અભ્યાસ ૨૦
સારી રીતે પૂરું કરો
કેવી રીતે કરશો:
-
છેલ્લે તમારા વિષયને પાછો ચમકાવો. તમારા વિષયના મુખ્ય વિચારો ફરીથી ટૂંકમાં જણાવો અથવા બીજા શબ્દોમાં ચમકાવો.
-
સાંભળનારાઓ કંઈક કરે એ માટે ઉમંગ જગાડો. વ્યક્તિએ શું કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ એ સમજાવો. તમે જે શીખવો છો એમાં તમને પોતાને વિશ્વાસ છે, ખાતરી છે, શ્રદ્ધા છે એ તમારી વાતમાં દેખાઈ આવવું જોઈએ.
-
તમારા છેલ્લા શબ્દો સાદા અને ટૂંકા રાખો. છેલ્લે કોઈ નવા મુદ્દાઓ ઊભા ન કરો. થોડા શબ્દોથી સાંભળનારાઓને કંઈક પગલાં ભરવાની હિંમત આપો.