સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બૉક્સ ૧૬-ક

શું યરૂશાલેમ ચર્ચોને રજૂ કરે છે?

શું યરૂશાલેમ ચર્ચોને રજૂ કરે છે?

અગાઉ આપણા સાહિત્યમાં બતાવવામાં આવતું હતું કે બેવફા યરૂશાલેમ ચર્ચોને રજૂ કરે છે. ખરું કે, આજે ચર્ચોની હાલત અગાઉના યરૂશાલેમ જેવી જ છે. યરૂશાલેમમાં બેહદ મૂર્તિપૂજા અને ભ્રષ્ટાચાર હતાં. ચર્ચોમાં પણ જ્યાં જુઓ ત્યાં મૂર્તિપૂજા અને ભ્રષ્ટાચાર જોવા મળે છે. પણ શું બાઇબલમાંથી એવી કોઈ સાબિતી મળે છે કે અગાઉનું યરૂશાલેમ ચર્ચોને રજૂ કરે છે? ના. ભવિષ્યવાણીઓમાં જે લખ્યું છે, એ તો ભાવિમાં થનાર કોઈ બનાવને કે વસ્તુને રજૂ કરે છે, એવું હમણાંના સાહિત્યમાં અને આ પુસ્તકમાં પણ બતાવ્યું નથી. જો બાઇબલમાં પાકો પુરાવો મળતો હોય, તો જ એના વિશે બતાવ્યું છે.

આ મુદ્દાઓનો વિચાર કરો: પહેલો મુદ્દો, અગાઉ યરૂશાલેમમાં તો યહોવાની શુદ્ધ ભક્તિ થતી હતી. પછી ત્યાંના લોકો બીજાં દેવ-દેવીઓની પૂજા કરવા લાગ્યા. પણ ચર્ચોમાં તો યહોવાની શુદ્ધ ભક્તિ ક્યારેય થઈ નથી. ચર્ચોની શરૂઆત ચોથી સદીથી થઈ. એમાં તો અત્યાર સુધી ખોટું શિક્ષણ જ આપવામાં આવ્યું છે.

બીજો મુદ્દો, બાબેલોનના લોકોએ યરૂશાલેમનો નાશ કરી દીધો. એ પછી યહોવાએ કૃપા બતાવીને એ શહેર પાછું બંધાવ્યું. એ પહેલાંની જેમ યહોવાની ભક્તિની ખાસ જગ્યા બની ગયું. પણ યહોવાએ ચર્ચોનો તો ક્યારેય સ્વીકાર કર્યો ન હતો. મોટી વિપત્તિ વખતે ચર્ચોનું નામનિશાન મિટાવી દેવામાં આવશે. પછી ફરી ક્યારેય એ પોતાનું માથું ઊંચું નહિ કરી શકે.

આ બધું જોતાં, હવે આપણને કઈ સમજણ મળી છે? બેવફા યરૂશાલેમ વિશે બાઇબલની ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે. એનો વિચાર કરતી વખતે કદાચ આપણને થાય કે ‘આ બધું તો આજે ચર્ચોમાં પણ ચાલે છે.’ પણ એવું તો નથી જ કે અગાઉનું યરૂશાલેમ ચર્ચોને રજૂ કરે છે, કેમ કે બાઇબલમાં એવો કોઈ પુરાવો નથી.