સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીત ૧૫૪

પ્રેમ કદી હારે નહિ

પ્રેમ કદી હારે નહિ

(૧ કોરીંથીઓ ૧૩:૮)

  1. ૧. ચારે બાજુ જો,

    તરસે પ્રેમથી ચહેરા,

    જાણે કરમાયા છે ફૂલો.

    મિત્રોનો છે સાથ,

    જાણે પહેલો વરસાદ,

    ઠારી નાખે નફરતની આગ.

    (ખાસ પંક્તિઓ)

    પ્રેમ કદી હારે નહિ,

    પ્રેમ બધું લે સહી.

    (ટેક)

    પ્રેમ યહોવાનો,

    નદીની જેમ વહે,

    વહેતો રહે.

    પ્રેમ યહોવાનો,

    સદા વહેતો રહે.

    આપણાં સૌનાં દિલમાં,

    આપણા રોમેરોમમાં . . .

    વહે છે પ્રેમ.

  2. ૨. દુઃખનાં વાદળો,

    તારા માથે ઘેરાય,

    મારી આંખે આંસુ છલકાય.

    આપે દિલાસો,

    ઈશ્વરનો સંદેશો,

    તારા ને મારા ઘા રુઝાય.

    (ખાસ પંક્તિઓ)

    પ્રેમ કદી હારે નહિ,

    પ્રેમ બધું લે સહી.

    (ટેક)

    પ્રેમ યહોવાનો,

    નદીની જેમ વહે,

    વહેતો રહે.

    પ્રેમ યહોવાનો,

    સદા વહેતો રહે.

    આપણાં સૌનાં દિલમાં,

    આપણા રોમેરોમમાં . . .

    (ટેક)

    પ્રેમ યહોવાનો,

    નદીની જેમ વહે,

    વહેતો રહે.

    પ્રેમ યહોવાનો,

    સદા વહેતો રહે.

    આપણાં સૌનાં દિલમાં,

    આપણા રોમેરોમમાં . . .

    વહે છે પ્રેમ . . .

    વહે છે પ્રેમ . . .

    વહે છે પ્રેમ . . .