ગીત ૩૫
ઈશ્વરની વાતો પારખી લો
-
૧. ખાટું-મીઠું શું જાણીને ચાખીશું
જીભમાં એ સાચો સ્વાદ
સાચું-ખોટું શું જાણી મેળવીશું
યહોવાનો પ્રેમાળ સાથ
(ટેક)
યાહને ગમે કામ એજ કર’યે
હા મેળવીશું,
પ્રેમ અને ખુ-શી-ઓ-નો ખજાનો
જો પારખીશું,
વાતો જે ઈશ્વર પાસે દોરે
-
૨. નથી કોઈ રંગ નથી કોઈ ઉમંગ
આજે લોકોનાં જીવનમાં
રાજ્યના સંદેશાથી પૂર્યે
દિલોમાં રંગો ખુશીના
(ટેક)
યાહને ગમે કામ એજ કર’યે
હા મેળવીશું,
પ્રેમ અને ખુ-શી-ઓ-નો ખજાનો
જો પારખીશું,
વાતો જે ઈશ્વર પાસે દોરે
-
૩. ભગવાન જે કેહ છે જો એ કરીશું
ખુશીનાં ગીત દિલ ગાશે
શાંતિ જે ઈશ્વરની આપણાં
મન અને દિલનું રક્ષણ કરશે
(ટેક)
યાહને ગમે કામ એજ કર’યે
હા મેળવીશું,
પ્રેમ અને ખુ-શી-ઓ-નો ખજાનો
જો પારખીશું,
વાતો જે ઈશ્વર પાસે દોરે
(ગીત. ૯૭:૧૦; યોહા. ૨૧:૧૫-૧૭; ફિલિ. ૪:૭ પણ જુઓ.)