સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બૉક્સ ૧૮-ક

યહોવા આવનાર મોટી લડાઈ વિશે ચેતવણી આપે છે

યહોવા આવનાર મોટી લડાઈ વિશે ચેતવણી આપે છે

બાઇબલમાં એવી ઘણી ભવિષ્યવાણીઓ છે, જે એ મોટી લડાઈ વિશે જણાવે છે. લડાઈમાં યહોવા એવા લોકોનો સફાયો કરશે, જેઓ તેમનો અને તેમના લોકોનો વિરોધ કરે છે. અહીં એમાંની અમુક ભવિષ્યવાણીઓ આપી છે. એમાં આપેલી ચેતવણીઓ કઈ રીતે એકસરખી છે, એ જુઓ. યહોવાએ ખાતરી કરાવી છે કે દુનિયાના બધા લોકો એ વિશે જાણે અને તેઓને બચવાનો મોકો મળે.

ઇઝરાયેલીઓનો સમય

હઝકિયેલ: “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘મારા બધા પર્વતો પર હું ગોગ સામે તલવાર લાવીશ.’”—હઝકિ. ૩૮:૧૮-૨૩.

યર્મિયા: ‘યહોવા પોતે બધા માણસોનો ન્યાય કરશે અને તલવારથી દુષ્ટોનો નાશ કરશે.’—યર્મિ. ૨૫:૩૧-૩૩.

દાનિયેલ: ‘સ્વર્ગના ઈશ્વર એક રાજ્યની સ્થાપના કરશે. એ રાજ્ય આ બધાં રાજ્યોને ભાંગીને તેઓનો અંત લાવશે.’—દાનિ. ૨:૪૪.

પહેલી સદી

ઈસુ: “એવી મોટી વિપત્તિ આવશે, જે દુનિયાની શરૂઆતથી હમણાં સુધી થઈ નથી.”—માથ. ૨૪:૨૧, ૨૨.

પાઉલ: ‘ઈસુ પોતાના શક્તિશાળી દૂતો સાથે આવશે. જેઓ ઈશ્વરને જાણતા નથી, તેઓ પર તે વેર વાળશે.’—૨ થેસ્સા. ૧:૬-૯.

પિતર: ‘યહોવાનો દિવસ ચોરની જેમ આવશે ત્યારે, પૃથ્વી અને એના પર થયેલાં કામો ખુલ્લાં પડશે.’—૨ પિત. ૩:૧૦.

યોહાન: ‘ઈસુના મોંમાંથી ધારદાર અને લાંબી તલવાર નીકળે છે. એ તલવાર પ્રજાઓને મારી નાખવા માટે છે.’ —પ્રકટી. ૧૯:૧૧-૧૮.

આપણો સમય

બાઇબલનું સૌથી વધારે ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે અને સૌથી વધારે વહેંચવામાં આવ્યું છે

આજે યહોવાના ભક્તો . . .

  • બાઇબલના સાહિત્યનું સેંકડો ભાષાઓમાં ભાષાંતર કરે છે અને લાખોની સંખ્યામાં લોકોને આપે છે

  • ખુશખબર જણાવવામાં દર વર્ષે લાખો કલાકો આપે છે