સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બૉક્સ ૧૫-ક

બંને બહેનો વેશ્યા હતી

બંને બહેનો વેશ્યા હતી

હઝકિયેલ અધ્યાય ૨૩માં બતાવ્યું છે કે યહોવા પોતાના લોકોને બરાબરના ખખડાવી નાખે છે. એ લોકો તેમને બેવફા બન્યા. ૨૩મા અને ૧૬મા અધ્યાયની ઘણી વાતો એકસરખી છે. અધ્યાય ૨૩માં પણ યહોવાના લોકોને વેશ્યાઓ સાથે સરખાવવામાં આવ્યા છે. એમાં બે વેશ્યાઓ વિશે બતાવ્યું છે, જેઓ બહેનો છે. નાની બહેન યરૂશાલેમને રજૂ કરે છે અને મોટી બહેન સમરૂનને. બંને અધ્યાયોમાં બતાવ્યું છે કે નાની બહેન પોતાની મોટી બહેનને જોઈ જોઈને વેશ્યા બની ગઈ. તે તો પોતાની મોટી બહેનને પણ ટક્કર મારી ગઈ. તે પોતાની બહેન કરતાં પણ વધારે ખરાબ, નીચ, અધમ કામો કરવા લાગી. ૨૩મા અધ્યાયમાં યહોવાએ એ બંને બહેનોને આ નામ આપ્યાં: ઓહલાહ અને ઓહલીબાહ. મોટી બહેન ઓહલાહ સમરૂન છે. એ દસ કુળના ઇઝરાયેલ રાજ્યની રાજધાની છે. નાની બહેન ઓહલીબાહ યરૂશાલેમ છે. એ યહૂદા રાજ્યની રાજધાની છે. *હઝકિ. ૨૩:૧-૪.

આ બે અધ્યાયોમાં બીજી પણ ઘણી વાતો એકસરખી છે. કદાચ એમાંની અમુક આ છે: એ બંને વેશ્યાઓ, એટલે કે સમરૂન અને યરૂશાલેમ અગાઉ યહોવાની પત્નીઓ જેવી હતી. પણ પછી તેઓ યહોવાને બેવફા બની. તેઓને છુટકારાની આશા પણ આપવામાં આવી છે. અધ્યાય ૨૩માં એ આશા વિશે બહુ કંઈ જણાવ્યું નથી. પણ એમાં અધ્યાય ૧૬ની આ વાત મળતી આવે છે, જે યહોવાએ કહી હતી: “એ નીચ કામો અને વ્યભિચારનો હું અંત લાવીશ.”—હઝકિ. ૧૬:૧૬, ૨૦, ૨૧, ૩૭, ૩૮, ૪૧, ૪૨; ૨૩:૪, ૧૧, ૨૨, ૨૩, ૨૭, ૩૭.

શું એ બંને બહેનો ચર્ચોને રજૂ કરે છે?

આપણા સાહિત્યમાં પહેલાં કહેવામાં આવતું કે ઓહલાહ અને ઓહલીબાહ એ બંને બહેનો ચર્ચોને રજૂ કરે છે. એનો અર્થ એવો કરવામાં આવતો કે તેઓ ચર્ચના બે ધર્મોને રજૂ કરે છે, એટલે કે કૅથલિક અને પ્રોટેસ્ટંટ. પણ એ વિષય પર પ્રાર્થના કરવામાં આવી અને વધારે શોધખોળ કરવામાં આવી. એનાથી આ મહત્ત્વના સવાલો ઊભા થયા: શું ચર્ચો કદી પણ યહોવાની પત્ની જેવા ગણાયાં હતાં? શું તેઓએ યહોવા સાથે ક્યારેય કરાર કર્યો હતો? ના. યહોવા અને તેમના ઇઝરાયેલ વચ્ચે “નવો કરાર” થયો હતો, જે ઈસુ દ્વારા શક્ય બન્યો. એ સમયે તો ચર્ચો જેવું કંઈ હતું પણ નહિ. અરે, અભિષિક્ત લોકોના ટોળામાં ચર્ચના લોકોનું કોઈ નામનિશાન પણ ન હતું. (યર્મિ. ૩૧:૩૧; લૂક ૨૨:૨૦) ચર્ચોની શરૂઆત તો ઈસુના પ્રેરિતોના મરણ પછી થઈ. ચર્ચોનો જન્મ છેક ચોથી સદીમાં થયો. તેઓ ઈશ્વર-વિરોધી સંગઠન તરીકે ઊભા થયા. તેઓ એકદમ ભ્રષ્ટ હતા. તેઓ ઢોંગી, પોતે ખ્રિસ્તી હોવાનો દાવો કરનારા હતા. ઈસુએ ઘઉં અને જંગલી છોડનાં બીનું ઉદાહરણ આપ્યું હતું. ચર્ચો તો “જંગલી છોડ” છે.—માથ. ૧૩:૨૪-૩૦.

