સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બૉક્સ ૧૦-ગ

આપણા પગ પર ઊભા રહેવા માટે મદદ

આપણા પગ પર ઊભા રહેવા માટે મદદ

હઝકિયેલ ૩૭:૧-૧૪માં આપેલા દર્શનથી હિંમત મળે છે. એમાંથી જે શીખીએ, એની મદદથી આપણે દુઃખોનો દરિયો પણ પાર કરી શકીએ છીએ. ચાલો જોઈએ કે એમાંથી શું શીખવા મળે છે.

કોઈ વાર આપણી જિંદગીની સફરમાં ઘણાં દબાણ ને કસોટીઓ આવી પડે. આપણને થાય કે હવે આગળ નહિ વધાય. એ સમયે શું મદદ કરી શકે? હાડકાં જીવતાં થવા વિશેનું હઝકિયેલનું આ જોરદાર દર્શન! એ કઈ રીતે મદદ કરે છે? એ દર્શન બતાવે છે કે યહોવા તો સુકાઈ ગયેલાં હાડકાંને પણ જીવતાં કરી શકે છે. તો પછી શું તે આપણા પર આવતી મુસીબતોમાં ટકી રહેવા મદદ ન કરી શકે? ચોક્કસ કરી શકે છે. તેમની આગળ પહાડ જેવી આપણી તકલીફો ધૂળના એક કણ જેવી છે!​—ગીતશાસ્ત્ર ૧૮:૨૯ વાંચો; ફિલિ. ૪:૧૩.

હઝકિયેલના જમાનાથી સદીઓ પહેલાં મૂસાએ એક વિચારવા જેવી વાત કીધી હતી. યહોવા પાસે પોતાના લોકોને બચાવવાની ભરપૂર તાકાત છે. એમ કરવા તેમનું દિલ તરસે છે. મૂસાએ લખ્યું હતું: “જૂના જમાનાથી ઈશ્વર તારો આશરો છે, તેમના હાથ કાયમ તને ઊંચકી રાખે છે.” (પુન. ૩૩:૨૭) આપણાં જીવનમાં મુસીબતોનું તોફાન આવે ત્યારે શું? આપણે યહોવા પાસે દોડી જઈએ. તે આપણી તરફ હાથ લંબાવશે. તે પ્રેમથી આપણને સહારો આપશે, જેથી આપણે પોતાના પગ પર ઊભા થઈ શકીએ.—હઝકિ. ૩૭:૧૦.