સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૧૮

ઈસુના ખરા શિષ્યોને કઈ રીતે પારખી શકીએ?

ઈસુના ખરા શિષ્યોને કઈ રીતે પારખી શકીએ?

આજે કરોડો લોકો કહે છે, ‘હું ઈસુમાં માનું છું.’ પણ તેઓની માન્યતાઓ એકસરખી નથી. તેઓના નીતિ-નિયમો પણ અલગ અલગ છે. તો આપણે ઈસુના ખરા શિષ્યોને કઈ રીતે પારખી શકીએ?

૧. ખ્રિસ્તી કોને કહેવાય?

જેઓ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે અથવા તેમને અનુસરે છે, તેઓને ખ્રિસ્તી કહેવામાં આવે છે. (પ્રેરિતોનાં કાર્યો ૧૧:૨૬ વાંચો.) તેઓ કઈ રીતે પોતાને ઈસુના શિષ્યો સાબિત કરે છે? ઈસુએ કહ્યું હતું: “જો તમે મારા શિક્ષણ પ્રમાણે જીવશો, તો તમે સાચે જ મારા શિષ્યો છો.” (યોહાન ૮:૩૧) ઈસુના શિક્ષણ પ્રમાણે જીવે છે, તેને જ ખરો ખ્રિસ્તી કહેવાય. ઈસુએ જે કંઈ શીખવ્યું એ શાસ્ત્રમાંથી શીખવ્યું. ઈસુના ખરા શિષ્યો પણ એવું જ કરે છે.​—લૂક ૨૪:૨૭ વાંચો.

૨. ઈસુના ખરા શિષ્યો કઈ રીતે પ્રેમ બતાવે છે?

ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: “જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો, એવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો.” (યોહાન ૧૫:૧૨) ઈસુએ કઈ રીતે શિષ્યોને પ્રેમ બતાવ્યો? તેમણે તેઓને ઉત્તેજન આપ્યું, તેઓ સાથે સમય વિતાવ્યો અને તેઓને મદદ કરી. અરે, તેઓ માટે પોતાનો જીવ પણ આપી દીધો. (૧ યોહાન ૩:૧૬) આજે ઈસુના ખરા શિષ્યો પણ પ્રેમની ફક્ત વાતો જ કરતા નથી, પણ કાર્યોથી એ બતાવે છે. હા, તેઓ એકબીજાને દિલથી પ્રેમ કરે છે.

૩. ઈસુના ખરા શિષ્યો કયા કામમાં લાગુ રહે છે?

ઈસુએ પોતાના શિષ્યોને એક કામ સોંપ્યું હતું. ‘તેમણે તેઓને ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા મોકલ્યા હતા.’ (લૂક ૯:૨) પહેલી સદીના ખ્રિસ્તીઓ ક્યાં પ્રચાર કરતા? તેઓ બજારોમાં, ઘરે ઘરે, ભક્તિ કરવાની જગ્યાઓએ અને જ્યાં પણ લોકો મળે ત્યાં પ્રચાર કરતા. (પ્રેરિતોનાં કાર્યો ૫:૪૨; ૧૭:૧૭ વાંચો.) આજે પણ ઈસુના ખરા શિષ્યો જ્યાં પણ લોકો મળે, ત્યાં તેઓને ઈશ્વરનો સંદેશો જણાવે છે. તેઓ લોકોને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે લોકોને બાઇબલનો સંદેશો જણાવવા તેઓ ખુશી ખુશી મહેનત કરે છે અને પોતાનો સમય આપે છે.​—માર્ક ૧૨:૩૧.

વધારે જાણો

આજે કોણ સાચે જ ઈસુના શિક્ષણ પ્રમાણે જીવે છે અને તેમના પગલે ચાલે છે? એ આપણે કઈ રીતે પારખી શકીએ? ચાલો જોઈએ.

૪. તેઓનું શિક્ષણ બાઇબલના આધારે છે

પહેલી સદીના ખ્રિસ્તીઓ શાસ્ત્રની વાતો પાળતા

આજે ઘણા પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે, પણ તેઓને લાગે છે કે બાઇબલની વાતો સમજવી અને પાળવી જરૂરી નથી. વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.

  • આપણે કઈ રીતે કહી શકીએ કે અમુક ચર્ચોએ લોકોને એ ન શીખવ્યું, જે ઈસુએ શીખવ્યું હતું?

ઈસુએ શાસ્ત્રમાંથી સત્યની વાતો શીખવી. યોહાન ૧૮:૩૭ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • ઈસુના કહ્યા પ્રમાણે એવા ખ્રિસ્તીઓને કઈ રીતે પારખી શકીએ, જેઓ “સત્યના પક્ષમાં” છે?

