સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું હું તૈયાર છું?

શું હું તૈયાર છું?

શું હું મંડળનાં ભાઈ-બહેનો સાથે પ્રચાર કરવા તૈયાર છું?

તમે બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનવા તૈયાર છો કે નહિ, એ જાણવા અહીં આપેલા સવાલો પર ધ્યાન આપો:

  • શું હું નિયમિત રીતે બાઇબલ અભ્યાસ કરું છું, પ્રાર્થના કરું છું અને મંડળની સભાઓમાં જઉં છું?

  • શું હું બાઇબલના શિક્ષણને કીમતી ગણું છું, એના પર ભરોસો મૂકું છું અને બીજાઓને એ વિશે જણાવું છું?

  • શું હું યહોવાને પ્રેમ કરું છું અને તેમના ભક્તો સાથે પાકી દોસ્તી બાંધવા ચાહું છું?

  • શું મેં પૂરી રીતે પોતાને રાજકીય સંગઠનો અને બીજા ધર્મોથી અલગ કરી દીધો છે?

  • શું હું યહોવાના સિદ્ધાંતો પ્રમાણે જીવું છું અને યહોવાનો સાક્ષી બનવા ચાહું છું?

જો તમને લાગતું હોય કે તમે મંડળનાં ભાઈ-બહેનો સાથે પ્રચાર કરવા તૈયાર છો, તો તમને શીખવનાર ભાઈ કે બહેનને જણાવો. પછી વડીલો તમને મળીને જણાવશે કે પ્રકાશક બનવા તમારે શું કરવાની જરૂર છે.

શું હું બાપ્તિસ્મા લેવા તૈયાર છું?

તમે બાપ્તિસ્મા લેવા તૈયાર છો કે નહિ, એ જાણવા અહીં આપેલા સવાલો પર ધ્યાન આપો:

  • શું હું બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક છું?

  • શું હું નિયમિત રીતે અને પૂરા દિલથી પ્રચાર કરું છું?

  • શું હું ‘વિશ્વાસુ અને સમજુ ચાકરે’ આપેલું માર્ગદર્શન પાળું છું અને તેમને સાથ-સહકાર આપું છું?—માથ્થી ૨૪:૪૫-૪૭.

  • શું મેં પ્રાર્થનામાં યહોવાને મારું જીવન સમર્પિત કર્યું છે? શું હું હંમેશાં તેમની ભક્તિ કરવા ચાહું છું?

જો તમને લાગતું હોય કે તમે બાપ્તિસ્મા લેવા તૈયાર છો, તો તમને શીખવનાર ભાઈ કે બહેનને જણાવો. પછી વડીલો તમને મળીને જણાવશે કે બાપ્તિસ્મા લેવા તમારે શું કરવાની જરૂર છે.