સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૧૮

શીખવા મળે એવી માહિતી

શીખવા મળે એવી માહિતી

૧ કોરીંથીઓ ૯:૧૯-૨૩

મુખ્ય વિચાર: એ રીતે માહિતી રજૂ કરો, જેથી સાંભળનારાઓને લાગે કે પોતે કંઈક નવું, સારું અને જીવનમાં ખરેખર કામ આવે એવું શીખ્યા છે.

કેવી રીતે કરશો:

  • તેઓ શું જાણે છે એનો વિચાર કરો. તેઓ અગાઉ જે સાંભળી ચૂક્યા છે એ જ ફરીથી કહેવાને બદલે, એ વિષયનું કોઈ નવું પાસું બતાવો.

  • શોધખોળ કરો અને એના પર વિચાર કરો. મુખ્ય વિચારો સમજાવવા માટે એવી હકીકતો જણાવો, જે બહુ ઓછાને ખબર છે. તાજા સમાચાર પણ જણાવી શકો. તમારી માહિતી પર ખૂબ વિચાર કરો. તમારી માહિતી અને તમે જે હકીકતો જણાવવા માંગો છો એ બંને વચ્ચે શો સંબંધ છે એનો વિચાર કરો.

  • તમારો સંદેશો મહત્ત્વનો છે એ બતાવો. બાઇબલની સલાહ કઈ રીતે રોજિંદા જીવનમાં કામ આવી શકે એ સમજાવો. ખાસ કરીને એવા સંજોગો, લોકોના આચાર-વિચાર અથવા કોઈ ઘટનાની ચર્ચા કરો, જે તમારા સાંભળનારાઓને મદદ કરે.