એક વાત એ પણ છે કે યહોવાએ બેવફા યરૂશાલેમ અને સમરૂનને છુટકારાની આશા પણ આપી હતી. (હઝકિ. ૧૬:૪૧, ૪૨, ૫૩-૫૫) શું બાઇબલમાં ક્યાંય એવું કંઈ જણાવ્યું છે કે ચર્ચોને પણ એ આશા આપવામાં આવી છે? ના, તેઓને છુટકારાની કોઈ જ આશા નથી. યહોવાને ભજતા નથી એવા ધર્મોની સાથે સાથે તેઓનો પણ ચોક્કસ નાશ થશે.

એટલે ઓહલાહ અને ઓહલીબાહ ચર્ચોને રજૂ કરતી નથી. પણ તેઓ આપણને એક મહત્ત્વની વાત સમજવા મદદ કરે છે. એ બતાવે છે કે યહોવાને પોતાનાં પવિત્ર નામ અને ખરાં ધોરણો બદનામ કરતા લોકો વિશે કેવું લાગે છે. ખાસ કરીને ચર્ચોએ આનો બરાબર હિસાબ આપવો પડશે. તેઓનો દાવો છે કે તેઓ બાઇબલના ભગવાનમાં માને છે. ચર્ચો તો એવું પણ માને છે કે યહોવાના વહાલા દીકરા ઈસુ તેઓના આગેવાન છે. તેઓ એમાં પણ ખોટા ઠરે છે. તેઓ ત્રૈક્યમાં માને છે અને ઈસુને ત્રણ માથાવાળા દેવ ગણે છે. તેઓ ઈસુની એ આજ્ઞા પણ પાળતા નથી કે તેમના શિષ્યો “દુનિયાના નથી.” (યોહા. ૧૫:૧૯) ચર્ચો મૂર્તિપૂજામાં ડૂબેલા રહે છે. તેઓ રાજકારણમાં ભાગ લે છે. આ રીતે તેઓ ‘જાણીતી વેશ્યાને’ પૂરો ટેકો આપે છે. (પ્રકટી. ૧૭:૧) બેશક, દુનિયાના બધા ધર્મોના સંગઠનની જે હાલત થશે, એવી જ હાલત ચર્ચોની થશે. તેઓનું પણ નામનિશાન મિટાવી દેવામાં આવશે.

^ આ નામ પણ વિચારવા જેવાં છે. ઓહલાહનો મતલબ છે: “[ભક્તિનો] તેનો તંબુ.” એ નામ આપવાનું કારણ કદાચ આ હોય શકે: ઇઝરાયેલીઓએ તો યરૂશાલેમ જઈને યહોવાના મંદિરમાં તેમની ભક્તિ કરવાની હતી. પણ તેઓ પોતાના વિસ્તારમાં જ તેમની ભક્તિ કરવા લાગ્યા હતા. ઓહલીબાહનો મતલબ છે: “[ભક્તિનો] મારો તંબુ તેનામાં છે.” યહોવાનું મંદિર યરૂશાલેમમાં હતું.