સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૩૨

ઈશ્વરનું રાજ્ય હમણાં રાજ કરે છે

ઈશ્વરનું રાજ્ય હમણાં રાજ કરે છે

સાલ ૧૯૧૪થી સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યએ રાજ શરૂ કર્યું. એ જ સમયથી માનવીય સરકારોના છેલ્લા દિવસો શરૂ થઈ ગયા. એવું શાના આધારે કહી શકીએ? ચાલો જોઈએ કે એ વિશે બાઇબલમાં પહેલેથી શું જણાવ્યું છે. એ પણ જોઈએ કે ૧૯૧૪થી દુનિયામાં કેવા બનાવો બને છે અને લોકોનાં વાણી-વર્તન કેવાં થઈ ગયાં છે.

૧. બાઇબલમાં પહેલેથી શું જણાવ્યું છે?

બાઇબલમાં દાનિયેલ નામના પુસ્તકમાં એક ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે “સાત સમયો” વીતશે અને એના અંતે ઈશ્વરનું રાજ્ય રાજ શરૂ કરશે. (દાનિયેલ ૪:૧૬, ૧૭) દાનિયેલનું પુસ્તક લખાયું એની સદીઓ પછી ઈસુએ એ સાત સમયોને “પ્રજાઓના નક્કી કરેલા સમયો” કહ્યા. તેમણે એમ પણ કહ્યું કે એ સમયો હજી પૂરા થયા નથી. (લૂક ૨૧:૨૪) આપણે શીખીશું કે એ સાત સમયો ૧૯૧૪માં પૂરા થયા.

૨. ૧૯૧૪થી કેવા બનાવો બની રહ્યા છે અને લોકોનાં વાણી-વર્તન કેવાં થઈ ગયાં છે?

ઈસુના શિષ્યોએ તેમને પૂછ્યું હતું: “તમારી હાજરીની અને દુનિયાના અંતના સમયની નિશાની શું હશે?” (માથ્થી ૨૪:૩) ઈસુએ જવાબમાં કહ્યું કે તે ઈશ્વરના રાજ્યના રાજા બનશે એ પછી પૃથ્વી પર ઘણા બનાવો બનશે. જેમ કે, યુદ્ધો થશે, દુકાળો પડશે અને ધરતીકંપો થશે. (માથ્થી ૨૪:૭ વાંચો.) બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે “છેલ્લા દિવસોમાં” લોકોનાં વાણી-વર્તન એટલાં ખરાબ હશે કે એ ‘સહન કરવાં અઘરાં હશે.’ (૨ તિમોથી ૩:૧-૫) ખાસ કરીને ૧૯૧૪થી આવાં ખરાબ બનાવો અને વાણી-વર્તન સાફ જોવા મળે છે.

૩. ઈશ્વરનું રાજ શરૂ થયું ત્યારથી દુનિયાની હાલત કેમ બગડી ગઈ છે?

સ્વર્ગમાં રાજા બન્યા પછી ઈસુએ થોડા જ સમયમાં શેતાન અને તેના દુષ્ટ દૂતોને એક યુદ્ધમાં હરાવી દીધા. બાઇબલમાં લખ્યું છે કે, શેતાનને “પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને સાથે સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.” (પ્રકટીકરણ ૧૨:૯, ૧૦, ૧૨) શેતાનને ખબર છે કે હવે તેના વિનાશની ઘડીઓ ગણાઈ રહી છે. એટલે તે ગુસ્સાથી લાલ-પીળો થઈ ગયો છે અને લોકો પર દુઃખ-તકલીફો લાવી રહ્યો છે. તેના લીધે જ દુનિયાની હાલત આટલી ખરાબ થઈ ગઈ છે. પણ બહુ જલદી ઈશ્વરનું રાજ્ય બધી તકલીફોને દૂર કરી દેશે.

વધારે જાણો

આપણે કઈ રીતે કહી શકીએ કે ઈશ્વરના રાજ્યએ ૧૯૧૪થી રાજ શરૂ કર્યું છે? એ જાણીને આપણે શું કરવું જોઈએ? ચાલો જોઈએ.

