સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૬૦

યહોવાની ભક્તિમાં આગળ વધતા જાઓ

યહોવાની ભક્તિમાં આગળ વધતા જાઓ

અત્યાર સુધી તમે બાઇબલમાંથી યહોવા વિશે ઘણું બધું શીખ્યા છો. તમે જે શીખ્યા એનાથી તમારા દિલમાં યહોવા માટે પ્રેમ જાગ્યો અને એ વધતો ને વધતો ગયો. એટલે તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને બાપ્તિસ્મા લીધું છે. અથવા કદાચ તમે એમ કરવાનું વિચારતા હશો. પણ બાપ્તિસ્મા તો બસ એક શરૂઆત છે. યહોવાને પૂરી રીતે ઓળખવા, નજીકથી જાણવા તો આખું જીવન પણ ઓછું પડે. તમે યુગોના યુગો સુધી તેમના વિશે શીખી શકો છો, હા, તેમની સાથોસાથ ચાલી શકો છો!

૧. તમારે કેમ યહોવા સાથે સંબંધ મજબૂત કરતા રહેવું જોઈએ?

તમે હવે યહોવાને ઓળખો છો. પણ એ સંબંધ ગાઢ કરવા મહેનત કરવી ખૂબ જરૂરી છે. શા માટે? તમે “ઈશ્વરથી દૂર ન થઈ જાઓ” એ માટે. (હિબ્રૂઓ ૩:૧૨) પૂરા દિલથી યહોવાની ભક્તિ કરતા રહેવા તમે શું કરશો? પ્રચારકામમાં લાગુ રહો. વિચારો કે યહોવાની સેવામાં વધારે કરવા તમે બીજું શું કરી શકો. (ફિલિપીઓ ૩:૧૬ વાંચો.) આખું જીવન યહોવાની સેવા કરતા રહીએ, એ જ સૌથી ઉત્તમ છે!—ગીતશાસ્ત્ર ૮૪:૧૦.

૨. યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા તમે બીજું શું કરી શકો?

આ ચોપડીમાંથી આપણી ચર્ચા હવે પૂરી થવા આવી છે. પણ યહોવા સાથેની તમારી મુસાફરી ચાલુ રહેશે. બાઇબલમાં જણાવ્યું છે કે આપણે “નવો સ્વભાવ પહેરી” લેવો જોઈએ. (એફેસીઓ ૪:૨૩, ૨૪) જેમ જેમ તમે બાઇબલમાંથી શીખશો અને સભાઓમાં જશો, તેમ તેમ તમને યહોવા અને તેમના ગુણો વિશે નવી નવી વાતો શીખવા મળશે. પછી વિચારો કે જીવનના દરેક પાસામાં યહોવા જેવો સ્વભાવ કેળવવા તમે શું કરી શકો. યહોવાના વહાલા ભક્ત બનવા જો તમારે કોઈ ફેરફાર કરવાની જરૂર હોય, તો એ કરતા રહો.

૩. ભક્તિમાં વધારે કરવા યહોવા તમને કઈ રીતે મદદ કરશે?

બાઇબલમાં લખ્યું છે: ‘ઈશ્વર પોતે તમારી તાલીમ પૂરી કરશે. તે તમને દૃઢ કરશે, તે તમને બળવાન કરશે અને તે તમને સ્થિર કરશે.’ (૧ પિતર ૫:૧૦) આપણા બધાની સામે ખોટું કરવાની લાલચ આવશે. પણ એ લાલચ સામે લડવા આપણને જે કંઈ મદદની જરૂર છે, એ યહોવા આપશે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪) તમે વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહી શકો એ માટે તે તમને ઇચ્છા અને બળ આપશે. તેમણે પોતે એ વચન આપ્યું છે, તે પોતાના એ વચનથી ફરી નહિ જાય.—ફિલિપીઓ ૨:૧૩ વાંચો.

વધારે જાણો

તમે કઈ રીતે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરતા રહી શકો? યહોવા તમને કયા આશીર્વાદો આપશે? ચાલો જોઈએ.

૪. તમારા પાકા મિત્ર યહોવા સાથે વાત કરતા રહો

પ્રાર્થના કરવાથી અને બાઇબલનો અભ્યાસ કરવાથી તમે યહોવાના મિત્ર બની શક્યા છો. એવું કરતા રહેશો તો, તમે યહોવાને હજી વધારે નજીકથી ઓળખી શકશો.

ગીતશાસ્ત્ર ૬૨:૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • યહોવા સાથે તમારો સંબંધ વધારે મજબૂત કરવા તમે પ્રાર્થનામાં હજી કેવો સુધારો કરી શકો?

