સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨૭

પ્રાર્થનાઘરની લાઇબ્રેરીથી આપણને કેવી મદદ મળી શકે?

પ્રાર્થનાઘરની લાઇબ્રેરીથી આપણને કેવી મદદ મળી શકે?

ઇઝરાયલ

ચૅક પ્રજાસત્તાક

બેનીન

કેમન ટાપુઓ

શું તમારે બાઇબલ વિશે વધારે શીખવા સંશોધન કરવું છે? શું તમે બાઇબલની કોઈ કલમ, વ્યક્તિ, સ્થળ કે બાબત વિશે વધારે જાણવા માંગો છો? તમારે એ જાણવું છે કે બાઇબલ કઈ રીતે તમને મુશ્કેલીઓ સહેવા મદદ કરી શકે? જો એમ હોય, તો પ્રાર્થનાઘરની લાઇબ્રેરીનો લાભ ઉઠાવો.

એમાં સંશોધન કરવા માટે અનેક પુસ્તકો અને બીજાં સાધનો છે. બની શકે કે તમારી પાસે યહોવાના સાક્ષીઓનું બધું સાહિત્ય પોતાની ભાષામાં ન હોય. પરંતુ, મોટા ભાગે પ્રાર્થનાઘરની લાઇબ્રેરીમાં તાજેતરનું બધું સાહિત્ય હોય છે. એમાં બાઇબલના જુદા જુદા અનુવાદો, સારા શબ્દકોશો અને બીજાં ઉપયોગી પુસ્તકો પણ હોય છે. તમે સભા પહેલાં કે પછી લાઇબ્રેરી વાપરી શકો. જો ત્યાં કૉમ્પ્યુટર હોય, તો એમાં વૉચટાવર લાઇબ્રેરી નામનો પ્રોગ્રામ હોઈ શકે. એમાં આપણું મોટા ભાગનું સાહિત્ય હોય છે, જેમાંથી તમે કોઈ કલમ, વિષય કે શબ્દ પર સહેલાઈથી માહિતી શોધી શકશો.

આપણું જીવન અને સેવાકાર્યની સભામાં ભાગ લેતા વિદ્યાર્થીઓ માટે એ ઉપયોગી છે. શાળામાં જોડાયા પછી તમારો ભાગ તૈયાર કરવા આ લાઇબ્રેરીથી મદદ મળશે. સભા નિરીક્ષક એ લાઇબ્રેરીની દેખરેખ રાખે છે. તેમની જવાબદારી છે કે નવામાં નવું સાહિત્ય ત્યાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોય. શાળા નિરીક્ષક અથવા બાઇબલ શીખવનાર તમને બતાવશે કે જરૂરી માહિતી કઈ રીતે શોધવી. લાઇબ્રેરીનાં પુસ્તકો પ્રાર્થનાઘરની બહાર લઈ જવાં ન જોઈએ. પુસ્તકો વાપરતી વખતે આપણે કાળજી રાખીશું અને એમાં લીટીઓ નહિ દોરીએ.

બાઇબલ જણાવે છે કે ‘દાટેલા ખજાનાની’ જેમ આપણે “ઈશ્વરનું જ્ઞાન” શોધવા મહેનત કરવી જોઈએ. (નીતિવચનો ૨:૧-૫) એમ કરવા પ્રાર્થનાઘર લાઇબ્રેરી તમને મદદરૂપ થશે.

  • પ્રાર્થનાઘર લાઇબ્રેરીમાં શું શું હોય છે?

  • લાઇબ્રેરીનો સૌથી સારો ઉપયોગ કરવા તમને કોણ મદદ કરી શકે?