૪. બાઇબલ ભવિષ્યવાણી પ્રમાણે ૧૯૧૪થી ઈશ્વરના રાજ્યએ રાજ શરૂ કર્યું

ઈશ્વરે પ્રાચીન બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને એક સપનાથી જણાવ્યું કે ભાવિમાં શું બનશે. એ સપના વિશે અને દાનિયેલે એનો જે અર્થ બતાવ્યો એ વિશે બાઇબલમાં લખ્યું છે. આપણને સાફ જોવા મળે છે કે એ સપનું નબૂખાદનેસ્સારના રાજ્ય વિશે અને ઈશ્વરના રાજ્ય વિશે હતું.​દાનિયેલ ૪:૧૭ વાંચો. a

દાનિયેલ ૪:૨૦-૨૬ વાંચો. પછી ચાર્ટનો ઉપયોગ કરીને આ સવાલોની ચર્ચા કરો:

  • (ક) નબૂખાદનેસ્સારે સપનામાં શું જોયું?​—કલમ ૨૦, ૨૧ જુઓ.

  • (ખ) એ મોટા ઝાડનું શું થયું?​—કલમ ૨૩ જુઓ.

  • (ગ) “સાત સમયો”ના અંતે શું થવાનું હતું?​—કલમ ૨૬ જુઓ.

સપનામાં જોયેલું ઝાડ કઈ રીતે ઈશ્વરના રાજ્ય સાથે જોડાયેલું છે?

ભવિષ્યવાણી (દાનિયેલ ૪:૨૦-૩૬)

રાજ્ય

(ક) એક મોટું ઝાડ

રાજ્ય ગુમાવ્યું

(ખ) “એ ઝાડ કાપી નાખો” અને “એના માથે સાત સમયો વીતવા દો”

રાજ્ય મેળવ્યું

(ગ) “તમારું રાજ્ય તમને પાછું સોંપવામાં આવશે”

ભવિષ્યવાણી પહેલી વાર કઈ રીતે પૂરી થઈ?

પહેલી વાર પૂરી થઈ

રાજ્ય

(ઘ) બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર

રાજ્ય ગુમાવ્યું

(ચ) ઈસવીસન પૂર્વે ૬૦૬ પછી, નબૂખાદનેસ્સારે સમજશક્તિ ગુમાવી અને તે સાત વર્ષ સુધી રાજ કરી ન શક્યો

રાજ્ય મેળવ્યું

(છ) નબૂખાદનેસ્સારની સમજશક્તિ પાછી આવી અને તે ફરી રાજ કરવા લાગ્યો

ભવિષ્યવાણી બીજી વાર કઈ રીતે પૂરી થઈ?

  • (જ) ઝાડ કોને બતાવતું હતું?​૧ કાળવૃત્તાંત ૨૯:૨૩ વાંચો.

  • (ઝ) એ રાજાઓએ ક્યારે રાજ્ય ગુમાવ્યું? આપણે કઈ રીતે કહી શકીએ કે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, ઇઝરાયેલી રાજાઓનું શાસન ન હતું?​લૂક ૨૧:૨૪ વાંચો.

  • (ટ) એ રાજ્ય ક્યારે અને ક્યાં શરૂ થયું?

બીજી વાર પૂરી થઈ

રાજ્ય

(જ) ઈશ્વરના રાજને દર્શાવતા ઇઝરાયેલી રાજાઓ

રાજ્ય ગુમાવ્યું

(ઝ) યરૂશાલેમનો નાશ થયો, ૨,૫૨૦ વર્ષ સુધી ઇઝરાયેલી રાજાઓનું શાસન ન હતું

રાજ્ય મેળવ્યું

(ટ) ઈશ્વરના રાજ્યના રાજા તરીકે ઈસુએ સ્વર્ગમાંથી રાજ શરૂ કર્યું

સાત સમયો કેટલા લાંબા હતા?

બાઇબલના એક ભાગને સમજવા એના બીજા ભાગથી મદદ મળે છે. દાખલા તરીકે, પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે સાડા ત્રણ સમયો ૧,૨૬૦ દિવસો છે. (પ્રકટીકરણ ૧૨:૬, ૧૪) તો સાત સમયો એનાથી બમણા થાય, એટલે કે ૨,૫૨૦ દિવસ થાય. બાઇબલમાં અમુક વાર એક દિવસને એક વર્ષ તરીકે રજૂ કરવામાં આવે છે. (હઝકિયેલ ૪:૬) એટલે દાનિયેલના પુસ્તકમાં જણાવેલા સાત સમયો ૨,૫૨૦ વર્ષ થાય.

