સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિભાગ ૪માં તમે શું શીખ્યા?

વિભાગ ૪માં તમે શું શીખ્યા?

આ સવાલોની ચર્ચા કરો:

  1. ૧. નીતિવચનો ૧૩:૨૦ વાંચો.

    • સમજી-વિચારીને મિત્રો બનાવવા કેમ જરૂરી છે?

      (પાઠ ૪૮ જુઓ.)

  2. ૨. બાઇબલની સલાહ તમને કઈ રીતે . . .

    • સારા પતિ કે પત્ની બનવા મદદ કરી શકે?

    • સારાં માબાપ કે બાળક બનવા મદદ કરી શકે?

      (પાઠ ૪૯ અને પાઠ ૫૦ જુઓ.)

  3. ૩. કેવી વાતો યહોવાને પસંદ છે? કેવી વાતો યહોવાને પસંદ નથી?

    (પાઠ ૫૧ જુઓ.)

  4. ૪. કપડાં અને શણગાર વિશે સારો નિર્ણય લેવા બાઇબલના કયા સિદ્ધાંતો તમને મદદ કરી શકે?

    (પાઠ ૫૨ જુઓ.)

  5. ૫. યહોવાની નજરે ખોટું ન હોય એવું મનોરંજન માણવા તમે શું કરી શકો?

    (પાઠ ૫૩ જુઓ.)

  6. ૬. માથ્થી ૨૪:​૪૫-૪૭ વાંચો.

    • “વિશ્વાસુ અને સમજુ ચાકર” કોણ છે?

      (પાઠ ૫૪ જુઓ.)

  7. ૭. મંડળને ટેકો આપવા તમે કઈ રીતે તમારાં સમય, શક્તિ, પૈસા અને માલ-મિલકત વાપરી શકો?

    (પાઠ ૫૫ જુઓ.)

  8. ૮. ગીતશાસ્ત્ર ૧૩૩:૧ વાંચો.

    • મંડળમાં સંપ જાળવવા તમે શું કરી શકો?

      (પાઠ ૫૬ જુઓ.)

  9. ૯. કોઈ મોટું પાપ કરી બેસીએ ત્યારે, યહોવા પાસેથી મદદ મેળવવા આપણે શું કરવું જોઈએ?

    (પાઠ ૫૭ જુઓ.)

  10. ૧૦. ૧ કાળવૃત્તાંત ૨૮:૯ વાંચો.

    • બની શકે કે બીજાઓ તમને યહોવાની ભક્તિ કરતા રોકે અથવા તેઓ યહોવાને છોડી દે. એવા સંજોગોમાં કઈ રીતે બતાવી શકો કે તમે “પૂરા દિલથી” યહોવાને વફાદાર છો?

    • યહોવાને વફાદાર રહેવા અને તેમના શિક્ષણની વિરુદ્ધ હોય એવા ધર્મથી અલગ થવા શું તમારે કોઈ ફેરફાર કરવાની જરૂર છે?

      (પાઠ ૫૮ જુઓ.)

  11. ૧૧. સતાવણીનો સામનો કરવા તમે કઈ રીતે તૈયાર થઈ શકો?

    (પાઠ ૫૯ જુઓ.)

  12. ૧૨. યહોવાની ભક્તિમાં આગળ વધવા તમે શું કરવા માંગો છો?

    (પાઠ ૬૦ જુઓ.)