૫. તેઓ લોકોને ખુશખબર જણાવે છે

પહેલી સદીના ખ્રિસ્તીઓ લોકોને ખુશખબર જણાવતા

સ્વર્ગમાં જતા પહેલાં ઈસુએ તેમના શિષ્યોને એક ખાસ કામ સોંપ્યું હતું. જેઓ ઈસુના પગલે ચાલે છે, તેઓ આજે પણ એ કામ કરી રહ્યા છે. માથ્થી ૨૮:૧૯, ૨૦ અને પ્રેરિતોનાં કાર્યો ૧:૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • પ્રચારકામ ક્યાં સુધી ચાલશે અને ક્યાં ક્યાં કરવામાં આવશે?

૬. તેઓ જે શીખવે છે, એ પ્રમાણે કરે પણ છે

ટોમભાઈને કઈ રીતે ખાતરી થઈ કે તેમને જે લોકો મળ્યા, તેઓ સાચે જ ઈસુનું શિક્ષણ પાળે છે? વીડિયો જુઓ. પછી આ સવાલોની ચર્ચા કરો.

  • ટોમભાઈનો ધર્મ પરથી ભરોસો કેમ ઊઠી ગયો હતો?

  • ટોમભાઈને કેમ ખાતરી થઈ કે તેમને જે લોકો મળ્યા, તેઓ સાચે જ ઈસુના શિક્ષણ પ્રમાણે ચાલે છે?

લોકો આપણી વાતો તો સાંભળે છે, પણ આપણાં કામો પર વધારે ધ્યાન આપે છે. માથ્થી ૭:૨૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • ઈસુ માટે શું મહત્ત્વનું છે, આપણી વાતો કે આપણાં કામો?

૭. તેઓ એકબીજાને દિલથી પ્રેમ કરે છે

પહેલી સદીના ખ્રિસ્તીઓ એકબીજાને પ્રેમ કરતા

શું ઈસુના શિષ્યો એકબીજાને એટલો પ્રેમ કરે છે કે તેઓ માટે પોતાનો જીવ પણ આપી દે? એ વિશે જાણવા વીડિયો જુઓ. પછી આ સવાલોની ચર્ચા કરો.

  • લોઇડભાઈએ જોહાનસનભાઈને બચાવવા કેમ પોતાનો જીવ જોખમમાં મૂક્યો?

  • શું તમને લાગે છે કે લોઇડભાઈએ એ જ રીતે પ્રેમ બતાવ્યો, જેમ ઈસુના ખરા શિષ્યે બતાવવો જોઈએ?

યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • ઈસુના શિષ્યો બીજા કોઈ દેશ કે જાતિના લોકો સાથે કઈ રીતે વર્તશે?

  • જ્યારે યુદ્ધ ચાલતું હોય ત્યારે પણ ઈસુના શિષ્યો શું કરશે?

અમુક લોકો કહે છે: “અમુક પોતાને ખ્રિસ્તી કહે છે, પણ ખરાબ કામો કરે છે. તો તેઓ કઈ રીતે ઈસુના શિષ્યો કહેવાય?”

  • તમે બીજાઓને કઈ કલમ બતાવશો, જેથી તેઓ પારખી શકે કે ઈસુના ખરા શિષ્યો કોણ છે?

આપણે શીખી ગયા

ઈસુના ખરા શિષ્યો બાઇબલમાં લખેલી વાતો પાળે છે અને બાઇબલમાંથી બીજાઓને શીખવે છે. તેઓ એકબીજાને એટલો પ્રેમ કરે છે કે તેઓ માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર હોય છે.

તમે શું કહેશો?

  • ઈસુના ખરા શિષ્યોનું શિક્ષણ શાના આધારે હોય છે?

  • કયા ગુણથી તમે ઈસુના શિષ્યોને ઓળખી શકશો?

  • ઈસુના ખરા શિષ્યો કયા કામમાં લાગુ રહે છે?

આટલું કરો

વધારે માહિતી

એવા લોકો વિશે શીખો, જેઓ ઈસુને પગલે ચાલવા સખત મહેનત કરે છે.

યહોવાના સાક્ષીઓ​—અમે કોણ છીએ? (૧:૧૩)

જાણો કે બાઇબલનું સત્ય શીખવાથી કઈ રીતે એક નનને કુટુંબ જેવો પ્રેમ મળ્યો.

“તેઓએ બાઇબલમાંથી સવાલોના જવાબ આપ્યા” (ચોકીબુરજ, જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૪)

ઈસુના પગલે ચાલનારાઓ કઈ રીતે આફતના સમયે ભાઈ-બહેનોને મદદ કરે છે?

આફતના સમયે ભાઈ-બહેનોને મદદ મળી​—ઝલક (૩:૫૭)

ઈસુના ખરા શિષ્યોને કઈ રીતે ઓળખી શકીએ? ઈસુએ એ વિશે શું કહ્યું હતું? આ લેખમાં એ જાણવા મળશે.

“સાચા ખ્રિસ્તીઓની ઓળખ શું છે?” (ચોકીબુરજ, એપ્રિલ ૧, ૨૦૧૨; ચોકીબુરજનો લેખ)