સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૪

યહુદિયામાં ઈસુનું પાછલા સમયનું સેવાકાર્ય

“ફસલના માલિકને વિનંતી કરો કે કાપણી માટે વધારે મજૂરો મોકલે.”—લુક ૧૦:૨

યહુદિયામાં ઈસુનું પાછલા સમયનું સેવાકાર્ય

આ ભાગમાં

પ્રકરણ ૬૬

ઈસુ માંડવાના તહેવાર માટે યરૂશાલેમમાં છે

ઈસુને સાંભળનારાઓને કેમ લાગતું હતું કે તેમને દુષ્ટ દૂત વળગ્યો હતો?

પ્રકરણ ૬૭

“તેના જેવું કોઈ માણસ કદી બોલ્યો નથી”

લગભગ આખી યહુદી ન્યાયસભા ઈસુનો વિરોધ કરતી હતી, પણ એના એક સભ્યે તેમના પક્ષમાં બોલવાની હિંમત કરી.

પ્રકરણ ૬૮

ઈશ્વરનો દીકરો “દુનિયાનો પ્રકાશ” છે

ઈસુએ કહ્યું કે, “સત્ય તમને આઝાદ કરશે.” શામાંથી આઝાદ કરશે?

પ્રકરણ ૬૯

તેઓના પિતા​—ઈબ્રાહીમ કે શેતાન?

ઈસુએ જણાવ્યું કે ઈબ્રાહીમનાં બાળકોને કઈ રીતે ઓળખવાં અને ઈસુના પિતા કોણ છે.

પ્રકરણ ૭૦

જન્મથી આંધળા માણસને ઈસુ સાજો કરે છે

શિષ્યોએ પૂછ્યું કે એ માણસ કેમ આંધળો હતો? શું તેણે કે તેના માબાપે પાપ કર્યું હતું? ઈસુએ તેને સાજો કર્યો ત્યારે લોકોમાં મતભેદ ઊભા થયા.

પ્રકરણ ૭૧

દેખતા થયેલા માણસને ફરોશીઓ ધમકાવે છે

દેખતા થયેલા માણસની જોરદાર દલીલ સાંભળીને ફરોશીઓ ગુસ્સે ભરાયા. પેલા માણસનાં માબાપને જેનો ડર હતો, એવું જ થયું; ફરોશીઓએ તેને સભાસ્થાનમાંથી કાઢી મૂક્યો.

પ્રકરણ ૭૨

ઈસુ પ્રચાર કરવા ૭૦ શિષ્યોને મોકલે છે

ઈસુએ યહુદિયામાં ૭૦ શિષ્યોને રાજ્ય પ્રચારકો તરીકે બબ્બેની ટુકડીમાં મોકલ્યા. શિષ્યોએ લોકોને ક્યાં પ્રચાર કરવાનો હતો? સભાસ્થાનોમાં કે તેઓના ઘરે?

પ્રકરણ ૭૩

એક સમરૂની ખરો પડોશી સાબિત થાય છે

ભલા સમરૂની અથવા ખરા પડોશીનું ઉદાહરણ વાપરીને ઈસુએ કઈ રીતે સરસ બોધપાઠ શીખવ્યો?

પ્રકરણ ૭૪

ઈસુ મહેમાનગતિ અને પ્રાર્થના વિશે શીખવે છે

મરિયમ અને માર્થાના ઘરે ઈસુ ગયા. મહેમાનગતિ વિશે તેમણે તેઓને શું શીખવ્યું? પછીથી, તેમણે પોતાના શિષ્યોને કઈ રીતે શીખવ્યું કે શાના માટે પ્રાર્થના કરવી?

પ્રકરણ ૭૫

ઈસુ સાચા સુખનું રહસ્ય જણાવે છે

ઈસુએ તેમના ટીકાકારોને ‘ઈશ્વરની આંગળી’ વિશે કહ્યું. એ પણ કહ્યું કે તેઓ પર કઈ રીતે ‘ઈશ્વરનું રાજ્ય અચાનક આવી પહોંચ્યું હતું.’ તેમણે એ પણ જણાવ્યું કે લોકો કઈ રીતે સાચું સુખ મેળવી શકે.

પ્રકરણ ૭૬

ફરોશી સાથે ઈસુ જમે છે

ધર્મને નામે ઢોંગ કરતા ફરોશીઓ અને શાસ્ત્રીઓને ઈસુએ ખુલ્લા પાડ્યા. તેઓએ લોકો પર કેવો ભારે બોજો નાખ્યો હતો?

પ્રકરણ ૭૭

ધનદોલત વિશે ઈસુ સલાહ આપે છે

મોટા કોઠારો બાંધતા ધનવાન માણસ વિશે ઈસુએ ઉદાહરણ આપ્યું. ધનદોલત પાછળ દોડવાના જોખમો વિશે તેમણે ફરીથી કઈ સલાહ આપી?

પ્રકરણ ૭૮

વિશ્વાસુ કારભારીએ તૈયાર રહેવાનું છે!

ઈસુએ તેમના શિષ્યોમાં રસ લીધો, જેથી તેઓની શ્રદ્ધા જાળવી રાખી શકે. કારભારીની ભૂમિકા શું હતી? તૈયાર રહેવા વિશે ઈસુની સલાહ કેમ મહત્ત્વની હતી?

પ્રકરણ ૭૯

શ્રદ્ધા ન મૂકનારા યહુદીઓનો જલદી જ વિનાશ!

ઈસુએ કહ્યું કે તે જેઓને મદદ કરી રહ્યા છે તેઓ પસ્તાવો નહિ કરે તો, તેઓનો વિનાશ થશે. ઈશ્વર તેઓને કેવી નજરે જુએ છે, એ વિશે ઈસુ તેઓને શીખવી રહ્યા હતા. શું તેઓ એમાંથી બોધપાઠ લેશે?

પ્રકરણ ૮૦

ઉત્તમ ઘેટાંપાળક અને ઘેટાંના વાડા

ઘેટાંપાળક જે રીતે પોતાના ઘેટાંની સંભાળ રાખે છે, એ બતાવે છે કે ઈસુને તેમના શિષ્યો વિશે કેવું લાગે છે. શું શિષ્યો ઈસુના શિક્ષણને સમજશે અને તે દોરે એમ દોરાશે?

પ્રકરણ ૮૧

ઈસુ અને પિતા કઈ રીતે એક છે?

ઈસુના અમુક ટીકાકારોએ તેમના પર આરોપ મૂક્યો કે તે પોતાને ઈશ્વર માને છે. તેમણે કઈ રીતે કુશળતાથી તેઓના ખોટા આરોપોને તોડી પાડ્યા?