સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ ચોપડી કેવી રીતે મદદ કરશે?

આ ચોપડી કેવી રીતે મદદ કરશે?

સૌથી પહેલા ધ્યાન આપો કે આ ચોપડીમાંથી કઈ રીતે ચર્ચા કરવામાં આવશે. પછી આ વીડિયો જુઓ.

પાઠનો પહેલો ભાગ

પાઠની તૈયારી કરતી વખતે એનો પહેલો ભાગ વાંચો. ઘાટા અક્ષરોમાં આપેલાં (ક) સવાલો અને (ખ) કલમો મુખ્ય મુદ્દો સમજવા મદદ કરે છે. ધ્યાન આપો, અમુક કલમો પછી “વાંચો” લખ્યું છે.

પાઠનો બીજો ભાગ

વધારે જાણો ભાગની (ગ) શરૂઆતમાં જણાવ્યું છે કે આ ભાગમાં શાની ચર્ચા થશે. (ઘ) મથાળાંથી ફકરાના મુખ્ય વિચારો જાણવા મળશે. તમને શીખવનાર ભાઈ કે બહેન સાથે કલમો વાંચો, સવાલોના જવાબ આપો અને વીડિયો જુઓ.

પાઠમાં આપેલા વીડિયો અને ઑડિયો પાઠની માહિતીને સારી રીતે સમજવા મદદ કરે છે. અમુક વીડિયો સાચી ઘટનાને આધારે છે. બીજા અમુક કાલ્પનિક ઘટનાને આધારે છે. એટલે કે એમાં બતાવેલા લોકો અને બનાવો સાચા નથી, પણ તેઓના સંજોગોમાંથી આપણને ઘણું શીખવા મળે છે.

(ચ) ચિત્રો જુઓ અને એની સમજ માટે જે લખ્યું છે એ વાંચો. (છ) અમુક લોકો કહે છે ભાગમાં લોકોના વિચારો છે. જો કોઈ એવું કંઈક કહે અથવા પૂછે, તો એનો કેવો જવાબ આપશો એનો વિચાર કરો.

પાઠનો ત્રીજો ભાગ

(જ) આપણે શીખી ગયા અને તમે શું કહેશો? ભાગમાં પાઠનો સાર છે. જ્યારે પાઠ પૂરો થાય, ત્યારે એ દિવસની તારીખ લખો. (ઝ) આટલું કરો ભાગમાં જે લખ્યું છે એ પ્રમાણે કરો. એનાથી તમે વધારે શીખી શકશો અને શીખેલી વાતો જીવનમાં ઉતારી શકશો. (ટ) વધારે માહિતી ભાગમાં અમુક વીડિયો અને લેખો છે. તમે ચાહો તો એ જોઈ કે વાંચી શકો.

બાઇબલની કલમ કઈ રીતે શોધવી

બાઇબલ નાનાં નાનાં ૬૬ પુસ્તકોથી બનેલું મોટું પુસ્તક છે. એ બે ભાગમાં વહેંચાયેલું છે: હિબ્રૂ-અરામિક શાસ્ત્રવચનો (“જૂનો કરાર”) અને ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો (“નવો કરાર”).

આ ચોપડીમાં બાઇબલની કોઈ કલમ ટાંકી હોય ત્યારે સૌથી પહેલા (ક) પુસ્તકનું નામ, પછી (ખ) અધ્યાય અને છેલ્લે (ગ) કલમ અથવા કલમો હોય છે.

દાખલા તરીકે, યોહાન ૧૭:૩ એટલે કે યોહાનનું પુસ્તક, અધ્યાય ૧૭ અને કલમ ૩.