સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૫

સ્કૂલમાં કોઈ હેરાન કરે તો હું શું કરીશ?

સ્કૂલમાં કોઈ હેરાન કરે તો હું શું કરીશ?

એ જાણવું મહત્ત્વનું છે

તમે જે રીતે વર્તશો, એનાથી હાલત સુધરી શકે અથવા બગડી શકે.

તમે શું કરશો?

આની કલ્પના કરો: થોમસને આજે સ્કૂલમાં નથી જવું, કાલે નથી જવું; અરે, ફરી ક્યારેય નથી જવું. તેની સાથે ભણતા છોકરાઓએ ત્રણ મહિના પહેલાં તેના વિશે ખરાબ અફવાઓ ફેલાવી ત્યારથી આવું શરૂ થયું. પછી તેઓ તેનાં નામ પાડવાં લાગ્યાં. અમુક વાર કોઈ છોકરો થોમસના હાથમાંથી તેની બુક્સ પાડી નાખતો અને અજાણ હોવાનું નાટક કરતો. અથવા તેની પાછળ ઊભેલા છોકરાઓમાંથી કોઈએક તેને ધક્કો મારતો, પણ થોમસ પાછળ ફરીને જુએ તો કહી ન શકતો કે કોણે ધક્કો માર્યો. ગઈ કાલે તો પજવણી હદ વટાવી ગઈ! થોમસને ઓનલાઇન ધમકી મળી . . .

માનો કે તમે થોમસ છો તો તમે શું કરશો?

થોભો અને વિચારો!

એમ ન માનો કે તમે કમજોર છો! ખરું જોતાં, હાથ ઉપાડ્યા વગર તમે સતાવનાર સામે લડી શકો. કઈ રીતે?

  • કંઈ જ ન કરો. શાસ્ત્ર જણાવે છે: “મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બોલી બતાવે છે; પણ ડાહ્યો માણસ તેને દબાવીને સમાવી દે છે.” (નીતિવચનો ૨૯:૧૧) જો તમે બને એટલા શાંત રહેશો, બીજું કંઈ નહિ તો બહારથી શાંત રહેશો, તો પજવણી કરનાર તમારાથી કંટાળીને તમને હેરાન નહિ કરે.

  • વેર ન વાળો. શાસ્ત્ર કહે છે: “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો.” (રોમનો ૧૨:૧૭) વેર લેવાથી મામલો વધારે બગડશે.

  • સામે ચાલીને તકલીફને આમંત્રણ ન આપો. શાસ્ત્ર કહે છે: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે.” (નીતિવચનો ૨૨:૩) બની શકે તો, એવા લોકોથી દૂર રહો જેઓ મુસીબત ઊભી કરે છે. એવા સંજોગો ટાળો, જ્યાં હેરાનગતિ થઈ શકે છે.

  • ધાર્યો ન હોય એવો જવાબ આપો. શાસ્ત્ર કહે છે: “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે.” (નીતિવચનો ૧૫:૧) તમે મજાક પણ કરી શકો. દાખલા તરીકે, જો હેરાન કરનાર કહે કે તમે જાડા છો, તો તમે સ્માઇલ આપીને કહી શકો: “એવું છે? તો કાલથી જીમમાં જઈશ!”

  • ત્યાંથી ચાલ્યા જાઓ. ૧૯ વર્ષની નોરા જણાવે છે, ‘શાંત રહેવું બતાવે છે કે તમે સમજુ છો અને પજવનારથી વધારે મક્કમ મનના છો. એ બતાવે છે કે તમે પોતાને કાબૂમાં રાખો છો, જે પજવનાર નથી કરી શકતો.’—૨ તીમોથી ૨:૨૪.

  • આત્મ-વિશ્વાસ કેળવો. પજવણી કરનારા મોટા ભાગે પારખી શકે છે કે કોને પોતાના પર ભરોસો નથી અને કોણ સામે નહિ થાય. જો પજવણી કરનારને તમારા પર કાબૂ મેળવવા નહિ દો, તો મોટા ભાગે તે તમને હેરાન કરવાનું બંધ કરશે.

  • કોઈકને જણાવો. એક ટીચર કહે છે: “પજવણી સહન કરનારને મારે એ જ કહેવાનું કે તેઓ એ વિશે જણાવે. એ યોગ્ય છે અને એનાથી બીજાની પજવણી થતા અટકાવી શકાય છે.”

પોતાના પર કોન્ફિડન્સ રાખવાથી તમને એવી હિંમત મળશે, જે પજવણી કરનાર પાસે નથી