ગીત ૧૨૬
જાગતા રહીએ
-
૧. જાગતા રે’વાનું છે આપણે
જગમાં તો સહેવાનું છે
હિંમત ભેગી કરવાની છે
જિંદગીને જીતવાની છે
વચન ઈસુએ પોતે આપ્યું
‘અંત સુધી તમારી સાથે છું’
(ટેક)
જાગતા રે’વાનું તો છે આપણે
આ દુન્યાના અંત સુધી
-
૨. જાગતા રે’વાનું સાંભળીને
ઈશ્વરની વાત માનીને
ચાલતા રે’વાનું છે આપણે
ઈસુની સાથે સાથે
સાચી સલાહને કાન ધરીશું
છેવટે થશે ભલું આપણું
(ટેક)
જાગતા રે’વાનું તો છે આપણે
આ દુન્યાના અંત સુધી
-
૩. જાગતા રે’વાનું સંપીને
યહોવાને વળગીને
દુશ્મનો રોકે ન હવે
ઈશ્વર છે આપણી પડખે
યહોવાના સેવકો સાથે
દુન્યામાં સંદેશો ફેલાવ્યે
(ટેક)
જાગતા રે’વાનું તો છે આપણે
આ દુન્યાના અંત સુધી
(માથ. ૨૪:૧૩; હિબ્રૂ. ૧૩:૭, ૧૭; ૧ પિત. ૫:૮ પણ જુઓ.)