સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૧૨

પ્રેમ અને કોમળતા

પ્રેમ અને કોમળતા

૧ થેસ્સાલોનિકીઓ ૨:૭, ૮

મુખ્ય વિચાર: તમારા બોલવા પરથી સાંભળનારાઓ પારખી શકશે કે તમે તેઓને ખરેખર પ્રેમ કરો છો અને મદદ કરવા ચાહો છો.

કેવી રીતે કરશો:

  • તમારા સાંભળનારાઓનો વિચાર કરો. તેઓના જીવનમાં કેવી તકલીફો આવે છે એનો વિચાર કરો. જો તમે તેઓની જગ્યાએ હોત તો?

  • કયા શબ્દો વાપરશો એનો વિચાર કરો. સાંભળનારાઓના મનને તાજગી આપો. દિલાસો આપો. હોંશ જગાડો. તેઓનું દિલ દુભાય એવું કંઈ ન બોલો. જેઓ યહોવામાં માનતા ન હોય અથવા બીજો ધર્મ પાળતા હોય તેઓ વિશે ખરાબ ન બોલો.

  • તમારો પ્રેમ બતાવો. કોમળ અવાજથી અને યોગ્ય હાવભાવથી તમારો પ્રેમ દેખાઈ આવવો જોઈએ. સ્માઈલ કરવાનું ભૂલતા નહિ.