સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૩

સવાલો પૂછો

સવાલો પૂછો

માથ્થી ૧૬:૧૩-૧૬

મુખ્ય વિચાર: સમજી-વિચારીને સવાલો પૂછો, જેથી લોકોને રસ જાગે, તેઓ બરાબર સમજે અને મહત્ત્વના વિચારો જાણે.

કેવી રીતે કરશો:

  • રસ જગાડો અને એને જાળવી રાખો. એવા સવાલો પૂછો, જેનાથી વ્યક્તિ વિચારવા લાગે અને તેની જિજ્ઞાસા જાગે.

  • વિષય સમજાવો. એકએક સવાલ વારાફરતી મનમાં ગોઠવો. એ પૂછો અને માહિતી બરાબર સમજાય છે એનું ધ્યાન રાખો, જેથી તેઓ પોતે યોગ્ય નિર્ણય પર આવી શકે.

  • મહત્ત્વના વિચારો ચમકાવો. જિજ્ઞાસા જાગે એવા સવાલો પૂછો. પછી મહત્ત્વનો વિચાર રજૂ કરો. મહત્ત્વના વિચારની ચર્ચા કર્યા પછી અથવા વાત પૂરી કરવાના હો ત્યારે, ફરીથી સવાલો પૂછીને એ વિચારો તાજા કરો.