૫. ૧૯૧૪થી દુનિયાની હાલત બગડી રહી છે

ઈસુએ પહેલેથી જણાવ્યું હતું કે તે રાજા બનશે પછી આ દુનિયાની હાલત કેવી થશે. લૂક ૨૧:૯-૧૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • આજે તમે કેવા બનાવો બનતા જોયા છે અથવા એના વિશે સાંભળ્યું છે?

પ્રેરિત પાઉલે જણાવ્યું હતું કે માણસોના રાજના છેલ્લા દિવસોમાં લોકોનાં વાણી-વર્તન કેવાં હશે. ૨ તિમોથી ૩:૧-૫ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • આજે તમને લોકોમાં કેવું વલણ જોવા મળે છે?

૬. તમે કઈ રીતે બતાવી શકો કે ઈશ્વરનું રાજ્ય તમારા માટે મહત્ત્વનું છે?

માથ્થી ૨૪:૩, ૧૪ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • કયું મહત્ત્વનું કામ બતાવે છે કે ઈશ્વરનું રાજ્ય આજે રાજ કરી રહ્યું છે?

  • તમે કઈ રીતે એ કામમાં ભાગ લઈ શકો?

ઈશ્વરનું રાજ્ય હમણાં રાજ કરી રહ્યું છે અને બહુ જલદી એ આખી પૃથ્વી પર રાજ કરશે. હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • જેમ જેમ ‘એ દિવસ નજીક આવતો જોઈએ,’ તેમ તેમ આપણે દરેકે શું કરવું જોઈએ?

જો તમે એવી કોઈ વાત જાણતા હો, જેનાથી બીજાઓને મદદ મળે અને તેઓનું જીવન બચે, તો તમે શું કરશો?

જો કોઈ પૂછે: “જો ઈશ્વરનું રાજ્ય રાજ કરી રહ્યું હોય, તો પરિસ્થિતિ કેમ આટલી ખરાબ થઈ ગઈ છે?”

  • તમે શું કહેશો?

આપણે શીખી ગયા

બાઇબલની ભવિષ્યવાણી અને દુનિયાની હાલત સાબિત કરે છે કે ઈશ્વરનું રાજ્ય હમણાં રાજ કરી રહ્યું છે. રાજ્યની ખુશખબર જણાવીને અને સભાઓમાં જઈને બતાવીએ છીએ કે એ રાજ્ય આપણા માટે ખૂબ મહત્ત્વનું છે.

તમે શું કહેશો?

  • દાનિયેલના પુસ્તકમાં જણાવેલા સાત સમયોના અંતે શું થયું?

  • તમને શાનાથી ખાતરી થઈ કે ઈશ્વરનું રાજ્ય ૧૯૧૪થી રાજ કરી રહ્યું છે?

  • તમે કઈ રીતે બતાવી શકો કે તમારા માટે ઈશ્વરનું રાજ્ય મહત્ત્વનું છે?

આટલું કરો

વધારે માહિતી

૧૯૧૪થી દુનિયામાં થયેલા ફેરફારો વિશે ઇતિહાસકારો અને બીજા લોકો શું કહે છે, એ વિશે જાણો.

“દુનિયા ક્યારથી બદલાઈ ગઈ?” (સજાગ બનો!, જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૭)

માથ્થી ૨૪:૧૪ની ભવિષ્યવાણી વિશે જાણીને એક માણસનું જીવન કઈ રીતે બદલાઈ ગયું, એ વાંચો.

“હું બેઝબૉલ પાછળ પાગલ હતો” (ચોકીબુરજ નં. ૩ ૨૦૧૭)

 આપણે કઈ રીતે જાણી શકીએ કે દાનિયેલ અધ્યાય ૪માં જણાવેલી ભવિષ્યવાણી ઈશ્વરના રાજ્ય વિશે છે?

“ઈશ્વરના રાજ્યએ ક્યારથી રાજ શરૂ કર્યું? (ભાગ ૧)” (ચોકીબુરજ, જાન્યુઆરી-માર્ચ ૨૦૧૫)

શાના આધારે કહી શકાય કે દાનિયેલ અધ્યાય ૪માં જણાવેલા “સાત સમયો” ૧૯૧૪માં પૂરા થયા?

“ઈશ્વરના રાજ્યએ ક્યારથી રાજ શરૂ કર્યું? (ભાગ ૨)” (ચોકીબુરજ, એપ્રિલ-જૂન ૨૦૧૫)

a આ પાઠના વધારે માહિતી ભાગમાં આપેલા  છેલ્લા બે લેખ જુઓ.