સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાત શરૂ કરો

પાઠ ૨

સહેલાઈથી વાતચીત કરો

સહેલાઈથી વાતચીત કરો

મુખ્ય કલમ: “ખરા સમયે કહેલો શબ્દ કેટલો સારો લાગે છે!”—નીતિ. ૧૫:૨૩.

ફિલિપે શું કર્યું?

૧. વીડિયો જુઓ અથવા પ્રેરિતોનાં કાર્યો ૮:૩૦, ૩૧ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:

  1.   ક. ફિલિપે કઈ રીતે વાત શરૂ કરી?

  2.  ખ. વાત શરૂ કરવાની અને નવી માહિતી જણાવવાની એ કેમ એક સહેલી રીત હતી?

ફિલિપ પાસેથી શું શીખવા મળે છે?

૨. સંદેશો જણાવવામાં ઉતાવળ ન કરીએ. એનાથી સામેવાળી વ્યક્તિ વાત કરતા અચકાશે નહિ અને વાતચીત સહેલાઈથી આગળ વધશે. પછી જ્યારે આપણે સંદેશો વાતચીતમાં વણી લઈશું, ત્યારે વ્યક્તિ સાંભળવા તૈયાર હશે.

ફિલિપ જેવું કરો

૩. વ્યક્તિ પર ધ્યાન આપો. વ્યક્તિના ચહેરાથી અને બોલવા-ચાલવાની રીતથી ઘણું જાણવા મળે છે. શું તેને જોઈને લાગે છે કે તે તમારી સાથે વાત કરવા માંગે છે? જો લાગે કે તે વાત કરશે, તો બાઇબલમાંથી કંઈક જણાવવા તમે આ રીતે શરૂઆત કરી શકો: “શું તમને લાગે છે . . . ?” જો તે વાતચીત કરવા માંગતી ન હોય, તો પરાણે વાત આગળ વધારશો નહિ.

૪. ઉતાવળ ન કરો. એવું ન વિચારશો કે વાત શરૂ કર્યા પછી તરત સંદેશો જણાવવો પડશે. પણ વાત વાતમાં કંઈક જણાવવાની તક મળે એની રાહ જુઓ. કદાચ એવી તક તરત ન મળે, વ્યક્તિને ફરી મળો ત્યાં સુધી તમારે રાહ જોવી પડે.

૫. ફેરફાર કરવા તૈયાર રહો. બની શકે કે વાતચીત વખતે વ્યક્તિ કોઈ અલગ જ વિષય પર વાત શરૂ કરે. એવા સમયે તમે જે વિષયની તૈયારી કરી હોય એને પકડી ન રાખો. પણ વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે બાઇબલમાંથી કોઈ વિચાર જણાવો.