ગીતશાસ્ત્ર ૧:૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • યહોવા સાથે તમારો સંબંધ વધારે મજબૂત કરવા તમે બાઇબલ વાંચવાની રીતમાં કેવો સુધારો કરી શકો?

બાઇબલમાંથી વધારે શીખતા રહેવા તમે શું કરી શકો? અમુક સૂચનો જાણવા વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.

  • વીડિયોમાં બતાવેલાં કયાં સૂચનો તમે લાગુ પાડવા માંગો છો?

  • તમે કયા વિષયો પર વધારે શીખવા માંગો છો?

૫. યહોવાની સેવામાં ધ્યેયો રાખો

જો આપણે યહોવાની સેવામાં અમુક ધ્યેયો રાખીશું, તો તેમની ભક્તિમાં આગળ વધી શકીશું. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

  • યહોવાની સેવામાં ધ્યેયો રાખવાથી કેમરન નામના બહેનને કયા આશીર્વાદો મળ્યા?

આપણે દરેક જણ બીજા દેશમાં જઈને પ્રચાર કરી શકતા નથી. પણ એવા ધ્યેયો તો જરૂર રાખી શકીએ છીએ, જે આપણે પૂરા કરી શકીએ. નીતિવચનો ૨૧:૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • મંડળમાં વધારે મદદ કરવા તમે કયા ધ્યેયો રાખી શકો?

  • પ્રચારમાં વધારે કરવા તમે કયા ધ્યેયો રાખી શકો?

તમારા ધ્યેયો પૂરા કરવા આ કલમમાં આપેલો સિદ્ધાંત કઈ રીતે મદદ કરશે?

અમુક ધ્યેયો:

  • પ્રાર્થના કરવાની રીતમાં સુધારો કરો.

  • આખું બાઇબલ વાંચો.

  • મંડળમાં બધાને સારી રીતે ઓળખવા પ્રયત્ન કરો.

  • કોઈનો બાઇબલ અભ્યાસ શરૂ કરો.

  • સહાયક પાયોનિયર અથવા નિયમિત પાયોનિયર બનો.

  • જો તમે ભાઈ હો, તો સહાયક સેવક બનવા મહેનત કરો.

૬. હંમેશ માટે જીવનનો આનંદ માણો!

ગીતશાસ્ત્ર ૨૨:૨૬ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • હમણાં અને હંમેશ માટે જીવનનો આનંદ માણવા તમે શું કરી શકો?

આપણે શીખી ગયા

યહોવા સાથે તમારો સંબંધ મજબૂત કરતા જાઓ અને તેમની સેવામાં વધારે કરવા ધ્યેયો રાખો. પછી તમે હમણાં અને હંમેશ માટે જીવનનો આનંદ માણી શકશો.

તમે શું કહેશો?

  • કેમ કહી શકાય કે યહોવા તમને વફાદાર રહેવા મદદ કરશે?

  • યહોવાને પાકા મિત્ર બનાવવા તમે શું કરી શકો?

  • યહોવાની સેવામાં ધ્યેયો રાખવાથી તમે કઈ રીતે તેમની ભક્તિમાં વધારે કરી શકશો?

આટલું કરો

વધારે માહિતી

યહોવા માટે વધારે મહત્ત્વનું શું છે, એક જ વારની જોરદાર વફાદારી, કે પછી જીવનભરની વફાદારી?

ઇબ્રાહિમની જેમ વફાદાર રહો (૯:૨૦)

અમુક વાર યહોવાના સેવકો પણ પોતાનો આનંદ ગુમાવી બેસે છે. ચાલો જોઈએ કે કઈ રીતે પોતાનો આનંદ પાછો મેળવી શકીએ.

અભ્યાસ અને મનન દ્વારા આનંદ પાછો મેળવો (૫:૨૫)

આપણે યહોવાની સેવામાં કયા ધ્યેયો રાખી શકીએ અને એ પૂરા કરવા શું કરી શકીએ? ચાલો જોઈએ.

“જીવનમાં તમને શું કરવું છે?” (ચોકીબુરજ, જુલાઈ ૧૫, ૨૦૦૪)

યહોવાની સેવામાં આગળ વધવું કેમ જરૂરી છે અને તમે એ કઈ રીતે કરી શકો?

“‘યહોવાહનો મહાન દિવસ’ નજીક છે, સત્યમાં આગળ વધીએ” (ચોકીબુરજ, મે ૧, ૨૦૦૯)