવવામાં આવે છે, જેથી બિનજરૂરી ખર્ચો ન થાય. (૨ કાળવૃત્તાંત ૨૪:૧૩; ૩૪:૧૦) આપણા ઈશ્વરની ભક્તિ માટે વપરાતા પ્રાર્થનાઘરને સ્વચ્છ અને સારી સ્થિતિમાં રાખવું જોઈએ. આપણે એ કાર્યમાં ભાગ લઈને બતાવીએ છીએ કે યહોવા માટે આપણને ઘણો પ્રેમ છે અને પ્રાર્થનાઘરની ખૂબ જ કદર છે. (ગીતશાસ્ત્ર ૧૨૨:૧) એનાથી લોકો પર પણ સારી અસર પડે છે.—૨ કોરીંથી ૬:૩.

  • આપણે કેમ પ્રાર્થનાઘર સ્વચ્છ રાખવું જોઈએ?

  • પ્રાર્થનાઘર સ્વચ્છ રાખવા માટે કેવી ગોઠવણ કરવામાં આવી છે?