સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિભાગ ૨માં તમે શું શીખ્યા?

વિભાગ ૨માં તમે શું શીખ્યા?

આ સવાલોની ચર્ચા કરો:

  1. ૧. યહોવા ખોટાં કામો કરતા ધર્મોનું શું કરશે?

    (પાઠ ૧૩ જુઓ.)

  2. ૨. નિર્ગમન ૨૦:૪-૬ વાંચો.

    • જ્યારે લોકો મૂર્તિઓ દ્વારા યહોવાની ભક્તિ કરે છે, ત્યારે તેમને કેવું લાગે છે?

      (પાઠ ૧૪ જુઓ.)

  3. ૩. ઈસુ કોણ છે?

    (પાઠ ૧૫ જુઓ.)

  4. ૪. ઈસુના કયા ગુણો તમને સૌથી વધારે ગમ્યા?

    (પાઠ ૧૭ જુઓ.)

  5. ૫. યોહાન ૧૩:૩૪, ૩૫ અને પ્રેરિતોનાં કાર્યો ૫:૪૨ વાંચો.

    • આજે ઈસુના ખરા શિષ્યો કોણ છે? શાના આધારે કહી શકાય કે તેઓ ઈસુના ખરા શિષ્યો છે?

      (પાઠ ૧૮ અને પાઠ ૧૯ જુઓ.)

  6. ૬. મંડળના આગેવાન કોણ છે અને તે કઈ રીતે મંડળને માર્ગદર્શન આપે છે?

    (પાઠ ૨૦ જુઓ.)

  7. ૭. માથ્થી ૨૪:૧૪ વાંચો.

    • આ ભવિષ્યવાણી આજે કઈ રીતે સાચી પડી રહી છે?

    • બાઇબલમાંથી શીખેલી વાતો તમે કોને કોને જણાવી રહ્યા છો?

      (પાઠ ૨૧ અને પાઠ ૨૨ જુઓ.)

  8. ૮. શું તમને લાગે છે કે બાપ્તિસ્મા એક મહત્ત્વનું પગલું છે અને એ માટે તમારે મહેનત કરવી જોઈએ? શા માટે?

    (પાઠ ૨૩ જુઓ.)

  9. ૯. શેતાન અને દુષ્ટ દૂતોથી બચવા તમે શું કરી શકો?

    (પાઠ ૨૪ જુઓ.)

  10. ૧૦. યહોવા આપણને કેવું જીવન આપવા ચાહે છે?

    (પાઠ ૨૫ જુઓ.)

  11. ૧૧. માણસો પર કેમ દુઃખ-તકલીફ આવે છે? તેઓ કેમ મરે છે?

    (પાઠ ૨૬ જુઓ.)

  12. ૧૨. યોહાન ૩:૧૬ વાંચો.

    • આપણને પાપ અને મરણમાંથી છોડાવવા યહોવાએ શું કર્યું?

      (પાઠ ૨૭ જુઓ.)

  13. ૧૩. સભાશિક્ષક ૯:૫ વાંચો.

    • મરણ પછી વ્યક્તિનું શું થાય છે?

    • ગુજરી ગયેલા કરોડો લોકો માટે ઈસુ શું કરશે?

      (પાઠ ૨૯ અને પાઠ ૩૦ જુઓ.)

  14. ૧૪. ઈશ્વરનું રાજ્ય કઈ રીતે માણસોની સરકારો કરતાં ચઢિયાતું છે?

    (પાઠ ૩૧ અને પાઠ ૩૩ જુઓ.)

  15. ૧૫. શું તમે માનો છો કે ઈશ્વરનું રાજ્ય હમણાં રાજ કરે છે? શા માટે? ઈશ્વરનું રાજ્ય ક્યારે શરૂ થયું?

    (પાઠ ૩૨ જુઓ.)