સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ


આ ચોપડી કેવી રીતે મદદ કરશે?

આ ચોપડી કેવી રીતે મદદ કરશે?

શીખવા માટે કોઈની મદદ લો: જો તમારે બાઇબલમાંથી ઈશ્વરની વાતો શીખવી હોય, તો આ ચોપડી આપનારને જણાવો અથવા અમારી વેબસાઇટ jw.org/gu પર વિનંતી કરો. કોઈ જરૂર તમારો સંપર્ક કરશે.

પાઠનો પહેલો ભાગ

દરેક ફકરો વાંચો. ઘાટા અક્ષરોમાં આપેલાં (ક) સવાલો અને (ખ) કલમો વાંચો, જે મુખ્ય મુદ્દો સમજવા મદદ કરે છે. ધ્યાન આપો, અમુક કલમો પછી “વાંચો” લખ્યું છે.

પાઠનો બીજો ભાગ

વધારે જાણો ભાગની (ગ) શરૂઆતમાં જણાવ્યું છે કે આ ભાગમાં શાની ચર્ચા થશે. (ઘ) મથાળાંથી ફકરાના મુખ્ય વિચારો જાણવા મળશે. પાઠમાં આપેલી કલમો વાંચો, સવાલોના જવાબ આપો અને (ચ) વીડિયો જુઓ.

(છ) ચિત્રો જુઓ અને એની સમજ માટે જે લખ્યું છે એ વાંચો. (જ) અમુક લોકો કહે છે ભાગમાં લોકોના વિચારો છે. જો કોઈ એવું કંઈક કહે અથવા પૂછે, તો એનો કેવો જવાબ આપશો એનો વિચાર કરો.

પાઠનો ત્રીજો ભાગ

(ઝ) આપણે શીખી ગયા અને તમે શું કહેશો? ભાગમાં પાઠનો સાર છે. પાઠ પૂરો થાય ત્યારે એ દિવસની તારીખ લખો. (ટ) આટલું કરો ભાગમાં જે લખ્યું છે એ પ્રમાણે કરો. એનાથી તમે વધારે શીખી શકશો અને શીખેલી વાતો જીવનમાં ઉતારી શકશો. (ઠ) વધારે માહિતી ભાગમાં અમુક વીડિયો અને લેખો છે. તમે ચાહો તો એ જોઈ કે વાંચી શકો.

બાઇબલની કલમ કઈ રીતે શોધવી

બાઇબલ નાનાં નાનાં પુસ્તકોનું બનેલું છે. એ પુસ્તકોને અધ્યાયો અને કલમોમાં વહેંચી દેવામાં આવ્યાં છે. કલમમાં સૌથી પહેલા (ક) પુસ્તકનું નામ, પછી (ખ) અધ્યાય અને છેલ્લે (ગ) કલમ અથવા કલમો આપી છે. દાખલા તરીકે, યોહાન ૧૭:૩ એટલે કે યોહાનનું પુસ્તક, અધ્યાય ૧૭ અને કલમ ૩.