સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૧૭

સમજાય એવી રીતે બોલો

સમજાય એવી રીતે બોલો

૧ કોરીંથીઓ ૧૪:૯

મુખ્ય વિચાર: લોકો સહેલાઈથી તમારો સંદેશો સમજી જાય એ માટે મદદ કરો.

કેવી રીતે કરશો:

  • સમજાવો એ પહેલાં તમે સમજો. તમારો વિષય પૂરી રીતે સમજી લો, જેથી તમે પોતાના શબ્દોમાં, સાદી અને સરળ રીતે સમજાવી શકો.

  • ટૂંકાં અને સાદાં વાક્યો વાપરો. લાંબાં વાક્યો વાપરી શકાય, પણ મુખ્ય વિચારો રજૂ કરવા માટે ટૂંકાં વાક્યો વાપરો.

  • અજાણ્યા કે અઘરા શબ્દો સમજાવો. લોકો સમજતા ન હોય અથવા અઘરા હોય એવા શબ્દો ઓછા વાપરો. જો તમારે કોઈ અઘરા શબ્દો, બાઇબલ જમાનાની કોઈ વ્યક્તિ અથવા જૂના જમાનાના તોલમાપ કે રીતભાત વિશે વાત કરવી પડે, તો એ વિશે સમજાવો.