સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૧૦

પવિત્ર શાસ્ત્ર મને કઈ રીતે મદદ કરી શકે?

પવિત્ર શાસ્ત્ર મને કઈ રીતે મદદ કરી શકે?

એ જાણવું મહત્ત્વનું છે

પવિત્ર શાસ્ત્ર બાઇબલ ‘ઈશ્વરની પ્રેરણાથી’ લખવામાં આવ્યું છે. (૨ તીમોથી ૩:૧૬) એટલે બાઇબલ તમને જોઈતું માર્ગદર્શન પૂરું પાડી શકે છે.

તમે શું કરશો?

આની કલ્પના કરો: ડેવિડ કાર ચલાવી રહ્યો છે. તે એવી જગ્યાએ આવી પહોંચ્યો છે, જ્યાં કશું જ જાણીતું નથી. રસ્તા પરની નિશાનીઓ અને અમુક જગ્યાઓ પરથી તે જોઈ શકે છે કે તેને જ્યાં જવું હતું એ આ જગ્યા નથી. ડેવિડને ખ્યાલ આવે છે કે તે ભૂલો પડ્યો છે. મુસાફરી દરમિયાન ચોક્કસ તેણે કોઈ જગ્યાએ ખોટો રસ્તો લીધો હશે.

માનો કે તમે ડેવિડની જગ્યાએ છો. તમે શું કરશો?

થોભો અને વિચારો!

તમારી પાસે કેટલાંક ઓપ્શન છે:

  1. ૧. કોઈકને પૂછો.

  2. ૨. નકશો જુઓ અથવા જીપીએસ વાપરો.

  3. ૩. એવી આશા સાથે કાર ચલાવતા રહો કે રસ્તો મળી જશે.

દેખીતું છે કે ત્રીજું ઓપ્શન એટલું સારું નથી.

પહેલા ઓપ્શનની સરખામણીમાં બીજું ઓપ્શન વધારે સારું છે. આખરે તો, મુસાફરી દરમિયાન નકશો કે જીપીએસ તમારી પાસે જ રહેશે, જે તમને સાચા રસ્તે દોરશે.

બાઇબલ તમને એવી જ રીતે મદદ કરશે!

સૌથી વધુ વેચાતું આ પુસ્તક

  • તમને જીવનની મુશ્કેલીઓમાં માર્ગદર્શન આપશે.

  • તમને પોતાને ઓળખવા અને સારી વ્યક્તિ બનવા મદદ આપશે.

  • તમે સૌથી સારું જીવન કઈ રીતે જીવી શકો, એ બતાવશે.

જીવનના મહત્ત્વના સવાલોના જવાબ

આપણે બોલતા શીખીએ કે તરત સવાલો પૂછવા લાગીએ છીએ.

  • આકાશ કેમ ભૂરું છે?

  • તારા શાના બનેલા છે?

મોટા થઈને આપણને આસપાસના બનાવો વિશે સવાલો થાય છે.

  • આપણા પર દુઃખો કેમ આવે છે?

  • લોકો કેમ મરણ પામે છે?

શું બાઇબલમાં જ એ સવાલોના જવાબો હોય, એવું બની શકે?

ઘણા લોકો કહે છે કે બાઇબલ તો વાર્તાઓ અને દંતકથાઓથી ભરેલું છે. એ તો જૂનું-પુરાણું છે. અથવા એ સમજવું બહુ અઘરું છે. શું ખરેખર બાઇબલ પ્રોબ્લમ છે કે પછી લોકોએ બાઇબલ વિશે જે સાંભળ્યું છે એ પ્રોબ્લમ છે? અથવા, શું તેઓને ખોટી માહિતી મળી છે?

દાખલા તરીકે, ઘણા કહે છે કે બાઇબલ મુજબ દુનિયા પર ઈશ્વરનું રાજ છે. પણ એ કઈ રીતે બની શકે? આ દુનિયામાં તો અંધાધૂંધી છે. જ્યાં જુઓ ત્યાં દુઃખ-દર્દ અને પીડા છે. બીમારીઓ અને મરણ છે. ગરીબી અને આપત્તિઓ છે. એ બધા માટે પ્રેમાળ ઈશ્વર કઈ રીતે જવાબદાર હોય શકે?

શું તમારે એનો જવાબ જાણવો છે? દુનિયા પર કોણ રાજ કરે છે, એ વિશે બાઇબલનો જવાબ જાણીને તમને નવાઈ લાગશે.

કદાચ તમને ખ્યાલ આવ્યો હશે કે આ પુસ્તિકા બાઇબલમાંથી સલાહ આપે છે. યહોવાના સાક્ષીઓને પૂરી ખાતરી છે કે બાઇબલમાંથી મળતું માર્ગદર્શન ભરોસાપાત્ર છે. એનું કારણ એ છે કે પવિત્ર બાઇબલ ‘ઈશ્વરની પ્રેરણાથી’ લખાયું છે. ‘જે સત્ય છે તે શીખવવામાં, ખોટે માર્ગે જતા અટકાવવામાં અને પ્રભુને જે પસંદ નથી તે જીવનમાંથી દૂર કરવામાં અતિ ઉપયોગી છે.’ (૨ તિમોથી ૩:૧૬, ૧૭, IBSI) આ જૂના-પુરાણા છતાંય મોર્ડન પુસ્તક વિશે જાણવાની જવાબદારી હવે તમારી છે!