સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૧૫

ખાતરીથી જણાવો

ખાતરીથી જણાવો

૧ થેસ્સાલોનિકીઓ ૧:૫

મુખ્ય વિચાર: જણાવો કે તમને સત્યમાં પૂરેપૂરો ભરોસો છે અને તમે જે શીખવો છો એ મહત્ત્વનું છે.

કેવી રીતે કરશો:

  • પૂરેપૂરી તૈયારી કરો. તમારી માહિતીને પૂરી રીતે સમજી લો. મુખ્ય વિચારો બરાબર સમજી લો. બાઇબલ એ વિચારોને કઈ રીતે ટેકો આપે છે, એ પાકું કરો. મુખ્ય વિચારો થોડા અને સાદા શબ્દોમાં રજૂ કરો. સાંભળનારાઓને એ કેવી રીતે મદદ કરશે એનો વિચાર કરો. યહોવાની પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરો.

  • ખાતરી આપે એવા શબ્દો વાપરો. છાપેલા શબ્દો પોપટની જેમ ગોખીને બોલવાને બદલે, તમારા પોતાના શબ્દોમાં બોલો. એવા શબ્દો વાપરો, જેનાથી દેખાઈ આવે કે તમે જે જણાવો છો એમાં તમે પોતે માનો છો, શ્રદ્ધા રાખો છો અને ભરોસો મૂકો છો.

  • પૂરી ખાતરીથી ને સાચા દિલથી વાત કરો. બરાબર સાંભળી શકાય એટલા અવાજે બોલો. કોઈને ખરાબ ન લાગે એ રીતે તેઓની સામે જોઈને વાત કરો.