સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨૮

અમારી વેબસાઇટ પર શું હોય છે?

અમારી વેબસાઇટ પર શું હોય છે?

ફ્રાંસ

પોલૅન્ડ

રશિયા

ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: ‘તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે, તેઓ તમારાં સારાં કાર્યો જોઈને સ્વર્ગમાંના તમારા પિતાની સ્તુતિ કરે.’ (માથ્થી ૫:૧૬) એ માટે અમે આધુનિક ટૅક્નોલૉજી વાપરીએ છીએ. જેમ કે, ઇન્ટરનેટ. યહોવાના સાક્ષીઓની ઑફિશિયલ વેબસાઇટ jw.org છે. આ સાઇટ પરથી તમે અમારી માન્યતાઓ અને પ્રવૃત્તિઓ વિશે ખરી માહિતી મેળવી શકશો. આ સાઇટ પર બીજી કઈ કઈ બાબતો હોય છે?

એ સાઇટ, લોકોને થતા સવાલોના બાઇબલને આધારે જવાબ આપે છે. ત્યાં તમે જીવનના સૌથી મહત્ત્વના અનેક સવાલોના જવાબ મેળવી શકો છો. દાખલા તરીકે શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? અને શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? પત્રિકાઓ ૬૦૦ કરતાં વધારે ભાષાઓમાં ઇન્ટરનેટ પર પ્રાપ્ય છે. આ સાઇટ પર ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલ ૧૩૦ કરતાં વધારે ભાષાઓમાં છે. તેમ જ, બાઇબલને સારી રીતે સમજવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? જેવા બીજા અનેક સાહિત્ય છે. તાજેતરના ચોકીબુરજ અને સજાગ બનો! પણ છે. આમાંનું ઘણું સાહિત્ય ઓનલાઇન વાંચી કે સાંભળી શકાય છે અથવા એમપીથ્રી (MP3), પીડીએફ (PDF) કે ઇપબ (EPUB) ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય છે. બાઇબલ વિશે કોઈને રસ હોય તો, તેમની ભાષામાં અમુક પાના પ્રિન્ટ કરીને તમે આપી શકો! આ સાઇટ પર ઘણી સાઇન લેંગ્વેજમાં (બહેરા-મૂંગાની ભાષા) વીડિયો પણ છે. એ ઉપરાંત, નાટકીય બાઇબલ વાંચન, બાઇબલ નાટક અને મધુર સંગીત ડાઉનલોડ કરીને તમે એનો આનંદ માણી શકો.

યહોવાના સાક્ષીઓ વિશે ખરી હકીકત જણાવે છે. દુનિયામાં થતાં અમારાં કાર્યો, અમને અસર કરતી ઘટનાઓ અને આપત્તિમાં અમે પૂરી પાડેલી મદદ વિશે તાજેતરના સમાચાર અને વીડિયો ક્લિપ્સ પણ હોય છે. તેમ જ, આવી રહેલાં સંમેલનો વિશેની વિગતો અને અમારી શાખા કચેરીઓના સંપર્ક વિશેની માહિતી હોય છે.

આ રીતે અમે પહોંચી ન શકાય એવી જગ્યાએ પણ સત્યનો પ્રકાશ ફેલાવીએ છીએ. દુનિયાના દરેક ખંડમાં, અરે ઍન્ટાર્કટિકામાં રહેતા લોકોને પણ એનાથી લાભ થઈ રહ્યો છે. અમારી પ્રાર્થના છે કે ‘યહોવાનો સંદેશો ઝડપથી’ આખી દુનિયામાં ફેલાય અને યહોવાને મહિમા મળે.—૨ થેસ્સાલોનીકી ૩:૧.

  • ઘણા લોકોને સત્ય શીખવા અમારી વેબસાઇટ jw.org કઈ રીતે મદદ કરે છે?

  • અમારી વેબસાઇટ પરની કઈ માહિતી તમને શોધવી અથવા જોવી ગમશે?